HomeNewsTeam India : આ ખેલાડીને T20 વર્લ્ડ કપમાં જગ્યા ન મળી, હવે...

Team India : આ ખેલાડીને T20 વર્લ્ડ કપમાં જગ્યા ન મળી, હવે બેટથી બોલરો ના છોતરા કાઢી નાખ્યા

* Advertisement *
** Advertisement **

Team India : આ ખેલાડીને T20 વર્લ્ડ કપમાં જગ્યા ન મળી

Team India: ટીમ ઈન્ડિયામાંથી બહાર ચાલી રહેલા સ્ટાર ખેલાડીએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. આ ખેલાડીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તોફાની અડધી સદી ફટકારી છે.

ભારતના સ્ટાર ખેલાડી શ્રેયસ અય્યરને T20 વર્લ્ડ કપમાં તક આપવામાં આવી નથી. અગાઉ તેને રિઝર્વ ખેલાડીઓમાં સ્થાન આપવામાં આવ્યું હતું. જે બાદ તેને ઓસ્ટ્રેલિયા જતો અટકાવી દેવામાં આવ્યો હતો. પરંતુ તે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર રમત બતાવી રહ્યો છે. તેણે વિદર્ભ સામે શાનદાર ઈનિંગ્સ રમી અને પોતાની ટીમને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ફાઇનલમાં લઈ ગયો.

શ્રેયસ અય્યરે તોફાની ઇનિંગ રમી હતી

શ્રેયસ અય્યરના 44 બોલમાં 73 રનના આક્રમણને કારણે મુંબઈએ વિદર્ભને પાંચ વિકેટે હરાવીને સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે શનિવારે ફાઈનલમાં મુંબઈનો મુકાબલો હિમાચલ પ્રદેશ સાથે થશે. ફોર્મમાં રહેલા પૃથ્વી શૉ (21 બોલમાં 34) અને અય્યરે 16.5 ઓવરમાં ટીમને જીત અપાવી.

અજિંક્ય રહાણે ફ્લોપ રહ્યો હતો

મુંબઈએ કેપ્ટન અજિંક્ય રહાણેની વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. પરંતુ તે પછી પૃથ્વી શો અને શ્રેયસ અય્યરે જીતનો મજબૂત પાયો નાખ્યો હતો. શિવમ દુબેએ ચાર બોલમાં બે ચોગ્ગા સાથે રમત પૂરી કરી અને 13 રન બનાવીને અણનમ રહ્યો.

ન્યુઝીલેન્ડના પ્રવાસ માટે પ્રેક્ટિસ કરી લીધી

શ્રેયસ અય્યરે શાનદાર પ્રદર્શન કર્યું અને આ મહિનાના અંતમાં યોજાનારી ન્યૂઝીલેન્ડના મર્યાદિત ઓવરોના પ્રવાસ માટે પ્રેક્ટિસ પણ કરી. તેણે પોતાની ઇનિંગ દરમિયાન સાત ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય સરફરાઝ ખાને પણ 19 બોલમાં 27 રન બનાવ્યા હતા.

શ્રેયસ અય્યર શાનદાર ફોર્મમાં છે

શ્રેયસ અય્યર હંમેશા તેની વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત રહ્યો છે. તેણે ભારતીય ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. શ્રેયસ અય્યરે ભારત માટે 5 ટેસ્ટ, 33 વનડે અને 47 મેચ રમી છે.

વધુ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો => www.GreenGujarati.com
*** Advertisement ***

*** નીચે ના બટન પર થી ફેસબુક વોટ્સેપ વગેરે માં શેર કરો.***

Green Gujarati
Green Gujarati
www.greengujarati.com એક ગુજરાતી બ્લોગિંગ વેબસાઇટ છે જે વિવિધ વિષયો પર માહિતી પ્રદાન કરે છે. વિવિધ વિષયો પર માહિતી એકઠી કરવી અને તેને વાચકો સુધી પહોંચાડવાનું કામ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular