વ્હાલી દીકરી યોજના
યોજનાનો હેતુ લાભ કોને મળે? યોજનાના ફાયદા મુખ્ય મુદ્દાઓ જરૂરી ડોક્યુમેન્ટ સહાયની રકમ અધિકૃત વેબસાઈટ અરજી પ્રક્રિયા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી
વ્હાલી દીકરી યોજના
આ યોજના હેઠળ દીકરીને કુલ 1,10,000 (એક લાખ, દસ હજાર) રૂપિયાની મદદ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. જેમા 3 અલગ અલગ હપ્તામાં રૂપિયા 1,10,000 ગુજરાત સરકાર આપે છે.
પ્રથમ હપ્તો- પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે 4,000 મળશે. બીજો હપ્તો- નવમાં ધોરણમાં પ્રવેશ વખતે 6000 મળશે. છેલ્લો હપ્તો- 18 વર્ષની ઉંમરે તેના ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે કુલ 1 લાખ સહાય મળશે.
વ્હાલી દીકરી યોજના લાભ કોને મળે?
02.08.2019 બાદ જન્મેલ દીકરીઓને યોજના નો લાભ મળે છે. યોજના નો લાભ લેવા માટે તમે ગુજરાતના જ નાગરિક હોવા જોઈએ. વાર્ષિક આવક મર્યાદા બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ.
જરૂરી અગત્યની માહિતી
વ્હાલી દીકરી યોજના– વેબસાઇટ : https://wcd.gujarat.gov.in/ ગુજરાત સરકારનું પોર્ટલ : https://gujaratindia.gov.in/ જાણો અન્ય સરકારી યોજના વિશે પણ