Vidhva Sahay yojana Gujarat list, વિધવા સહાય યોજના Online, વિધવા સહાય યોજના 2022 ફોર્મ PDF, ગંગા સ્વરૂપ યોજના ફોર્મ pdf, Ganga Swaroop Yojana, વિધવા પેન્શન યોજના 2022, Vidhva Sahay Yojana Gujarat Form PDF, Vidhva Sahay Yojana Benefits, Vidhva Sahay Yojana Online Check Status Gujarat
Vidhva Sahay yojana Gujarat list : વિધવા સહાય યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વિધવા મહિલાઓને માસિક ધોરણે પેન્શન આપવામાં આવે છે. આ યોજના ને સન્માનજનક નામ આપી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના જાહેર કરવામાં આવેલ છે.જૂની યોજનામાં સુધારો કરીને હવે વિધવા મહિલાને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.
Vidhva Sahay yojana Gujarat list 2022 – વિધવા સહાય યોજના
નિરાધાર વિધવા બહેનો આપણા સમાજમાં સન્માનપૂર્વક જીવન પસાર કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના) શરૂ કરવામાં આવી છે. લાભાર્થી મહિલાને દર મહિને સીધી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા શું છે? આ યોજનામાં અરજી માટે પાત્રતાના માપદંડ અને જરૂરી દસ્તાવેજો શું છે? આ બધા પ્રશ્નોના જવાબો તમને આ લેખમાં આપવામાં આવશે.
Gujarat Vidhva Sahay Yojana New Updates – નવા સુધારા
- વિધવા સહાય યોજના ને સન્માનજનક નામ આપી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના જાહેર કરવામાં આવી છે.
- જૂની યોજનામાં સુધારો કરીને હવે વિધવા મહિલાને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.
- બે તબક્કામાં સહાયની રકમને વધારવામાં આવી છે પહેલા તબક્કામાં સહાયની રકમ 750 થી વધારીને 1000 અને બીજા તબક્કામાં 1000 થી વધારીને 1250 કરવામાં આવી છે.
- રાજ્યમાં 33 જિલ્લાઓમાં આ યોજના મારફતે સહાય ચૂકવવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં 7,66,740 (સાત લાખ, છાસઠ હાજર, સાતસો ચાલીસ) વિધવા મહિલાઓને આર્થિક સહાય ચૂકવાય છે.
Details Of Vidhva Sahay Yojana – યોજનાની વિગતો
યોજનાનું નામ | વિધવા સહાય યોજના (ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના) |
લાભ કોને મળશે | નિરાધાર વિધવા બહેનોને |
યોજનાના ફાયદા | 1250 રૂપિયા દર મહિને સહાય કરવામાં આવશે |
યોજનાનો ઉદ્દેશ | વિધવા બહેનોને સારું જીવન જીવવાની તક આપવાનો |
ફોર્મ ક્યાંથી મળશે | ગ્રામપંચાયત/તલાટી/મામલતદાર/જન સેવા કેન્દ્ર કચેરી ખાતેથી તથા online |
ફોર્મ ક્યાં જમા કરાવવું | ગ્રામપંચાયત/તલાટી/મામલતદાર કચેરી ખાતે તથા online |
વિધવા સહાય યોજના લાભ કોને મળે – Eligibility Criteria
- 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની વિધવા બહેનોને આ યોજના નો લાભ મળે છે.
- આ યોજના નો લાભ મેળવવા માટે ગ્રામ્ય વિસ્તાર માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 1,20,000 (એક લાખ, વીસ હજાર) અને શહેરી વિસ્તાર માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 1,50,000 (એક લાખ, પચાસ હજાર) સરકાર દ્વારા રાખવામાં આવી છે.
- આ યોજનાનો લાભ મેળવનાર 18 થી 40 વર્ષની તમામ બહેનોને ફરજીયાત 2 વર્ષમાં સરકાર માન્ય કોઈપણ ટ્રેડની (વ્યવસાયલક્ષી) તાલીમ લેવાની રહેશે.
******* આ પણ વાંચો ********
ગુજરાત સરકારી યોજનાઓની યાદી 2022 PDF
વ્હાલી દીકરી યોજના – Gujarat Vahali Dikri Yojana 2022
Benefits – વિધવા સહાય યોજના ના ફાયદા
- વિધવા બહેનોને દર મહિને તેમના પોસ્ટ અથવા બેંક (WFA) ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) થી રૂપિયા 1250 જમા કરવામાં આવશે.
- આ પેન્શનની રકમ દરેક મહિનાના પહેલા અઠવાડિયામાં લાભાર્થી બહેનોના ખાતામાં જમા કરવામાં આવશે.
- વિધવા સહાય મેળવતા લાભાર્થી બહેનનું જો અકસ્માતે મૃત્યુ થાય તો સરકારની ગુજરાત સામૂહિક જૂથ(જનતા) અકસ્માત વિમા યોજના અંતર્ગત તેમના વારસદાર ને રૂપિયા 1,00,000 (એક લાખ) ની આર્થિક સહાય મળવાપાત્ર છે.
Gujarat Vidhva Sahay Yojana Documents Required – જરૂરી ડોક્યુમેન્ટ
અરજી સાથે નીચે જણાવ્યા મુજબનાં પુરાવાઓની પ્રમાણિત નક્લો સામેલ કરવાની રહેશે.
ક્રમ | ડોક્યુમેન્ટ નું નામ |
1 | લાભ લેનાર અરજદારની અરજી (પરિશિષ્ટ-૧/૮૬ મુજબ ) |
2 | લાભ લેનાર અરજદારનું સોગંદ નામુ (પરિશિષ્ટ ૨/૮૬ મુજબ ) |
3 | આવકનો દાખલો (પરિશિષ્ટ ૩/૮૬ મુજબ ) |
4 | વિધવા છે તે અંગેનું પ્રમાણ પત્ર (પરિશિષ્ટ ૪/૮૬ મુજબ ) |
5 | અરજદારના પતિના મૃત્યુ નો દાખલો |
6 | અરજદાર મહિલાના શૈક્ષણિક લાયકાતના અંગેના પ્રમાણપત્રો. |
7 | મૈયતના વારસદારોનું પેઢીનામું. |
8 | અરજદારના રેશનકાર્ડની નકલ. |
9 | બે પાસપોર્ટ સાઇઝના ફોટા |
10 | આધાર કાર્ડની નકલ |
11 | બેંક અથવા પોસ્ટ પાસબુક |
12 | અરજદારના બાળકોની ઉમરના પુરાવા, જન્મના દાખલા. |
13 | દસ વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં વસવાટ કરતા હોય તે અંગેનું પ્રમાણપત્ર. |
14 | પુનઃ લગ્ન કરેલ નથી તે બદલનું પ્રમાણપત્ર. (દર વર્ષે જુલાઈ માસમાં મામલતદાર કચેરી/તલાટીશ્રીની રૂબરૂમાં કરાવેલ.) |
15 | 18 થી 40 વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું તલાટીશ્રીની રૂબરૂનું બાંહેધરી પત્ર. |
16 | અરજદાર (વિધવા) નો જન્મનો દાખલો અથવા સ્કુલ લિવીંગ સર્ટીફીકેટ. આ બેમાંથી કોઈપણ ન હોય તો સરકારી દવાખાના/સીવીલ હોસ્પિટલ/સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા નગરપાલિકા સંચાલિત દવાખાના સુપ્રિટેન્ડન્ટ/તબિબિ અધિકારી નો ઉમર અંગેનો દાખલો. |
Beneficiary Selection (વિધવા સહાય યોજના online) – લાભાર્થીની પસંદગી
તમારા અરજી ફોર્મ સબમિટ કર્યા પછી, દસ્તાવેજો સાથે અરજીમાં ભરેલી તમારી વિગતો સત્તાવાળાઓ દ્વારા ચકાસવામાં આવશે. ચકાસણી પછી, જો તમારી અરજી મંજૂર કરવામાં આવે તો તમે મંજૂરી પત્ર મેળવી શકો છો અને યોજનાનો લાભ લઇ શકો છો.
Application Fee – ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અરજી ફી
આ યોજના હેઠળ તમારી નોંધણી કરવા માટે માત્ર 20 રૂપિયાની અરજી ફી ભરવાની રહેશે.
Application Process – વિધવા સહાય યોજના 2022 ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું?
આ ફોર્મ ઓનલાઇન તથા ઓફલાઇન બંને રીતે ભરી શકો છો. ગુજરાત સરકાર દ્વારા આ માટે ઓનલાઈન અરજીઓ બાબતેની કામગીરી ગ્રામપંચાયત/તલાટી/મામલતદાર/જન સેવા કેન્દ્ર કચેરી ખાતે Digital Gujarat Portal પરથી કરી શકાય છે.
- સૌપ્રથમ ગ્રામપંચાયત /તલાટી /મામલતદાર /જન સેવા કેન્દ્ર કચેરી ખાતેથી વિધવા સહાય યોજના ફોર્મ મેળવી દરેક વિગત બરાબર ભરવી અને સંબંધિત અધિકારી ના સહી-સિક્કા કરાવી લેવા.
- ગ્રામપંચાયત કક્ષાએ VCE (Village Computer Entrepreneur) પાસેથી Digital Gujarat Portal પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
- તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતેથી કોમ્પ્યુટર ઓપરેટર મારફતે Digital Gujarat Portal પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
Vidhva Sahay Yojana Gujarat Form PDF – ગંગા સ્વરૂપ યોજના ફોર્મ PDF – અરજી ફોર્મ
વિધવા સહાય યોજના 2022 ફોર્મ pdf : આ યોજના માટેનું ફોર્મ તમે સરકારની ઓફીસીયલ વેબસાઇટ પરથી ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો.
Official website : સરકારની ઓફીસીયલ વેબસાઇટ
Download Form : વિધવા સહાય યોજના 2022 ફોર્મ pdf
- Indira Gandhi National Widow Pension Scheme (IGNWPS)
- Destitute Widow Pension Scheme (DWPS)
આ યોજનાનો લાભ મેળવવા માટે ઉપરની બે યોજના ના નિયમો મુજબ અરજીઓના નમૂના અલગ અલગ છે. જેથી જેની પાત્રતા ધરાવતા હોય તેનું અરજીફોર્મ ભરવાનું રહેશે. પરંતુ અરજદારોને યોજનાની સહાયની રકમ એકસરખી દર મહિને RS. 1250 જ મળશે.
[ggWhatsappButton]
[ggTelegramButton]
Vidhva Sahay Yojana – વિધવા સહાય યોજના Online Apply માટેની વેબસાઈટ
Digital Gujarat Portal – Click Here
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચાલુ રાખવા માટેની શરતો
- 18 થી 40 વર્ષની વય જુથના અરજદારોએ એક વર્ષની અંદર કોઈપણ સરકાર માન્ય ટ્રેડની તાલીમમાં જોડાવવા અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- અરજદારોએ દર વર્ષે જુલાઈ મહિનામાં તેમણે પુન:લગ્ન કર્યા નથી તે અંગેનું તલાટીશ્રીનું/સંબંધિત અધિકારીનું પ્રમાણપત્ર મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે.
- આ યોજનાનો લાભ ચાલુ રાખવા માટે અરજદારોએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ મહિનામાં મામલતદાર ની કચેરીમાં રજુ કરવાનું રહેશે.
Vidhva Sahay Yojana Online Check Status Gujarat – અરજીનું Online Stutus કેવી રીતે જાણી શકાય?
- https://nsap.nic.in/ આ વેબસાઈટ ઓપન કરો.
- NSAP વેબસાઈટ ખોલ્યા બાદ મેનુ માંથી Reports પર ક્લિક કરવું.
- Reports માં Beneficiary Search, Track and payment details માં જવું.
- ત્યારબાદ “Pension Payment Details” [New] પર ક્લિક કરવું.
- લાભાર્થી 3 રીતે પોતાની Online Application નું Stutus જાણી શકશે.
- Sanction Order No / Application No / Mobile No આ ત્રણમાંથી કોઈ એક એન્ટર કરીને “SUBMIT” બટન પર ક્લિક કરવાથી પેન્શન વિશે ની બધી માહિતી ડિસ્પ્લે થશે.
લાભાર્થીની પસંદગી
તમારા અરજી ફોર્મ સબમિટ કર્યા પછી, દસ્તાવેજો સાથે અરજીમાં ભરેલી તમારી વિગતો અધિકારીઓ દ્વારા ચકાસવામાં આવશે. ચકાસણી કર્યા પછી, જો તમારી અરજી મંજૂર કરવામાં આવે તો તમે મંજૂરી પત્ર એકત્રિત કરી શકો છો.
Vidhva Sahay Yojana Helpline Number
18002335500 નંબર પર ગુજરાત ડીજીટલ પોર્ટલ બાબતે વધુ માહિતી લઈ શકાય છે.
FAQ – Ganga Swaroop Yojana
Q. વિધવા સહાય યોજના લાભ કોને મળવા પાત્ર છે?
Ans. 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની વિધવા બહેનોને યોજનાનો લાભ મળે છે. ગ્રામ્ય વિસ્તાર માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 રાખવામાં આવી છે.
Q. વિધવા સહાય યોજનામાં કેટલી સહાય મળે છે?
Ans. વિધવા બહેનોને દરેક મહિનાના પહેલા અઠવાડિયામાં તેમના પોસ્ટ અથવા બેંક ખાતામાં સીધા રૂપિયા 1250 જમા કરવામાં આવશે.
Q. વિધવા સહાય યોજનામાં ક્યા ક્યા સુધારા કરવામાં આવ્યા છે?
Ans. જૂની યોજનામાં સુધારો કરીને હવે વિધવા મહિલાને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.
યોજનાનો લાભ મેળવનાર 18 થી 40 વર્ષની તમામ બહેનોને ફરજીયાત 2 વર્ષમાં સરકાર માન્ય કોઈપણ ટ્રેડની (વ્યવસાયલક્ષી) તાલીમ લેવાની રહેશે.
મિત્રો "વિધવા સહાય યોજના ફોર્મ pdf" આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.
******* આ પણ વાંચો ********
ગુજરાત સરકારી યોજનાઓની યાદી 2022 PDF
વ્હાલી દીકરી યોજના – Gujarat Vahali Dikri Yojana 2022