સ્માર્ટફોનમાં એટલા બધા ઓપ્શન છે કે આપણે મૂંઝવણમાં મૂકાઈ જઈએ છીએ. નવો ફોન લેતી વખતે, તમારે ધ્યાનમાં લેવું જોઈએ તેવા પરિબળો પર અહીં કેટલીક સરળ ટીપ્સ આપી છે 

તો ચાલો જાણીએ >>

શું તમે એક સાથે બહુ બધી એપ્લિકેશન ઓપન કરો છો? શું તમે  વિડિયો-સ્ટ્રીમિંગ એપ્સ, ગેમ્સ વધુ રમો છો? આ બધાનો ઉપયોગથી બેટરી જલ્દીથી વપરાય છે તો આ માટે 5000-6000 mah બેટરી વાળા ફોન લેવા

Battery - બેટરી

RAM, તમારા ફોનના પ્રોસેસર સાથે, ફોનની ઝડપ અને તેની કામગીરીની સરળતા નક્કી કરે છે જેટલી RAM વધુ તેટલો ફોન ઝડપી 2GB RAM પૂરતી છે, પણ જો તમારે ફોનનો ભારે વપરાશ છે તો 4GB RAM વાળો ફોન લેવો જોઈએ

RAM - રેમ

સ્ટોરેજ મેમરીનો ઉપયોગ OS,એપ્સ,વિડિયો,ફોટા અને ગીતો સ્ટોર કરવા માટે થાય છે સ્ટોરેજ ઓછામાં 64 GB હોવું જોઈએ વધુ ઉપયોગ વાળા માટે 128 GB બેસ્ટ છે

Storage - સ્ટોરેજ

વધુ મેગાપિક્સલ ધરાવતો કેમેરો વધુ સારા ફોટા આપે છે આ એક ગેરમાન્યતા છે. મેગાપિક્સેલ ઉપરાંત, સારી ગુણવત્તા વાળા ફોટા એ ISO સ્તર, અપર્ચર, ઓટોફોકસની ઝડપ જેવા પરિબળોનું કાર્ય છે.

Camera - કેમેરા

8-12 MP કેમેરા અને f/2.2 ના અપર્ચર ધરાવતો ફોન સામાન્ય યુઝર માટે બેસ્ટ છે ઓછા પ્રકાશમાં પણ સારા પરિણામો માટે 12-16 MP કેમેરાવાળા ફોન માટે જાઓ કે જેમાં f/2.0 અથવા તેનાથી ઓછું અપર્ચર હોય

Camera - કેમેરા

સ્માર્ટફોન કેમેરાની જેમ, ક્વાડકોર, ઓક્ટા કોર, સ્નેપડ્રેગન, મીડિયાટેક પ્રોસેસરો વિશે ઘણી હાઇપ છે. ખાસ, પ્રોસેસિંગ સ્પીડ જુઓ જે ગીગાહર્ટ્ઝ (GHz) માં વ્યક્ત કરવામાં આવે છે. 

Processor - પ્રોસેસર

જો તમે ઘણાં બધાં ફોટો/વિડિયો એડિટિંગ કરવા અથવા ઑનલાઇન ગેમ રમવા અને વીડિયો સ્ટ્રીમ કરવા જઈ રહ્યાં છો, તો ઝડપી પ્રોસેસર પસંદ કરો. સ્પીડ જેટલી વધારે છે, તેટલું ઝડપી પ્રોસેસર. 

Processor - પ્રોસેસર

5.5 થી 6 ઇંચ HD અથવા QHD ડિસ્પ્લે ધરાવતો ફોન સામાન્ય રીતે એક બેસ્ટ વિકલ્પ છે. આ તમને તમારા ખિસ્સા અથવા પર્સમાં લઈ જવામાં સરળ હોવા સાથે ખૂબ જ આકર્ષક મીડિયા અનુભવનો આનંદ માણવા દેશે.

Display - ડિસ્પ્લે

ઘણીવાર એન્ડ્રોઇડ OS ને ઉત્પાદકો દ્વારા ફીચર્સ ઉમેરવા માટે ચેન્જ કરવામાં આવે છે. જેનાથી ફોન ધીમો પડી શકે છે. તેથી, નિર્ણય લેતા પહેલા ફોન અજમાવી જુઓ.

Operating System ઓપરેટિંગ સિસ્ટમ

પ્રોસેસરની ઝડપ, મેમરી, કેમેરા અને ડિસ્પ્લેના સંદર્ભમાં તમે વેલ્યુ ચેઇનમાં ઊંચો જાઓ ત્યારે કિંમતો વધે છે તમારા ઉપયોગ અને બજેટને અનુકૂળ ફોન લેવો જોઈએ

Cost - કિમત