Homeજાણવા જેવુંVijay Rupani Resigns|વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું

Vijay Rupani Resigns|વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું

* Advertisement *

Vijay Rupani Resigns | વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું

  • રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું, તેમની સાથે નીતિન પટેલ પણ પહોંચ્યા.
  • આ દરમિયાન તેમણે કહ્યું કે પાર્ટીમાં સમય સાથે જવાબદારીઓ બદલાતી રહે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપનો આભાર વ્યક્ત કરતા રૂપાણીએ કહ્યું કે પાર્ટી તેમને જે પણ જવાબદારી સોંપશે તે તેઓ તેને પૂરી કરશે.
  • ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 11-9-2021, શનિવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે હું ભાજપનો આભાર માનું છું. વર્ષ 2016 માં વિજય રૂપાણીને તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલને હટાવીને ગુજરાત માં સત્તાની કમાન સોંપવામાં આવી હતી.
  • વિજય રૂપાણી પછી નવા મુખ્યમંત્રી કોણ બનશે તેની કોઈ માહિતી નથી. લોકો વિવિધ નામોની ચર્ચા કરવા લાગ્યા છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા નું નામ આમાં સૌથી આગળ છે. ગોરધન ઝડફિયા, પરસોતમ રૂપાલા જેવા અન્ય નામોની પણ ચર્ચા થઈ રહી છે.
  • ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સહુ કોઈને ચોંકાવી દીધા છે. આના પગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય તેવી પણ અટકળો ચાલી રહી છે.
  • આજે રૂપાણી સાથે ભાજપના પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ પહોંચ્યા હતા અને કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ કર્યો છે.
  • વિજય રૂપાણીએ અમદાવાદમાં વૈષ્ણોવદેવી સર્કલ નજીક સરદાર ભવનનું લોકાર્પણ કર્યું હતું, પછી વિજય રૂપાણી સીધા રાજભવન પહોંચ્યા હતા. વિજય રૂપાણી ત્યાંથી મીડિયાને બ્રીફિંગ આપીને રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.
  • આગામી વર્ષે ડિસેમ્બર 2022 માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે,તે પહેલા વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે.
  • સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે નવા નેતૃત્વ સાથે ભાજપ ગુજરાતમાં આગામી ચૂંટણી લડવા જઈ રહી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી, આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં ભાજપને કડક ટક્કર આપી રહી છે.

વિજય રૂપાણીએ શા માટે રાજીનામું આપ્યું?

  • ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 11-9-2021,શનિવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે હું ભાજપનો આભાર માનું છું. તેમણે કોઈ કારણ બતાવ્યું નથી કે શા માટે રાજીનામું આપ્યું.
  • 2017 ની ચૂંટણીમાં ભાજપને માત્ર 97 બેઠકો મળી હતી.આગામી 2022ની ચૂંટણીમાં 150 થી વધુ બેઠકો જીતવા માટે ભાજપ હવે તૈયારી કરશે.
  • વિજય રૂપાણીના રાજીનામા પાછળના સંગઠન સાથેના મતભેદો સહિતના મુખ્ય કારણો હોઈ શકે.

શું હવે ગુજરાતમાં વહેલી ચૂંટણી થશે?

  • ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી થવાના 15 મહિનાની વાર છે. નવેમ્બર, 2022 માં ભાજપ સરકાર ની મુદત પૂરી થાય છે.
  • ગુજરાતમાં ઉત્તરપ્રદેશની સાથે ફેબ્રુઆરીમાં જ વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે.

વિજય રૂપાણી પછી નવા મુખ્યમંત્રી કોણ બનશે ?


** Advertisement **

[ggWhatsappButton]


[ggTelegramButton]


FAQ – Vijay Rupani Resigns

Q. વિજય રૂપાણીએ શા માટે રાજીનામું આપ્યું? Why Vijay Rupani Resigns ?

Ans. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 11-9-2021, શનિવારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે કહ્યું કે હું ભાજપનો આભાર માનું છું. તેમણે કોઈ કારણ બતાવ્યું નથી કે શા માટે રાજીનામું આપ્યું.

2017 ની ચૂંટણીમાં ભાજપને માત્ર 97 બેઠકો મળી હતી. આગામી 2022ની ચૂંટણીમાં 150 થી વધુ બેઠકો જીતવા માટે ભાજપ હવે તૈયારી કરશે.


વિજય રૂપાણીના રાજીનામા પાછળના સંગઠન સાથેના મતભેદો સહિતના મુખ્ય કારણો હોઈ શકે.

Q. વિજય રૂપાણી પછી નવા મુખ્યમંત્રી કોણ બનશે ? (Vijay Rupani Resigns)

Ans. ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રૂપાણીના રાજીનામા બાદ હવે નવા મુખ્યમંત્રી કોણ બનશે? એ સૌથી મોટો પ્રશ્ન સર્જાયો છે. લોકો વિવિધ નામોની ચર્ચા કરવા લાગ્યા છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા નું નામ આમાં સૌથી આગળ છે. ગોરધન ઝડફિયા, પરસોતમ રૂપાલા,નીતિન પટેલ, સી આર પાટીલ જેવા અન્ય નામોની પણ ચર્ચા થઈ રહી છે.પરંતુ પાટીદાર મનસુખ માંડવીયા નું નામ સૌથી આગળ છે.

******* આ પણ વાંચો ********

*** Advertisement ***

*** નીચે ના બટન પર થી ફેસબુક વોટ્સેપ વગેરે માં શેર કરો.***

Green Gujarati
Green Gujarati
www.greengujarati.com એક ગુજરાતી બ્લોગિંગ વેબસાઇટ છે જે વિવિધ વિષયો પર માહિતી પ્રદાન કરે છે. વિવિધ વિષયો પર માહિતી એકઠી કરવી અને તેને વાચકો સુધી પહોંચાડવાનું કામ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular