Homeસરકારી યોજનાGujarat Vahali Dikri Yojana : Form,PDF,Download 2022 | વ્હાલી દીકરી યોજના માહિતી

Gujarat Vahali Dikri Yojana : Form,PDF,Download 2022 | વ્હાલી દીકરી યોજના માહિતી

* Advertisement *
** Advertisement **

વહાલી વ્હાલી દીકરી યોજના માહિતી 2022 | Gujarat Vahali Dikri Yojana 2022 : Form,PDF,Download, ફોર્મ,ડોક્યુમેન્ટ | વહાલી દીકરી લગ્ન યોજના | વહાલી દીકરી જન્મ યોજના | Vahali Dikri Yojana official website

ગુજરાત સરકાર દ્વારા મહિલાઓ વિકાસ માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. મહિલા સશક્તિકરણ માટે ગુજરાત સરકાર ખાસ પગલાં લઇ રહી છે. બાળકનું જન્મ થાય એટલે માતા-પિતા પર મોટી જવાબદારીઓ આવી પડે છે. વધતી જતી મોંઘવારીમાં બાળકને શાળાઓ મોકલવાથી લઈને,ઉચ્ચ શિક્ષણ અને લગ્ન કરાવે ત્યાં સુધી માતા-પિતા તેની ચિંતા કરતાં હોય છે.

ગુજરાતમાં જો તમારા ઘરે દીકરીનો જન્મ થાય તો ગુજરાત સરકાર દ્વારા દીકરી ના જન્મથી લઈને ઉચ્ચ શિક્ષણ મેળવીને લગ્નલાયક થાય ત્યાં સુધી ખાસ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજનાનું નામ છે “વ્હાલી દીકરી યોજના”

વ્હાલી દીકરી યોજના – Gujarat Vahali Dikri Yojana 2022

આ યોજના હેઠળ દીકરીને કુલ 1,10,000 (એક લાખ, દસ હજાર) રૂપિયાની મદદ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. જેમા ત્રણ અલગ અલગ હપ્તામાં રૂપિયા 1,10,000 ગુજરાત સરકાર આપે છે. તો ચાલો જાણીએ આ યોજના વિશે બધી જ માહિતી.

વ્હાલી દીકરી યોજના લાભ કોને મળે?

  • 02.08.2019 બાદ જન્મેલ દીકરીઓને યોજના નો લાભ મળે છે.
  • દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ પુત્રીઓને યોજનાનો લાભ મળે છે.
  • અમુક કિસ્સામાં બીજી/ત્રીજી ડીલીવરી વખતે પરિવારમાં 1 કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા 3 કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને યોજનાનો લાભ મળે છે.
  • આવક મર્યાદા બાબતે ઠરાવની જોગવાઈ મુજબ યોજનાનો મેળવવા માટે માતા-પિતાની સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા રૂ. 2,00,000 (બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ.
  • યોજના નો લાભ લેવા માટે તમે ગુજરાતના જ નાગરિક હોવા જોઈએ.
  • યોજના નો લાભ લેવા માટે તમારું બૅન્ક અકાઉન્ટ હોવું ફરજિયાત છે.

વ્હાલી દીકરી યોજના ફાયદા – Vahali Dikri Yojana Benefits

દીકરીને કુલ 3 અલગ-અલગ હપ્તામાં સહાયની રકમ મળે છે. આ યોજના માં દીકરીને ત્રણ હપ્તામાં, કુલ રૂપિયા 1,10,000 (એક લાખ, દસ હજાર) મળે છે.

  • પ્રથમ હપ્તો – દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4,000 મળશે.
  • બીજો હપ્તો – દીકરીઓને નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000 મળશે.
  • છેલ્લો હપ્તો – દીકરીઓને 18 વર્ષની ઉંમરે તેના ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે કુલ 1,00,000 (એક લાખ) સહાય મળશે. (દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ)

વ્હાલી દીકરી યોજના 2022 ના ​​મુખ્ય મુદ્દાઓ

યોજનાનું નામવ્હાલી દીકરી યોજના
આર્ટીકલ ભાષાગુજરાતી 
હેતુસમાજમાં દીકરીઓ નું પ્રમાણ વધારવું, દીકરીઓમા શિક્ષણનો વ્યાપ વધારવો, દીકરીઓ બાળ-લગ્નો અટકાવવા
લાભાર્થી02-08-2019 બાદ જન્મેલ ગુજરાતની દીકરીઓ, વાલીની આવક મર્યાદા – બે લાખ થી ઓછી
સહાયની રકમત્રણ હપ્તા માં, કુલ 1,10,000
અધિકૃત વેબસાઈટ wcd gujarat government
અરજી પ્રક્રિયાગ્રામ્ય સ્તરે, તાલુકા સ્તરે, જિલ્લા સ્તરે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે ફોર્મ મળશે.
અરજી કરવાની સમય મર્યાદાદીકરીના જન્મના 1 વર્ષની સમય મર્યાદામાં
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?ટૂંક સમયમાં Digital portal gujarat પરથી ઓનલાઈન કરી શકાશે.
ખાસ નોંધલાભાર્થી દીકરીનું 18 વર્ષ ની ઉંમર પહેલા અવસાન થઈ જાય છે, તો સહાયની રકમ મળવાપાત્ર રહેતી નથી.
વહાલી દીકરી લગ્ન યોજના
વ્હાલી દીકરી યોજના-Vahali Dikri Yojana
વ્હાલી દીકરી યોજના-Vahali Dikri Yojana

વ્હાલી દીકરી યોજના જરૂરી ડોક્યુમેન્‍ટ – Vahali Dikri Yojana Documents

અરજી સાથે નીચે જણાવ્યા મુજબનાં પુરાવાઓની પ્રમાણિત નક્લો સામેલ કરવાની રહેશે.

ક્રમડોક્યુમેન્‍ટ નું નામ
1દીકરીનું જન્મનું પ્રમાણપત્ર
2દીકરીનું આધારકાર્ડ (જો હોય તો)
3દીકરીના માતા-પિતાનું આધારકાર્ડ
4દીકરીના માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
5દીકરીના માતા-પિતાનો આવકનો દાખલો (2,00,000 થી ઓછી આવક મર્યાદા)
6દંપતિના બધા બાળકોના જન્મના દાખલા
7દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ (પ્રમાણપત્ર)
8દીકરી યોજનાનું સક્ષમ અધિકારી સમક્ષ કરેલું માતા-પિતાનું સોગંદનામું
9દંપતિના રેશનકાર્ડની નકલ
10દીકરીના માતા-પિતા ના રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ,વેરાબિલ)
11બૅન્ક ખાતાની પાસબુક
12પાસપોટ સાઇઝ ફોટો
દીકરી જન્મ યોજના

******* આ પણ વાંચો ********

વિધવા સહાય યોજના 2022

ગુજરાત સરકારી યોજનાઓની યાદી 2022 PDF


[ggWhatsappButton]


[ggTelegramButton]


ફોર્મ ક્યાંથી મેળવવું? – Vahali dikri yojana form

  1. ગ્રામ્ય સ્તરે “સંકલિત બાળ વિકાસ યોજના” (ICDS) દ્વારા ચાલતી આંગણવાડી કેન્દ્ર પરથી યોજના ફોર્મ ફ્રી માં મળશે, ગ્રામ પંચાયત પાસેથી પણ વિનામૂલ્યે ફોર્મ મેળવી શકાશે.
  2. તાલુકા સ્તરે “સંકલિત બાળ વિકાસ યોજના” (ICDS) અધિકારીની કચેરી ખાતેથી યોજના ફોર્મ ફ્રી માં મળશે.
  3. જિલ્લા સ્તરે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે યોજના ફોર્મ મફત મળશે.

ફોર્મ PDF – Vahali Dikri Yojana Form PDF Download

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના હેઠળ લાભાર્થીઓને લાભ મેળવવામાં સરળતા રહે તે માટે અરજીપત્રક જાહેર કરેલ છે. આ અરજી પત્રક ઉપર જણાવેલ વિવિધ સ્થળો પરથી તમે મેળવી શકો છો.

Form નીચે આપેલ લીંક પરથી Download કરી શકાશે.

Vahali Dikri Yojana પસંદગી પ્રક્રિયા

  • સૌ પ્રથમ વ્હાલી દિકરી યોજના અરજી ફોર્મ મંગાવવામાં આવશે.
  • ત્યારબાદ સંબંધિત પ્રાદેશિક અધિકારીઓ દ્વારા અરજીપત્રોની જરૂરી ચકાસણી કરવામાં આવશે.
  • ત્યારબાદ લાભાર્થીઓની યાદી તૈયાર કરવામાં આવશે.
  • અંતે રકમ લાભાર્થીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

વ્હાલી દીકરી યોજના અગત્યની માહિતી

  • બાળકીના જન્મનાં 12 મહિનાની અંદર જ તમારે આ યોજના માટે ફૉર્મ ભરી દેવાનું રહેશે.
  • યોજના હેઠળ જો લાભાર્થી દીકરીનું 18 વર્ષ ની ઉંમર પહેલા અવસાન થઈ જાય છે, તો સહાયની રકમ મળવાપાત્ર રહેતી નથી.
  • યોજના ની સમયમર્યાદામાં વધારો કરવામાં આવેલ છે. કોરોના તથા લોકડાઉનને કારણે અરજી ન કરી શકનાર વાલીઓ માટે આ મુદ્દતમાં વધારો કરવામાં આવેલ છે. જેમાં તારીખ 02-08-2019 થી તારીખ 3103-2020 સુધીમાં જન્મેલ દીકરીના કિસ્સામાં અરજી કરવાની સમયમર્યાદા માં 6 મહિનાનો વધારો કરવામાં આવેલ છે. દીકરીના જન્મની તારીખથી 18 મહિનાની અંદર યોજના માટે અરજી કરવાની રહેશે.

Objectives of the Gujarat Vahali Dikri Yojana – યોજનાનો હેતુ

  • મહિલા સશક્તિકરણ.
  • કન્યાઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરો.
  • શાળાઓમાંથી છોકરીઓના ભણતર છોડવાના દરમાં ઘટાડો કરવો.
  • સમગ્ર રાજ્યમાં સ્ત્રી-પુરુષ નો સેક્સ રેશિયો સુધારવો.

Vahali Dikri Yojana – વિશેષતાઓ

  • આ યોજનામાં સંપૂર્ણપણે સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ છે.
  • સરકાર રૂ. 1,10,000 લાભાર્થીઓને સહાય કરે છે.
  • અરજદારો ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડ દ્વારા અરજી કરી શકે છે.
  • લાભાર્થીઓને બેંક ટ્રાન્સફર દ્વારા સીધી તેમના બેંક ખાતામાં નાણાકીય સહાય મળશે.

વ્હાલી દીકરી યોજના – આધિકારિક વેબસાઇટ

wcd gujarat government

ગુજરાત સરકારનું પોર્ટલ

Digital portal gujarat


ગુજરાત વ્હાલી દીકરી યોજના

FAQ : વારંવાર પૂછાતા પ્રશ્નો

Q. આવક અંગેનું પ્રમાણપત્ર, રેશનકાર્ડ મુજબ કુંટુબના વડા એટલે કે દીકરીના દાદાનું ચાલે?

Ans. દીકરીના માતા-પિતા નું આવક અંગેનું પ્રમાણપત્ર માંગેલ હોવાથી દાદા નું પ્રમાણપત્ર ના ચાલે.

Q. દિકરી યોજનાનો લાભ લેવા માટે વાલીની આવક મર્યાદા કેટલી છે?

Ans. યોજનાનો લાભ લેવા માટે વાલીની આવક મર્યાદા 2,00,000 (બે લાખ) છે.

Q. દિકરી યોજના માં કેટલો લાભ મળે છે?

Ans. આ યોજના હેઠળ દીકરીને ત્રણ અલગ અલગ હપ્તામાં રૂપિયા 1,10,000 ગુજરાત સરકાર આપે છે.
પ્રથમ હપ્તો – પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4,000 મળશે.
બીજો હપ્તો – નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000 મળશે.
છેલ્લો હપ્તો – 18 વર્ષની ઉંમરે તેના ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે કુલ 1,00,000 (એક લાખ) સહાય મળશે.

મિત્રો આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. 

તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. 

ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

******* આ પણ વાંચો ********

વિધવા સહાય યોજના 2022

ગુજરાત સરકારી યોજનાઓની યાદી 2022 PDF

*** Advertisement ***

*** નીચે ના બટન પર થી ફેસબુક વોટ્સેપ વગેરે માં શેર કરો.***

Green Gujarati
Green Gujarati
www.greengujarati.com એક ગુજરાતી બ્લોગિંગ વેબસાઇટ છે જે વિવિધ વિષયો પર માહિતી પ્રદાન કરે છે. વિવિધ વિષયો પર માહિતી એકઠી કરવી અને તેને વાચકો સુધી પહોંચાડવાનું કામ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે.
RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular