રોહિત શર્મા IND vs SA T20 વર્લ્ડ કપ: સિનિયર ફેલ, 5 મોટી ભૂલ, દક્ષિણ આફ્રિકા સામેની કારમી હાર પર રોહિત શર્માએ શું કહ્યું? અહીં વાંચો
ઓસ્ટ્રેલિયા દ્વારા આયોજિત T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયાને પહેલી હારનો સામનો કરવો પડ્યો છે. પર્થમાં 30 ઓક્ટોબર, રવિવારે રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતીય ટીમને 5 વિકેટે હરાવ્યું હતું. મેચ બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે ટીમ ઈન્ડિયાની બેટિંગ અને ફિલ્ડિંગ સારી નહોતી રહી.
દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની બેટિંગ ખૂબ જ ખરાબ રહી હતી. સૂર્યકુમાર યાદવે 68 રનની ઇનિંગ રમીને ટીમને 133ના સ્કોર સુધી પહોંચાડી હતી. આ સિવાય બાકીના ખેલાડીઓ કંઈ ખાસ કરી શક્યા ન હતા. આ પછી ભારતીય ફિલ્ડરોએ પણ રમત બગાડી. ઘણી વખત આફ્રિકન બેટ્સમેનોને રનઆઉટ કરવાની તક મળી હતી, જેનો ફાયદો ઉઠાવી શકાયો ન હતો. એક મહત્વપૂર્ણ ટાઈમ ટાઈમ વિરાટ કોહલીએ એક ખુબજ સરળ કેચ પણ છોડ્યો હતો.
ટીમ ઈન્ડિયાએ બેટિંગમાં ઓછા રન બનાવ્યા
દક્ષિણ આફ્રિકા સામેની મેચ હાર્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ આ જ વાતનું પુનરાવર્તન કર્યું છે. તેણે સ્વીકાર્યું કે ટીમ ઈન્ડિયા એ બેટિંગમાં ઓછા રન બનાવ્યા. આ પછી પણ ટીમ ઈન્ડિયા એક સમયે મેચ જીતવા જઈ રહી હતી, પરંતુ પછી નબળી ફિલ્ડિંગે રમત બગાડી. આ રીતે જીતેલી મેચ હારી ગયા.
રોહિતે મેચ બાદ કહ્યું, અમને આશા હતી કે પિચ આવી હશે. ફાસ્ટ બોલરોને અહીં ઘણી મદદ મળશે. આવી સ્થિતિમાં, આ પીચ પર લક્ષ્યનો પીછો કરવો સરળ રહેશે નહીં. અમે બેટિંગમાં ઓછા રન બનાવ્યા. અમે મેચમાં સારી લડત આપી, પરંતુ દક્ષિણ આફ્રિકા આજે અમારા કરતા વધુ સારું હતું. જ્યારે તમે તે સ્કોર (10 ઓવરમાં 40/3) જોશો ત્યારે તમે માનશો કે તમે મેચ જીતવાના માર્ગ પર છો. પરંતુ એડન માર્કરામ અને ડેવિડ મિલરે મેચ વિનિંગ પાર્ટનરશિપ બનાવી હતી.
[ggTelegramButton]
ભારતીય ટીમ ફિલ્ડિંગમાં થોડી નબળી હતી
વિરાટ કોહલી અને રોહિત શર્માની ભૂલો ભારતને ભારે પડી, કેપ્ટન રોહિત શર્માએ 2 વખત રનઆઉટની તક ગુમાવી, જ્યારે વિરાટ કોહલીએ માર્કરમનો આસાન કેચ છોડ્યો. ભારતીય કેપ્ટને કહ્યું, ‘અમે ફિલ્ડિંગમાં થોડા નબળા હતા. અમે ઘણી તકો પણ ગુમાવી. છેલ્લી બે મેચમાં ફિલ્ડિંગમાં સારી હતી. પરંતુ આ મેચમાં અમે રનઆઉટની કેટલીક તકો પણ ગુમાવી હતી. અમારે અમારી શ્રેષ્ઠ રમત જાળવી રાખવી પડશે અને આ મેચમાંથી શીખવું પડશે.
આ રીતે ટીમ ઈન્ડિયા T20 મેચ હારી ગઈ
મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 133 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 40 બોલમાં 68 રનની ઇનિંગ રમી જેમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. તેના સિવાય કોઈ ભારતીય બેટ્સમેન કંઈ ખાસ યોગદાન આપી શક્યો નહોતો. સાઉથ આફ્રિકા તરફથી લુંગી એનગિડીએ ચાર અને વેઈન પાર્નેલે ત્રણ વિકેટ લીધી હતી.
134 રનના ટાર્ગેટનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ 19.4 ઓવરમાં મેચ જીતી લીધી હતી. આફ્રિકન ટીમની જીતના હીરો એડન માર્કરામ અને ડેવિડ મિલર હતા, જેમણે શાનદાર બેટિંગ કરી હતી. મિલરે અણનમ 59 રનની ઇનિંગ રમી જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે એડન માર્કરામે 52 રનનું યોગદાન આપ્યું હતું.
રોહિત શર્માએ રન આઉટની 2 તક ગુમાવી
હાર્દિક પંડ્યા 9મી ઓવર નાખી રહ્યો હતો, ઓવરનો પાંચમો બોલ હતો. દક્ષિણ આફ્રિકાના ડેવિડ મિલરે બોલને કવર તરફ માર્યો અને રન લેવા માટે ક્રીઝની ઘણો બહાર આવ્યો, નોન-સ્ટ્રાઈકર પર રહેલ એડન માર્કરમ પણ દોડીને અડધી પીચ પર આવ્યો હતો. શર્માએ બોલ નોન-સ્ટ્રાઈકર તરફ થ્રો કર્યો. રોહિત શર્મા નિશાન ચૂકી ગયો અને માર્કરમ સલામત રીતે ક્રીઝ પર પહોંચી ગયો. આ બધું એટલું ઝડપથી થયું કે, બોલર હાર્દિક ને ફોલો થ્રૂ કમ્પલીટ કરી સ્ટંપ સુધી આવવાની તક પણ ન મળી.
Image Source/credit : www.espncricinfo.com
બીજો રન આઉટ શર્માએ 13મી ઓવરમાં મીસ કર્યો હતો. મોહમ્મદ શમી બોલિંગ કરી રહ્યો હતો. આ એક સટીક ગુડ લેન્થ બોલ હતો. ડેવિડ મિલર મુશ્કેલીથી તેનો સામનો કરી શક્યો હતો. માર્કરમને રન માટે દોડતો જોઈ પોતે પણ રન લેવા માટે દોડ્યો. રોહિત દોડતો આવ્યો, થ્રો કર્યો. આ વખતે પણ નિશાનો બરાબર નહતો. આ પછી આ એડન માર્કરમ અને ડેવિડ મિલરે ટીમ ઈન્ડિયાની પકડમાંથી મેચ ખેંચી લીધી.
વિરાટ કોહલીએ માર્કરમ નો કેચ છોડ્યો, ભારતના હાથમાંથી મેચ સરી ગઈ
રોહિત શર્માએ 12મી ઓવરમાં રવિ અશ્વિનને બોલ આપ્યો હતો. ઓવરનો પાંચમો બોલ શોર્ટ હતો. માર્કરમ ક્રિઝની બહાર જઈને તેને ડીપ મિડ-વિકેટ પર મારિઓ હતો. ત્યાં વિરાટ કોહલી હતો. બોલ સીધો તેના હાથમાં પહોંચ્યો હતો પણ તેણે કેચ ડ્રોપ કર્યો હતો. કોહલીએ બીજી વખત પણ ખૂબ જ સારો પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહ્યો હતો. આમ માર્કરમ ને બે જીવતદાન મળ્યા હતા.
લુંગી એનગિડી પ્લેયર ઓફ ધ મેચ
લુંગી એનગિડી: “[મેચ સમાપ્ત થવા પર] જ્યારે મેચ આટલી નજીક આવે છે, ત્યારે તમે બોલર તરીકે ઘણું કરી શકતા નથી પરંતુ માત્ર બેસી શકો છો. વર્લ્ડ કપમાં “પ્લેયર ઓફ ધ મેચ’ પુરસ્કાર જીતવું આ મારી સૌથી મોટી જીત પૈકીની એક છે. અમે અગાઉ પણ અહીં રમ્યા છીએ. અમે પાકિસ્તાનની બોલિંગ જોઈ અને તેનાથી મદદ મળી.
*** આ પણ વાંચો ***
ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પ્રવાસ માટે T20, વનડે અને ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત
વધુ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો => www.GreenGujarati.com