મોબાઈલ ની સ્પીડ કઈ રીતે વધારવી

* તમારા ફોનની સ્પીડ ને ઝડપથી વધારવા માટે અહીં 10 ટીપ્સની યાદી છે

* મોટાભાગના લોકો એન્ડ્રોઇડ એન્ટી-વાયરસ એપ ડાઉનલોડ કરે છે. છતાં પણ ઘણીવાર ફોન ખૂબ જ ધીમો ચાલી રહ્યો છે.

1. ફોન રીસ્ટાર્ટ કરો

જો ફોન વારંવાર હેન્ગ થઈ રહ્યો હોય અને કોઇપણ એપ્લિકેશન બરાબર કામ કરી રહી ના હોય તો સૌપ્રથમ ફોન એકવાર રિસ્ટાર્ટ કરી લેવો જોઈએ.

ઘણીવાર ફક્ત ફોન રીસ્ટાર્ટ કરવાથી બરાબર ચાલવા લાગે છે

2. હોમ સ્ક્રીન સાફ કરો

હવામાન, સમાચાર,લાઇવ વોલપેપર અને આવી સતત અપડેટ થતી અન્ય એપ્લિકેશનો હોમ સ્ક્રીન પર રાખવાથી ફોન ધીમો પડી જાય છે. 

બિનજરૂરી વિજેટ, લાઈવ વોલપેપર હોમ સ્ક્રીન પર થી રીમુવ કરી દેવા જોઈએ

3. બિનજરૂરી એપ અનઇન્સ્ટોલ કરો

ફોન પરની દરેક એપ મેમરી વાપરે છે. દરેક ફોનમાં મર્યાદિત મેમરી હોવાથી, તમે ઉપયોગ કરો છો તે જ એપ્લિકેશન્સ રાખવી જોઈએ.

બાકીની નકામી એપ અનઇન્સ્ટોલ કરી દેવી જોઈએ

4. ઇન્ટર્નલ મેમરી ફ્રી કરો

થોડા થોડા સમયે ઇન્ટર્નલ મેમરી ફ્રી કરો. નકામા ફોટો વિડીયોઝ ડીલીટ કરી દેવા જોઈએ.એપ ની કેચે મેમરી પણ ડીલીટ કરતા રહેવું જોઈએ

સેટિંગ્સ > એપ્લિકેશન્સ- એપ ની કેચે મેમરી ડીલીટ કરો

5. ફોન માં હંમેશા લેટેસ્ટ અપડેટ ઇન્સ્ટોલ કરો

મોટાભાગના ઉત્પાદકો બગ ફિક્સેસ અને સ્થિરતા સુધારણાવાળા નિયમિત અપડેટ્સ બહાર પાડે છે

ઓપરેટિંગ સિસ્ટમ અને બધી એપ માટે હંમેશા લેટેસ્ટ અપડેટ ઇન્સ્ટોલ કરતા રહો.

6. જરૂર ન હોય ત્યારે બ્લૂટૂથ, Wi-Fi બંધ કરો

જરૂર ન હોય ત્યારે બ્લૂટૂથ, Wi-Fi બંધ કરો. કામ વગર ચાલુ રાખવાથી બેટરી પાવર પણ વપરાશે અને રેમ પણ વપરાશે.

7. જરૂર ન હોય ત્યારે Location, Sync બંધ કરો

જરૂર ન હોય ત્યારે Location, Sync બંધ કરો. કામ વગર ચાલુ રાખવાથી બેટરી પાવર પણ વપરાશે અને રેમ પણ વપરાશે

આ નાની-નાની વસ્તુઓ કરવાથી ફોનની સ્પીડ માં ઘણો ફરક પડશે.

8. એપ્લિકેશન્સના હળવા (light weight) વર્ઝન ઇન્સ્ટોલ કરો

જો તમે મર્યાદિત મેમરી અને મર્યાદિત સ્ટોરેજવાળા ફોનનો ઉપયોગ કરી રહ્યા છો,

તો નબળી ઓપ્ટિમાઇઝ કરેલ એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી ઘણી નિરાશાઓ થઈ શકે છે

9. જાણીતા સ્ત્રોતોમાંથી એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરો

હંમેશા જાણીતા સ્ત્રોતોમાંથી એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરો.કોઈ APK કે કોઈ લીંક પરથી એપ્લિકેશન ઇન્સ્ટોલ ના કરો

પ્લેસ્ટોર પરથી જ App ઇન્સ્ટોલ કરવાનો આગ્રહ રાખો

10. ફોન ફેક્ટરી રીસેટ કરો

જો ઉપર જણાવેલ કોઈ પણ ઉપાય કામ ના લાગે તો એકવાર ફોન ને ફેક્ટરી રીસેટ જરૂરથી કરો.

પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે ફેક્ટરી રીસેટ કરતા પહેલા ફોન નું બધું જ બેકઅપ જરૂરથી લઈ લેવું.

Conclusion (નિષ્કર્ષ)

 ઉપર જણાવેલ ટિપ્સ નો ઉપયોગ કરી ને તમે તમારા ફોન ને ઝડપી બનાવી શકો છો.

નવો ફોન લઇ એ તો તેના વિવિધ સેટિંગ પણ જાણી લેવા જોઈએ.

મોબાઇલની બેટરી લાઇફ વધારવાની 15 રીતો 

જાણો તમારુ વાર્ષિક રાશિફળ 2022  * જાણો તમારો લકી નંબર * અનુકૂળ કલર *રાશિ સ્વામી, * આરાધ્ય દેવ