ગુજરાતના બંદરો pdf, Gujarat na Bandaro Map PDF, Ports in Gujarat
આશરે 7500 કિલોમીટરના વિશાળ દરિયાકિનારો ધરાવતા ભારતના આર્થિક વિકાસમાં પણ બંદરો નું સૌથી વધુ યોગદાન રહેલું છે. ગુજરાતને 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો પ્રાપ્ત થયો છે. ગુજરાત નો દરિયા કિનારો ખાંચા ખૂંચી વાળો અને બંદરના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી છે. ગુજરાતના 33 માંથી 15 જિલ્લાઓને દરિયાકિનારો પ્રાપ્ત થયો છે.
Ports in Gujarat (Gujarat na Bandaro)
આ લેખમાં દરિયાકિનારો ધરાવતા જિલ્લાઓ અને જિલ્લામાં આવેલાં બંદરો, દરિયાઈ વ્યાપાર, મત્સ્ય ઉદ્યોગ, ગુજરાતનો જહાજ ભાંગવાનો ભાવનગરનો અલંગ ઉદ્યોગ, રો રો ફેરી સર્વિસ જેવા અનેક પાસાઓને આવરી લેવામાં આવ્યા છે.
- ગુજરાતના કુલ બંદરો 42 છે. જેમાં 1 મુખ્ય(મેજર) બંદર (કંડલા) અને 41 બીજા સહાયક બંદર (નોન મેજર) છે.
- ગુજરાતના 5 બંદરો કચ્છમાં 22 બંદરો સૌરાષ્ટ્રમાં અને 15 બંદરો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આવેલા છે.
- કંડલા બંદર નો વહીવટ કેન્દ્ર સરકાર અને બાકીના 41 બંદર નો વહીવટ ગુજરાત મેરીટાઇમ બોર્ડ કરે છે.
- Which port is called gateway of port in Gujarat? (ગુજરાતમાં કયા બંદરને ગેટવે ઓફ પોર્ટ કહેવામાં આવે છે?) Ans : Kandla port (કંડલા બંદર)
- 41 બંદર માંથી 11 બંદર મધ્યમ કક્ષાના અને બાકીના 30 બંદર નાના બંદર છે.
- ગુજરાતના 33 માંથી 15 જિલ્લાઓ દરિયાકિનારો ધરાવે છે. જે નીચે મુજબ છે.
👉 Gujarat ni Bhugol MCQ Quiz – ગુજરાતની ભૂગોળ MCQ Quiz (અગાઉની સ્પર્ધાત્મક પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો – IMP 60 પ્રશ્નો )
👉 Talati cum mantri bharti | તલાટી કમ મંત્રી ભરતી 2022
No. | જિલ્લો | ગુજરાત ના બંદરો |
1 | વલસાડ | મરોલી, કોલક, ઉમરસાડી, ઉમરગામ |
2 | નવસારી | વાંસી બોરસી, ઓંજલ, બીલીમોરા, ભાગવા |
3 | સુરત | મગદલ્લા, હજીરા |
4 | ભરૂચ | દહેજ |
5 | આણંદ | ખંભાત |
6 | અમદાવાદ | ધોલેરા |
7 | ભાવનગર | ભાવનગર, મહુવા, ઘોઘા, તળાજા |
8 | અમરેલી | જાફરાબાદ, પીપાવાવ |
9 | ગીર સોમનાથ | વેરાવળ, રાજપરા, માઢવાડ, નવાબંદર, સીમર બંદર |
10 | જૂનાગઢ | માંગરોળ, ચોરવાડ |
11 | પોરબંદર | પોરબંદર |
12 | જામનગર | બેડી, રોઝી, સિક્કા, જોડિયા, પીંઢારા |
13 | દેવભૂમિ દ્વારકા | સલાયા, ઓખા, રૂપેણ, પોશીત્રા |
14 | મોરબી | નવલખી |
15 | કચ્છ | કોટેશ્વર, જખૌ, મુન્દ્રા, કંડલા, માંડવી |
અલંગ (Ports in Gujarat)
ગુજરાતમાં ભાવનગર જિલ્લાના અલંગ ખાતે જહાજો ભાંગવાનો વ્યવસાય પૂર્ણકળાએ ખીલ્યો છે. આજે અલંગની
ગણના વિશ્વના અગ્ર હરોળના શિપ બ્રેકિંગ યાર્ડમાં કરવામાં આવે છે. દર વર્ષે અનેક મોટાં જહાજોને અલંગમાં ભાંગવામાં આવે છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના સંચાણા બંદરને પણ શિપ બ્રેકિંગ યાર્ડ તરીકે વિકસાવવામાં આવ્યું છે.
ભારતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ ઘણો જૂનો છે. વિશ્વમાં જહાજો ભાંગવાના ઉદ્યોગમાં ભારત પ્રથમ સ્થાન
ધરાવે છે. એમાંય ગુજરાતના ભાવનગર પાસે આવેલું અલંગ શિપ બ્રેકિંગ ક્ષેત્રે દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યું છે.
ફેબ્રુઆરી,1983 માં એમ.વી. કોટા ટેજોન્ગ જહાજને ભાંગવા સાથે અલંગમાં શિપ બ્રેકિંગ વ્યવસાયના શ્રીગણેશ થયા હતા. ત્યારદિનથી લઈને આજ દિન સુધીમાં અનેક મહાકાય જહાજોને ભાંગવામાં આવ્યાં છે. વર્ષ 1983 માં કુલ 24,716 ટનનાં પાંચ જહાજ ભાંગવામાં આવ્યાં હતાં.એશિયા ખંડમાં જહાજ ભાંગવાના સહુથી સલામત યાર્ડ તરીકે અલંગની ગણના થાય છે. બંદરો અને શિપ બ્રેકિંગ વ્યવસાયને ઉત્તેજન આપવા માટે કટિબદ્ધ ગુજરાત સરકારે અહીં 10 કિ.મી.ના વિસ્તારમાં 183 પ્લોટ પાડીને જહાજ ભાંગવાના ઉધોગને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે.
આ ઉપરાંત કરોડના જંગી ખર્ચે જરૂરી માળખાકીય સવલતો પણ ઊભી કરી છે. 1983 માં અલંગ યાર્ડ શરૂ થયું ત્યારથી તે પ્રગતિના પંથે વિકાસકૂચ કરી રહ્યું છે. વર્ષ 2001 પછી શિપ બ્રેકિંગ ક્ષેત્રે અલંગ વિરાટ હરણફાળ ભરી છે.
અલંગ જ કેમ જહાજ ભાંગવા માટે પસંદ કરવામાં આવ્યું?
જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે એ જરૂરી છે કે તે જગ્યાએ મોટી ભરતીવાળો દરિયો, કિનારાથી સમુદ્ર તરફ ધીમો ઢોળાવ અને કિનારાનું તળ જહાજને સ્થિર રાખી શકે તેવું હોવું જોઈએ. આ બધી જ સુવિધાઓ અલંગ બંદરે કુદરતી રીતે પ્રાપ્ય હોવાથી પસંદગીનો કળશ અલંગ પર ઢોળવામાં આવ્યો. ગુજરાત મેરિટાઈમ બોર્ડે આ ઉધોગ માટે તમામ માળખાકીય સુવિધાઓ અલંગ-સોસિયામાં ઊભી કરી. એ કારણે શીપ બ્રેકિંગ માં અલંગ વિશ્વમાં પ્રથમ સ્થાને છે.
[ggWhatsappButton]
[ggTelegramButton]
રો-રો ફેરી સર્વિસ (Ports in Gujarat)
Gujarat na Bandaro પરથી કાર્ગોની હેરફેર કરવામાં આવે છે. ગુજરાતને દેશનો સૌથી લાંબો દરિયાકિનારો મળ્યો છે ત્યારે મુસાફરોના પરિવહન માટે પણ સમુદ્રી જળમાર્ગમહત્ત્વના સાબિત થઈ શકે તેમ છે. દરિયાઈ માર્ગે મુસાફરોની હેરફેર માટે રહેલી ઊજળી તકોને ધ્યાને રાખીને સરકારે બંદર નીતિ હેઠળ માલસામાનની સાથે સાથે મુસાફોની હેરફેર માટે રો-રો ફેરી સર્વિસ ચાલુ કરવાનું આયોજન કરેલું છે.
સૌરાષ્ટ્રના ઘોઘા બંદર અને મધ્ય ગુજરાતના દહેજ વચ્ચે દહેજ-ઘોઘા ટ્રાન્સ સી ફેરી સર્વિસ લિમિટેડ નામની સંયુક્ત ક્ષેત્રની કંપનીના નેજા હેઠળ માલસામાન અને મુસાફરોની હેરફેર માટે સેવા ઊભી કરવા માટે આયોજન છે. સૌરાષ્ટ્રના ઘોઘા, પીપાવાવ બંદર તથા દક્ષિણ ગુજરાતના હજીરા, સુવાલી અને દહેજ બંદરો પર મુસાફરો તથા માલસામાનની હેરફેર માટે રો-રો ફેરી સર્વિસનાં ટર્મિનલ ઊભાં કરવાની સરકારની યોજના છે.
હાલમાં નીચેના Gujarat na Bandaro વચ્ચે રો રો ફેરી સર્વિસ ચાલી રહી છે. ઘણીવાર ટેકનિકલ કારણોસર આ ફેરી સર્વિસ અમુક સમય માટે ચાલુ બંધ થતી હોય છે. હાલની માહિતી પ્રમાણે ઘોઘા-હજીરા અને હજીરા-દીવ વચ્ચે ફેરી સર્વિસ ચાલી રહી છે.
- ઘોઘા-દહેજ
- ઘોઘા-હજીરા
- હજીરા-દીવ
Ports in Gujarat – 3 Parts
ભૌગોલિક રીતે ગુજરાતના દરિયા કિનારા અને બંદરોના ત્રણ વિભાગ પાડી શકાય. જે નીચે મુજબ છે.
- મધ્ય અને દક્ષિણ ગુજરાતનો દરિયાકિનારો અને તેનાં બંદરો
- સૌરાષ્ટ્રનો દરિયાકિનારો અને તેનાં બંદરો
- કચ્છનો દરિયાકિનારો અને તેનાં બંદરો
મધ્ય અને દક્ષિણ ગુજરાતનો દરિયાકિનારો અને તેનાં બંદરો
ખંભાતથી લઈને છેક દક્ષિણમાં આવેલા ઉમરગામ સુધીના પટ્ટામાં આવેલા દરિયાઈ વિસ્તારને મધ્ય તથા દક્ષિણ ગુજરાતના દરિયાકિનારા તરીકે ઓળખવામાં આવે છે. સાબરમતી, મહી, ઢાઢર, નર્મદા, કીમ, કોલક, તાપી જેવી નદીઓ અહીં દરિયાને મળતી હોવાથી અનેક ખાડીઓ અને ખાંચાખૂંચીવાળા દરિયા- કિનારાનું નિર્માણ થયું છે.
મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાકિનારા પર આવેલાં મહત્ત્વનાં બંદરોમાં ખંભાત, ભરૂચ, દહેજ, સુરત, મગદલ્લા અને હજીરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કોલક, મરોલી, કલાઈ, વાંસી બોરસી, ઉમરસાડી, વલસાડ, બીલીમોરા, ભાગવા, ઓંજલ, ઉમરગામ જેવાં નાનાં બંદરો પણ આવેલાં છે જ્યાં મુખ્યત્વે મત્સ્યઉધોગને લગતી પ્રવૃત્તિઓ જ વધુ ચાલે છે.
સૌરાષ્ટ્રનો દરિયાકિનારો અને તેનાં બંદરો
ભાવનગર જિલ્લાના ઘોઘાથી લઇને રાજકોટ જિલ્લાના નવલખી સુધીનો દરિયાઇ વિસ્તાર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરીકે પ્રચલિત છે. જેમાંથી ઓખાથી લઇને ભાવનગર નજીક આવેલા ગોપનાથ સુધીના લાંબા, દરિયાકાંઠાને ખુલ્લા અરબ સાગરનો લાભ મળે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે, ભાવનગર, પીપાવાવ, માંગરોળ, વેરાવળ, નવી બંદર, પોરબંદર, સિક્કા, સલાયા, ઓખા, બેડી જેવાં મહત્ત્વનાં બંદરો આવેલાં છે.
આ ઉપરાંત રાજપરા, માઢવાડ, કોડીનાર, સૂત્રાપાડા, હિરકોટ, ધામલેજ, ચોરવાડ, મિયાણી, ઘોઘા, તળાજા, મહુવા, જોડિયા, રૂપેણ અને પિંઢારા જેવા અન્ય બંદરો પણ આવેલાં છે. સૌરાષ્ટ્રનો ઉત્તર કિનારો પવનની અસરોથી મુક્ત હોવાને કારણે આ વિસ્તારનાં બંદરોને સુરક્ષિત ને શાંત બારાઓ પ્રાપ્ત થયા છે.
કચ્છનો દરિયાકિનારો અને તેનાં બંદરો
યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ એવા કચ્છ જિલ્લામાં કોટેશ્વરથી લઇને કંડલા સુધીના કચ્છના અખાતના વિસ્તારમાં આવેલાં બંદરોનો સારો એવો વિકાસ થયો છે. કરછના અખાતમાં જખૌ, માંડવી, મુન્દ્રા, કંડલા જેવાં બંદરો આવેલાં છે. કચ્છનો દરિયાકિનારો કાદવ-કીચડવાળો અને રેતાળ છે.
જેથી મુન્દ્રા અને માંડવી જેવાં કચ્છનાં બંદરોને ડ્રેજિંગ દ્વારા કાંપ ઉલેચવાની સતત જરૂર પડે છે. કચ્છમાં આવેલા મહાબંદર કંડલાનું સંચાલન કેન્દ્ર સરકારની સ્વાયત્ત સંસ્થા કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
FAQ – Ports in Gujarat (Gujarat na Bandaro)
Q. ગુજરાતના કુલ બંદરો કેટલા છે?
Ans. ગુજરાતના કુલ બંદરો 42 છે. જેમાં 1 મુખ્ય(મેજર) બંદર (કંડલા) અને 41 બીજા સહાયક બંદર (નોન મેજર) છે.
Q. ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે?
Ans. કંડલા ગુજરાતનું સૌથી મોટું બંદર છે
Q. Which port is called gateway of port in Gujarat?
Ans. Kandala
મિત્રો "Ports in Gujarat" આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.
*** આ પણ વાંચો ***
- Gujarat ni Bhugol (Geography) – ગુજરાતની ભૂગોળ
- ગુજરાત ના જિલ્લા અને તાલુકા
- ભારતના રાજ્યો અને રાજધાની
- ગુજરાતની નદીઓ Map PDF
- ભારતની નદીઓ નકશો,બંધો,નદીતંત્ર
- ગુજરાત RTO નું લિસ્ટ 2021
- Sarkari Yojana Gujarat 2021
- OJAS – Gujarat Government Online Job Application System