ગુજરાત સરકારી યોજનાઓની યાદી 2022 PDF | Sarkari Yojana Gujarat 2022 PDF | સરકારી યોજનાઓની માહિતી | Gujarat Government Yojana List in Gujarati PDF | Sahay Yojana Gujarat 2022 | Gujarat Government schemes
Sarkari Yojana Gujarat 2022: આ વેબસાઇટ દ્વારા અમે તમારા માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ જૂની અને નવી સરકારી યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી લાવીએ છીએ. ઘરે બેઠા હવે તમે પણ તમામ નવી સરકારી યોજનાઓનો લાભ કેવી રીતે લઈ શકો છો, એ જાણી શકો છો.
કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી તમામ સરકારી યોજનાઓ વિશેની તાજેતરની માહિતી અને મુખ્ય પ્રધાન અને પ્રધાનમંત્રી યોજનાઓ વિશેના સમાચાર ગુજરાતી ભાષામાં માત્ર greengujarati.com પર વાંચો.
આ વેબસાઈટ પર, તમે સમાજના વિવિધ વર્ગો માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી તમામ સામાજિક કલ્યાણકારી સરકારી યોજનાઓની યાદી શોધી શકો છો.
ગુજરાત સરકારી યોજનાઓની યાદી 2022 PDF (Sarkari Yojana Gujarat 2022 PDF)
અનુક્રમણિકા માટે અહીં ક્લિક કરો. (Table of Contents)
મિત્રો, અમારી વેબસાઈટ greengujarati.com કોઈ સરકાર સંચાલિત વેબસાઈટ નથી, કે તેનો સરકારી મંત્રાલય સાથે કોઈ સંબંધ નથી. આ વેબસાઈટ અમુક લોકો દ્વારા ચલાવવામાં આવે છે, જે સરકારી યોજનાઓમાં રસ ધરાવે છે અને અન્ય લોકોને પણ આના વિષે જાણ કરવા માંગે છે.
સચોટ માહિતી સાથે અમારા વાચકો સુધી પહોંચવાનો અમારો શ્રેષ્ઠ પ્રયાસ હોય છે, પરંતુ હજાર પ્રયત્નો પછી પણ ભૂલ થવાની સંભાવના નકારી શકાય નહીં. આ બ્લોગના દરેક લેખમાં યોજનાની સત્તાવાર વેબસાઇટ વિશે માહિતી આપવામાં આવી છે.
અમે સુચના આપીએ છીએ કે અમારો લેખ વાંચવાની સાથે, તમારે સત્તાવાર વેબસાઇટ પરથી પણ માહિતી લેવી જરૂરી છે. જો કોઈ લેખમાં કોઈ ભૂલ હોય, તો મહેરબાની કરીને અમને જણાવવા વિનંતી છે.
ગુજરાત સરકારી યોજનાઓની યાદી 2022
સરકારી યોજનાઓ મુખ્ય ત્રણ રીતે ચાલે છે. ઘણી યોજનાઓ ગુજરાત સરકાર ચલાવે છે, ઘણી યોજનાઓ ભારત સરકાર ચલાવે છે અને ઘણી યોજનાઓ બંને સરકાર મળીને ચલાવે છે.
- ભારત સરકારની યોજનાઓ (કેન્દ્ર સરકારની યોજનાઓ)
- ગુજરાત સરકારની યોજનાઓ
- ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની ભાગીદારીથી ચાલતી યોજનાઓ
વિધવા સહાય યોજના – Gujarat Vidhva Sahay yojana 2022
- વિધવા સહાય યોજના લાભ કોને મળે?
- 1250 રૂપિયા દર મહિને સહાય કરવામાં આવશે.
- વિધવા સહાય યોજના ના ફાયદા.
- વિધવા સહાય યોજના ના જરૂરી ડોક્યુમેન્ટ.
- વિધવા સહાય યોજના ના અરજી ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું?
વિધવા સહાય યોજના વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
વ્હાલી દીકરી યોજના – Gujarat Vahali Dikri Yojana 2022
- વ્હાલી દીકરી યોજના લાભ કોને મળે?
- આ યોજના હેઠળ દીકરીને કુલ 1,10,000 (એક લાખ, દસ હજાર) રૂપિયાની મદદ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે.
- વ્હાલી દીકરી યોજના ના ફાયદા.
- વ્હાલી દીકરી યોજના ના જરૂરી ડોક્યુમેન્ટ.
- વ્હાલી દીકરી યોજના અરજી ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું?
વ્હાલી દીકરી યોજના વિશે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
બેટી બચાઓ બેટી પઢાઓ યોજના
- લાભ કોને મળે?
- સમગ્ર સમૂદાયને લાભ મળે છે.
- કેટલો લાભ મળે?
- ઘટતા જતા કન્યાના જન્મદરને વધારવો અને કન્યા શિક્ષણ પૂરું પાડવું.
- જાતિ આધારિત લિંગ પરીક્ષણ અટકાવવું.
- દીકરીઓના અસ્તિત્વને સુરક્ષાને સુનિશ્ચિત કરવી.
- લાભ કયાથી મળે?
- જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી
સુકન્યા સમૃદ્ધિ યોજના
લાભ કોને મળે?
- ઝીરો થી દશ વર્ષ સુધીની દીકરી/કન્યા આ યોજનામાં જોડાઇ શકે છે.
- માતા-પિતા અથવા કાયદેસરના વાલી દીકરી-કન્યાનું ખાતું ખોલાવી શકે છે. (કન્યાની ઉંમર મર્યાદા ૧૦ વર્ષ).
- દીકરી-કન્યાનું એક જ ખાતું ખૂલી શકે પરંતુ જો એક કરતા વધારે દીકરીઓ કુટુંબમાં હોય તો વધુમાં વધુ બે
દીકરીનું ખાતું ખોલી શકાય. - પ્રથમ દીકરીના જન્મ બાદ બીજી ડીલીવરીમાં ટ્વીન્સ બેબી-દીકરીનો જન્મ થાય તો ત્રણે દીકરીના સુકન્યા
સમૃદ્ધિમાં ખાતું ખોલાવી શકાય.
શરતો
ખાતું ખોલાવ્યા બાદ એક નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂા.૨૫૦/- ભરવા જરૂરી છે. અને વધુમાં વધુ
રૂા.૧,૫૦,૦૦૦/- (એક લાખ પચાસ હજાર પુરા) ભરી શકાય અને આ ભરેલ રકમ ઇન્કમટેક્ષની કલમ ૮૦(સી) હેઠળ બાદ મળી શકે છે.
કેટલો લાભ મળે?
- બેંક ડીપોઝીટના વ્યાજ દરની સરખામણીએ વધારે વ્યાજ મળે છે.
- આ ખાતામાં ભરવામાં આવતી રકમ ઇન્કમટેક્ષની કલમ ૮૦(સી) હેઠળ વધુમાં વધુ રૂા.૧,૫૦,૦૦૦/- સુધી
બાદ મળે છે. - દીકરી/કન્યાના લગ્ન સમયે ઉપયોગમાં લઇ શકાય તેમજ કન્યાના/દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે જમા રહેલા
રકમમાંથી પ૦% રકમ ઉપાડી શકાય.
લાભ કયાંથી મળે
જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો તેમજ પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકાય છે.
ખાતું ખોલાવવા કયા ડોક્યુમેન્ટ જોઇએ
- કન્યા/દીકરીનું જન્મ પ્રમાણપત્ર.
- વાલીનું ફોટાવાળું ઓળખપત્ર.
- વાલીનું રહેઠાણના સરનામાવાળો પુરાવો.
અટલ પેન્શન યોજના
લાભ કોને મળે?
- ૧૮ થી ૪૦ વર્ષના બધા જ ભારતીય નાગરિકોને લાભ મળે.
- બચત ખાતું હોવું જરૂરી.
કેટલો લાભ મળે?
- લાભાર્થીને નિયત કરેલ એટલે કે તેમણે પસંદ કરેલ પેન્શન પ્લાન પ્રમાણે ૬૦ વર્ષની ઉંમર બાદ રૂા.૧૦૦૦,
રૂા.૨૦૦૦, રૂા.૩૦૦૦, રૂા.૪૦૦૦ અથવા રૂા.૫૦૦૦ જે પસંદ કરેલ હોય તે રકમ દર માસે આજીવન મળે. - લાભાર્થીના મૃત્યુ બાદ તેમના જીવનસાથીને તેટલી જ રકમનું પેન્શન દર માસે આજીવન મળશે.
- બન્નેના અવસાન બાદ તેમાં જમા રહેલ રકમ વ્યાજ સહિત બધી રકમ તેમના વારસદારને મળી જશે.
- કુટુંબને વધારે લાભ થાય તે માટે પતિ-પત્ની બન્ને અલગ-અલગ પેન્શન પ્લાન લઇ શકે છે.
શરતો
- લાભાર્થીએ દર મહિને નક્કી કરેલ યોગદાન અવશ્ય આપવું પડે. ટૂંકમાં દર માસે નિયમિત રીતે નિયમ કરેલ રકમ ભરવી પડે. આ માટે સ્ટેન્ડીંગ ઇન્સ્ટ્રકશન દ્વારા લાભાર્થીના બચત ખાતામાંથી ઓટોમેટીક રકમ કપાવી
શકાય છે જે સરળ રહે છે. - આ યોજના હેઠળ ફક્ત એ વ્યક્તિનું એક જ ખાતું ખુલી શકે.
- ૬૦ વર્ષ પહેલા જો લાભાર્થીનું અવસાન થાય તો આ ખાતું બંધ કરી શકાય છે. અથવા તેમના જીવનસાથી ખાતું
ચાલુ રાખી શકાય છે.
લાભ કયાંથી મળે?
- જાહેર ક્ષેત્રની બેંક તેમજ પોસ્ટ ઓફિસમાં રજિસ્ટ્રેશન થઇ શકે છે.
કયા કયા પુરાવા જોઇએ?
- બચત ખાતાની પાસબુક.
- રજિસ્ટ્રેશન ફોર્મ.
પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના (જિંદગીનો વિમો)
લાભ કોને મળે?
- દરૅક બચત ખાતું ધરાવનારાઓને કે જેમની ઉંમર ૧૮ વર્ષથી પણ વર્ષ સુધીની હો.
- વાર્ષિક પ્રીમિયમ રૂા.૩૩૦/- ઓટો ડેબિટ સુવિધા દ્વારા.
- એક વખત ઍટ્રી થઈ જાય પછી પપ વર્ષ સુધી રજૂ થઈ શકે છે.
કેટલો લાભ મળે?
આકસ્મિક અથવા કુદરતી મોતના સંજોગોમાં વારસદારને રૂા.૨.૪૦ લાખ (રૂપિયા બે લાખ) વિમોં રકમ મળે.
લાભ ક્યાંથી મળે?
જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો, ગ્રામિણ બેંક અને સહકારી બેંક.
શરતો
- આ યોજનામાં એક જ વખત ફોર્મ ભરી ઓટો ડેબિટ સીસ્ટમ હોવાથી ઓટો ડેબિટ સમયે (સામાન્ય રીતે મેં
માસના છેલ્લા વીકમાં) બચત ખાતામાં પૂરતું બેલેન્સ હોવુંજરૂરી છે. - યોજનાની મુદત ૧ જૂનથી ૩૧ મે.
કયા કયા પુરાવા જોઈએ?
* બેંકની બચત ખાતાની પાસબુક
કલેઈમ માટે જરૂરી પુરાવા
* મરણનોંધનું પ્રમાણપત્ર, વારસદારનું ફોટો ઓળખકાર્ડ અને રહેંકાણનો પુરાવો.
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (અકસ્માત વિમો)
લાભ કોને મળે
- દરેક બચત ખાતાધારકો કે જેમની ઉંમર ૧૮ વર્ષથી ૭૦ વર્ષ સુધીની હોય તે વ્યક્તિ આ યોજનામાં જોડાઈ શકે છે.
- વાર્ષિક પ્રીમિયમ રૂ. ૧૨ (રૂપિચા બાર) ઓટો ડેબિટ સિસ્ટમથી પ્રીમિયમની ભરપાઈ થાય.
- એક જ વખત ફોર્મ ભસ્વાનું.
લાભ કયાંથી મળે?
જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી બેંકો, સહકારી બેંકો તેમજ ગ્રામિણ બેંકોમાંથી મળે.
કેટલો લાભ મળે?
- અકસ્માતે મૃત્યુના સંજોગોમાં વારસદારને રૂ.૨.૪૦ લાખ (રૂપિયા બે લાખ)નું વળતર મળે.
- શરીરના અગત્યના અંગો પૈકી કોઈ એક અંગને કાયમી ધોરણે નુકશાન થાય તો પ૦% રકમ એટલે કે રૂ. 1 લાખ (એક લાખ)નું વળતર મળે. એટલે કે અકસ્માતના કારણે એક હાથ અથવા એક પગ અથવા એક આંખ કાયમી જતી રહે તેવા કેસમાં રૂપિયા એક લાખનું વળતર મળે.
શરતો
- આ યોજનામાં ઓટો ડેબિટ સીસ્ટમ હોવાથી ડેબિટ સમયે ખાતામાં બેલેન્સ હોવું જરૂરી છે. (સામાન્ય રીતે મેં
માસના છેલ્લા વીકમાં ઓટો કેબીટ થાય છે). - યોજનાની મુદત 1 જૂનથી ૩૧ મે.
કયા કયા પુરાવા જોઇએ.
* ફક્ત બેંક ખાતાની (બચત ખાતાની) પાસબુક
કલેઈમ કસ્વા માટે શું જોઈએ ?
- આકસ્મિક મોતની સામે જ રક્ષણ મળતું હોવાથી પોલીસ ઍફ.આઈ.આર (FIR)ની નકલ.
- પંચનામાની નકલ.
- પોસ્ટમોર્ટમ રીપોર્ટની નકલ.
- મરણ નોંધનો દાખલો.
- વારસદારનું ફોટો ઓળખકાર્ડ તેમજ રહેઠાણનો પુરાવો.
- આંશિક નુકશાન અર્થાત એક પગ, એક હાથ અથવા એક આંખનું સંપૂર્ણ નુકશાનના કેસમાં સિવિલ સર્જનનું
પ્રમાણપત્ર જરૂરી છે.
[ggWhatsappButton]
[ggTelegramButton]
FAQ : ગુજરાત સરકારી યોજનાઓની માહિતી – Sarkari Yojana Gujarat
Q. વિધવા સહાય યોજના લાભ કોને મળવા પાત્ર છે?
Ans. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની વિધવા બહેનોને યોજનાનો લાભ મળે છે. ગ્રામ્ય વિસ્તાર માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 રાખવામાં આવી છે.
Q. વ્હાલી દીકરી યોજના માં કેટલો લાભ મળે છે?
Ans. આ યોજના હેઠળ દીકરીને ત્રણ અલગ અલગ હપ્તામાં રૂપિયા 1,10,000 ગુજરાત સરકાર આપે છે.
પ્રથમ હપ્તો – પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4,000 મળશે.
બીજો હપ્તો – નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000 મળશે.
છેલ્લો હપ્તો – 18 વર્ષની ઉંમરે તેના ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે કુલ 1,00,000 (એક લાખ) સહાય મળશે.
Q. વિધવા સહાય યોજનામાં કેટલી સહાય મળે છે?
Ans. વિધવા બહેનોને દરેક મહિનાના પહેલા અઠવાડિયામાં તેમના પોસ્ટ અથવા બેંક ખાતામાં સીધા રૂપિયા 1250 જમા કરવામાં આવશે.
Q. વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે વાલીની આવક મર્યાદા કેટલી છે?
Ans. યોજનાનો લાભ લેવા માટે વાલીની આવક મર્યાદા 2,00,000 (બે લાખ) છે.
Q. આવક અંગેનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ મુજબ કુંટુબના વડા એટલે કે દીકરીના દાદાનું ચાલે?
Ans. દીકરીના માતા-પિતા નું આવક અંગેનું પ્રમાણપત્ર માંગેલ હોવાથી દાદા નું પ્રમાણપત્ર ના ચાલે.
સરકારી યોજના ગુજરાત ગવર્મેન્ટ વેબસાઈટ – https://sje.gujarat.gov.in/schemes