સ્પિનના જાદૂગર વોર્નની વિદાય: શેન વોર્ન થાઈલેન્ડના વિલામાં બેભાન અવસ્થામાં મળ્યો હતો.  હૃદયરોગના હુમલાને લીધે તેમનું અવસાન થયું છે. વિશ્વના મહાન સ્પિનરોમાં વોર્નનું નામ પ્રથમ સ્થાને હતું.

અવસાન ના 12 કલાક પહેલાં ટ્વીટ કરી રોડ માર્શના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. વોર્નની ઉંમર ૫૨ વર્ષ હતી.  આટલી નાની વયે તેમના અવસાનથી ક્રિકેટના દિગ્ગજ શોકમાં ગરકાવ થઇ ગયા છે.

અવસાન ના થોડા કલાક પહેલા સુધી તેઓ સંપૂર્ણ સ્વસ્થ હતા. હાલ તેઓ નિવૃત્ત જીવન ગાળી રહ્યા હતા અને કોમેન્ટેટર તરીકે સેવા પણ આપી રહ્યા હતા. થાઈલેન્ડમાં તેઓ વેકેશન ગાળી રહ્યા હતા.

વોર્ન તેના થાઈલેન્ડના વિલામાં નિંદ્રાધિન અવસ્થામાં મૃત જોવા મળ્યા હતા. ડોક્ટરો દ્વારા તમામ પ્રયત્ન વચ્ચે પણ તેમને બચાવી શકાયા ન હતા. પરિવારના સભ્યો ટૂંક સમયમાં તેમના મૃત્યુની પૂર્ણ માહિતી આપશે.

શેન વોર્ન વિશ્વના મહાન સ્પિન બોલર હતા. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયામાં 13 સપ્ટેમ્બર,1969ના રોજ જન્મેલા. કરિયર: ટેસ્ટ: 145 વનડે: 194 ટેસ્ટમાં વિકેટ: 708 વનડેમાં વિકેટ: 293 ફર્સ્ટ ક્લાસ વિકેટ: 1319 

ભારત સામે 1992માં ડેબ્યુ કર્યું હતું વોર્ને ભારત સામે 1992માં સિડની ટેસ્ટમાં ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. વોર્ને અંતિમ ટેસ્ટ મેચ જાન્યુઆરી, 2007માં ઈંગ્લેન્ડ સામે સિડનીમાં રમ્યા હતા. 

ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ વોર્ને વર્ષ 2008માં IPLની ટીમ રાજસ્થાન રોયલ્સના કોચ અને કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવી હતી  અને ટીમને IPLમાં ચેમ્પિયન બનાવી હતી.

બોલ ઓફ ધ સેન્ચ્યુરી નો ખિતાબ પણ તેમને મળેલો છે. વોર્ન સચિન તેંડુલકર અને બ્રાયન લારાને સૌથી ઘાતક બેટ્સમેન માનતા હતા. સ્પિન બોલિંગના જાદુગર તરીકે દુનિયા તેમને હંમેશા યાદ રાખશે.

સ્ટીવ વો સાથે ક્યારેય ન બન્યું 2016માં વોર્ને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું- અનેક કેપ્ટન જોયાં, પરંતુ સ્ટીવ વો સૌથી ખરાબ હતો. સ્ટીવ વો માત્ર પોતાના અંગે વિચારતો હતો.