સોમનાથ મંદિર નો ઇતિહાસ

Somnath Mandir - સોમનાથ મંદિર, ભારતનું એક સૌથી આદરણીય અને પવિત્ર મંદિર માનવામાં આવે છે.

ભગવાન શિવને સમર્પિત, 12 પ્રખ્યાત જ્યોતિર્લિંગ મંદિરોમાંનું એક સોમનાથ મહાદેવ મંદિર છે.

Somnath Temple History In Gujarati

સોમનાથ' શબ્દનો અર્થ 'ચંદ્ર ભગવાન ના ભગવાન' છે, જે ભગવાન શિવનો ઉલ્લેખ કરે છે કારણ કે તેઓ તેમના માથા પર ચંદ્ર પહેરવા માટે જાણીતા છે

સોમનાથ મહાદેવ મંદિર સોનામાં સોમરાજ (ચંદ્ર દેવ) દ્વારા બનાવવામાં આવ્યું હતું

રાવણે ચાંદીમાં, લાકડામાં કૃષ્ણ દ્વારા, અને પત્થરમાં સોલંકી રાજપૂતોએ 11 મી સદીમાં બનાવયુ હતું

મંદિરની દરિયાઇ સુરક્ષા દિવાલ પર બાણ સ્તંભ પણ જોઈ શકાય છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મંદિર એવી જગ્યા એ છે કે એન્ટાર્કટિકા સુધી સોમનાથ દરિયા કિનારે સીધી રેખામાં કોઈ જમીન નથી

બાણ સ્તંભ

ઇતિહાસ મુજબ મંદિરને મુસ્લિમ શાસકો દ્વારા 17 વાર નાશ કરવામાં આવ્યું હતું.

ઈ.સ. 1024 માં મહેમૂદ ગઝની, 1299 માં અલ્લાઉદ્દીન ખિલજી,1451 માં મોહમ્મદ બેગડા અને ઓરંગઝેબ દ્વારા 1702 માં નાશ કરવામાં આવ્યું હતું

એક સમયે મંદિર એટલું શ્રીમંત હતું કે તેમાં 300 સંગીતકારો,500 નૃત્ય કરનારાઓ,300 સેવા કરનારાઓ હતાં

મહમૂદ ગઝની સાથે લડત બાદ કહેવામાં આવે છે કે 70,000 વીરો શહીદ થયા હતા.

નાયબ વડાપ્રધાન સરદાર પટેલ 1947 માં જુનાગઢ આવ્યા હતા અને સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો આદેશ આપ્યો.

11 મે,1951ના રોજ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદના હસ્તે સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી

મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય

દરિયાકાંઠાનું શહેર હોવાને કારણે સોમનાથમાં આખા વર્ષ દરમિયાન ભેજનું વાતાવરણ અનુભવાઈ છે

સોમનાથ મંદિરની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય ઓક્ટોબર થી ફેબ્રુઆરી ના ઠંડા મહિનામાં છે

સોમનાથના જોવા લાયક સ્થળો

રૂદ્રેશ્વર મંદિર

ગીતા મંદિર

ભાલકા તીર્થ

ત્રિવેણી સંગમ મંદિર

સૂરજ મંદિર

સોમનાથ મ્યુઝિયમ

સોમનાથ બીચ

પંચ પાંડવ ગુફા

વલ્લભઘાટ -સનસેટ પોઇન્ટ

કામનાથ મહાદેવ મંદિર

01.

02.

03.

04.

05.

06.

07.

08.

09.

10.

* સોમનાથ થી દ્વારકા 236 કિલોમીટર દૂર છે.

* સોમનાથ મંદિર માં 72 સ્તંભો છે

* સોમનાથ ની મુલાકાત માટે 1 દિવસ પૂરતો છે.