મોબાઇલની બેટરી લાઇફ વધારવાની 15 રીતો

* હાલ ના સમય માં વારંવાર સ્માર્ટફોન ચાર્જ કરવો એ સૌથી મોટું ટેન્શન છે.

* કેટલીક એવી રીતો છે જેના દ્વારા તમારા મોબાઇલ ની બેટરી લાઇફ વધારી શકાય છે

ચાલો જાણીએ એ 15 રીતો

1. સ્ક્રીન ટાઈમ આઉટ ઘટાડવી

 ફોનમાં એક સેટિંગ છે કે ડિસ્પ્લે કેટલો સમય બંધ હોવો જોઈએ જ્યારે ઉપયોગમાં ન હોય.આ સમય ઓછો કરો

આ માટે સેટિંગ્સ>ડિસ્પ્લે>Screen Timeout પર જાઓ.તેને 30 મિનિટને બદલે 10 સેકન્ડ કરો.

2. મોબાઇલ ચાર્જિંગ સમય

બેટરી ચાર્જિંગ 50 થી 80% ટકા રાખવાનું ટ્રાય કરવો જોઈએ.એનાથી બેટરી લાઇફ વધશે

ઘણા લોકો બેટરી ચાર્જિંગ 10 કે 20 ટકા થઈ જાય પછી ચાર્જ કરતાં હોય છે જે બેટરી લાઇફને ખૂબ જ નુકસાન કરે છે.

3. બ્લૂટૂથ, વાઇફાઇ, હોટસ્પોટ બંધ કરો 

* આપણે ઘણીવાર બિનજરૂરી રીતે તેમના બ્લૂટૂથ,વાઇફાઇ,હોટસ્પોટ જેવા વિકલ્પોને કામ વગર ચાલુ કરી દે છે અથવા બંધ કરવાનું ભૂલી જાય છે. આમાં ફોનની બેટરીનો વપરાશ વધે છે

4. સ્માર્ટફોનની ડિસ્પ્લેની બ્રાઇટનેસ ઓછી કરો

* આ માટે, સેટિંગ્સ > ડિસ્પ્લે પર જાઓ અને પછી બ્રાઇટનેસ પસંદ કરો.

* ત્યાં ઓટો બ્રાઇટનેસ પસંદ કરો.

* તેને ચાલુ કરો અથવા બ્રાઇટનેસ ઘટાડીને સેવ કરો

5. હંમેશા સ્ટાન્ડર્ડ ઓરીજનલ ચાર્જરનો ઉપયોગ કરો

* ફોનને સ્ટાન્ડર્ડ ચાર્જિંગ સાથે ચાર્જ કરવાનું વધુ સારું છે. સ્માર્ટફોનની બેટરી લાઇફ  આમ કરવાથી વધશે

6. બિનઉપયોગી એપ્લિકેશને દૂર કરો 

એપ્લિકેશન્સ કે જે ઇન્સ્ટોલ કરી છે પરંતુ હવે ઉપયોગમાં નથી. 

તેમને તરત જ ફોનમાંથી અનઇન્સ્ટોલ કરો. 

સેટિંગ્સ> એપ્લિકેશન્સ પર જઈને બિનજરૂરી એપ્લિકેશન્સને અનઇન્સ્ટોલ કરી દો.

7. જરૂર ન હોય તો મોબાઈલ ડેટા બંધ કરો

* જો તમારા સ્માર્ટફોનનો મોબાઈલ ડેટા હંમેશા ચાલુ રહે છે, તો પછી તમારા સ્માર્ટફોનની બેટરી ઝડપથી ખતમ થવા લાગે છે

* જરૂર ન હોય તો મોબાઈલ ડેટા બંધ કરો.

8. વધુ બેટરી વાપરતી એપ્સ દૂર કરો

સેટિંગ્સ> ડિવાઇસ કેર>બેટરી >બેટરી યુસેજ (Battery usage) પર જઈને કઈ એપ્લિકેશન્સ વધુ બેટરી વાપરે છે તે તપાસો

જો તમને લાગે કે આ એપ્સ ઉપયોગી નથી, તો તેને ફોન પરથી દૂર કરો.

9. બેટરી સેવર મોડ / પાવર સેવર મોડનો ઉપયોગ કરો

* ફોનનો આ વિકલ્પ તમારા બેટરી બેકઅપને વધારવામાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે

* આ વિકલ્પ ફોનની કામગીરીને મર્યાદિત કરે છે અને ફોનની બેટરી લાઇફ વધારે છે.

10. હંમેશા ફોન પર નવી અપડેટ ડાઉનલોડ કરો

* અપડેટ્સ કામગીરીમાં વધારો કરે છે અને બેટરી પરનો ભાર ઘટાડે છે

* તેથી એપ્લિકેશન્સ અને OS ને અપડેટ કરતા રહો.

11. બિનજરૂરી વિજેટ્સ દૂર કરો.

12. સિગ્નલ ઓછું હોય ત્યારે ફ્લાઈટ મોડ ચાલુ કરો

13. જરૂર ન હોય ત્યારે GPS બંધ કરો

14. ફોનને ઠંડો રાખો

15. ઓરિજિનલ સ્પરેપાર્ટ્સ જ રિપ્લેસ કરવા