2022 કન્યા રાશિના લોકો માટે અનુકૂળ રહેશે. આ વર્ષે તમે આર્થિક રીતે સમૃદ્ધ રહેશો કારકિર્દીની દ્રષ્ટિએ કન્યા રાશિના લોકોને અનુકૂળ પરિણામ મળશે.

કન્યા રાશિ ભવિષ્ય 2022

રાશિ ના અક્ષર: પ,ઠ,ણ | Pa,Tha,Na રાશિ સ્વામી: બુધ | Mercury આરાધ્ય દેવ: ગણપતિ બાપા અનુકૂળ કલર: લીલો | Green લકી નંબર: 3, 9 અનુકૂળ દિશા: દક્ષિણ રાશિ ધાતુ: સોનું,ચાંદી

કન્યા રાશિ 2022

રાશિ રત્ન: પન્ના | Emerald રાશિ અનુકૂળ રત્ન: પન્ના,નીલમ,હીરા અનુકૂળ દિવસ: બુધ,શુક્ર,શનિ રાશિ સ્વભાવ: દ્વિસ્વભાવ | Dual nature રાશિ તત્વ: પૃથ્વી | Earth રાશિ પ્રકૃતિ: વાયુ | Air

કન્યા રાશિ ભવિષ્ય

યોગ્ય વિધિ કર્યા બાદ સોના,ચાંદીની વીંટી અથવા પેન્ડન્ટ માં પન્ના, નીલમ, હીરા પહેરો. યોગ્ય વિધિ કર્યા પછી 'શનિ યંત્ર' ની પૂજા કરો. વાદળી કલરના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.

જ્યોતિષીય ઉપાય

આ વર્ષે તમારા ધાર્યા કામમાં પ્રગતિ થશે પણ સાથે સાથે વધુ મહેનત કરવી પડશે સુખ સુવિધામાં વધારો થવાની શક્યતા છે કાનૂની અને સરકારી કામોમાં સફળતા મળશે એકંદરે વર્ષ પોઝિટિવ રહેશે

પોઝિટિવ

સગા સંબંધી સાથે સંપત્તિને લઈને થોડા વિખવાદ થશે જમીન-મકાનના કામોમાં થોડા સાવચેત રહેવાની જરૂર રહેશે નજીકના સંબંધીઓ અને મિત્રોને ને લઈને સંબંધોમાં સાચવવું

નેગેટિવ

આ વર્ષે નાણાકીય જીવનમાં ઉતાર-ચઢાવમાંથી પસાર થવું પડી શકે છે વર્ષની શરૂઆત આર્થિક રીતે નબળી રહેશે, પરંતુ ધીરે ધીરે ભાગ્ય તમારો સાથ આપતું જોવા મળશે એપ્રિલ પછી તમારી આવકમાં વધારો થશે

આર્થિક, સંપત્તિ

કરિયરની દૃષ્ટિએ જાન્યુઆરી, માર્ચ અને જૂન મહિના ખૂબ સારા રહેશે. મે મહિનાની શરૂઆતમાં ઈચ્છિત ટ્રાન્સફર મળી શકે છે. પરંતુ આ વર્ષે થોડો સમય એવો આવશે જેમાં તમારે નિરાશ થવું પડી શકે છે. 

કરિયર, કારકિર્દી

જેઓ લવ સંબંધમાં છે તેઓ તેમના જીવનસાથી સાથે લગ્ન કરી શકે છે.  2022 નું વર્ષ પ્રેમ જીવન માટે સારું રહેશે.  સાથી સાથે તમારા રોમેન્ટિક સંબંધો મજબૂત રહેશે

લવ, પ્રેમ જીવન

વર્ષની શરૂઆતમાં શિક્ષણ ક્ષેત્રે કેટલીક સમસ્યાઓ આવી શકે તમારે મહેનત પર વધુ ધ્યાન આપવું પડશે. આ દરમિયાન, અભ્યાસના લેખનમાં ઘણીવાર કેટલીક અવરોધો આવશે, પરંતુ એપ્રિલ પછીનો સમય સારો રહેશે.

વિદ્યાર્થી જીવન

વર્ષની શરૂઆત તમારા લગ્ન જીવન માટે અનુકૂળ રહેશે. લગ્ન યોગ્ય લોકો માટે આ વર્ષ સારા સમાચાર લઇને આવશે.  તમારો પ્રેમ લગ્ન તરફ આગળ વધશે

  લગ્ન જીવન