પોષકતત્વોનો ભંડાર છે મૂળા સુગર લેવલ અને બ્લડ પ્રેશર  કંટ્રોલમાં રહે છે.

મૂળાને આપણે સામાન્ય રીતે  સલાડ તરીકે ખાઈએ છે. મૂળાની  અનેક રેસિપીઓ છે. જેમ કે,  મૂળાનાં પરાઠા, મૂળાનું અથાણું,  મૂળાની ભાજી વગેરે. 

તેમાં અનેક પ્રકારનાં પોષકતત્વો  હોય છે જે સ્વાસ્થ્યને ફાયદો કરે છે.  તો ચાલો મૂળા અને તેના પાંદડાઓ  ખાવાથી થતાં ફાયદાઓ વિશે  વિગતવાર જાણીએ.

મૂળા બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં  મદદ કરે છે. મૂળામાં અનેક પ્રકારનાં પોષકતત્વો સામેલ હોય છે, જે  ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.  તે લોહીમાં સુગરનાં સ્તરને  નિયંત્રિત કરે છે.

મૂળા પેટ માટે ફાયદાકારક હોય છે.  તેમાં રહેલ ફાઇબર આંતરડામાંથી  ગંદકી બહાર કાઢવામાં મદદ કરે છે  અને કબજિયાતને દૂર કરવામાં  મદદ કરે છે.

મૂળા કેન્સર વિરોધી છે. મૂળા કેન્સર  પેદા કરનારા પદાર્થો અને ગાંઠનાં  વિકાસને અટકાવામાં મદદ કરે છે. www.GreenGujarati.com

મૂળા રોગપ્રતિકારક શક્તિ મજબૂત  બનાવે છે. મૂળાના પાનમાં ભરપૂર  માત્રામાં ફોસ્ફરસ અને આયર્ન  હોય છે,  જે ઈમ્યુનિટી વધારવામાં મદદ  કરે છે. તે હિમોગ્લોબિન અને  એનિમિયાની ઉણપને દૂર કરે છે.

પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે  ફાઇબરનું સેવન ખૂબ જ જરૂરી છે. મૂળાના પાનમાં પૂરતા પ્રમાણમાં  ફાઇબર હોય છે. પાચનક્રિયા  નબળી હોય તો દરરોજ મૂળાના  પાનમાંથી બનેલા રસનું સેવન કરો.

લો બ્લડપ્રેશરના દર્દીઓ માટે  મૂળાના પાનનો રસ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં રહેલ  સોડિયમની માત્રા શરીરમાં મીઠાની  કમીને પૂરી કરે છે અને આ સમસ્યાનો  ઇલાજ કરે છે.

 મૂળાના પાંદડાના રસનું સેવન  પાઈલ્સની સમસ્યાને દૂર કરવા માટે  કરી શકાય છે. મૂળાનાં પાનનું સેવન  કરવાથી શરીરમાં બળતરાની  સમસ્યા દૂર થાય છે.