New zealand and bangladesh tour of india
ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત T20, વનડે અને ટેસ્ટ માટે
ન્યૂઝીલેન્ડ સામે રોહિત શર્મા, કે.એલ રાહુલ, વિરાટ કોહલીને આરામ, હાર્દિક પંડ્યા કેપ્ટન, ડિસેમ્બરમાં બાંગ્લાદેશનો પ્રવાસ
ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે ઘણા બધા નવા પ્લેયરને જગ્યા આપવામાં આવી છે. કુલદીપ સેન, રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, ઉમરાન મલિક, શાહબાઝ અહમદ, વોશિંગટન સુંદર જેવા ખેલાડીઓની આ બંને ટુર માં મોકો આપવામાં આવ્યો છે.
T20 વર્લ્ડ કપ 2022 પૂરો થયા પછી ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. BCCI એ આ પ્રવાસ માટે ટીમનું એલાન કર્યું છે. ભારત ન્યૂઝીલેન્ડ સામે 3 T20 અને ત્રણ વનડે મેચ રમાશે. આ સીરીઝ માટે ટીમ ભારતીય ટીમ સીનિયરને આરામ આપવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા T20માં કેપ્ટન છે અને વન-ડેમાં શિખર ધવન કેપ્ટન છે.
ન્યૂઝીલેન્ડ T20 સીરીઝ માટે ભારતીય ટીમ
- હાર્દિક પંડ્યા (કેપ્ટન)
- ઋષભ પંત (વાઇસ કેપ્ટન & વિકેટકીપર),
- સંજુ સેમસન (વિકેટકીપર)
- સૂર્યકુમાર યાદવ
- દીપક હુડા
- શુભમન ગિલ
- ઈશાન કિશન
- શ્રેયસ ઐયર
- કુલદીપ યાદવ
- અર્શદીપ સિંહ
- વોશિંગટન સુંદર
- યુઝવેન્દ્ર ચહલ
- ભુવનેશ્વર કુમાર
- ઉમરાન મલિક
- હર્ષલ પટેલ
- મોહમ્મદ સિરાજ
ન્યૂઝીલેન્ડ વનડે સીરીઝ માટે ભારતીય ટીમ
- શિખર ધવન (કેપ્ટન)
- ઋષભ પંત (વાઇસ કેપ્ટન & વિકેટકીપર)
- સંજુ સેમસન (વિકેટકીપર)
- સૂર્યકુમાર યાદવ
- શ્રેયસ ઐયર
- શુભમન ગિલ
- દીપક હુડા
- શાહબાઝ અહમદ
- વોશિંગટન સુંદર
- શાર્દુલ ઠાકુર
- અર્શદીપ સિંહ
- દીપક ચહર
- યુઝવેન્દ્ર ચહલ
- કુલદીપ યાદવ
- ઉમરાન મલિક
- કુલદીપ સેન
નીચેના સિનિયર ખેલાડીઓ ન્યૂઝીલેન્ડ ટૂર પર નહીં જાય
ન્યૂઝીલેન્ડ સીરીઝ માટે રોહિત શર્મા, વિરાટ કોહલી, કે.એલ રાહુલ, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, દિનેશ કાર્તિક જેવા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. નવેમ્બર પછી ડિસેમ્બરમાં ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશના પ્રવાસે જશે.
ભારત અને ન્યૂઝીલેન્ડ T20, વનડે સિરીઝ ટાઈમ ટેબલ
- 18 નવેમ્બર – શુક્રવાર – પહેલી T20, વેલિંગટન
- 20 નવેમ્બર – રવિવાર – બીજી T20, માઉન્ટ માઉન્ગનુઈ
- 22 નવેમ્બર – મંગળવાર – ત્રીજી T20, ઑકલેન્ડ
- 25 નવેમ્બર – શુક્રવાર- પહેલી વનડે, ઑકલેન્ડ
- 27 નવેમ્બર – રવિવાર – બીજી વનડે, હેમિલ્ટન
- 30 નવેમ્બર – બુધવાર – ત્રીજી વનડે, ક્રાઇસ્ટચર્ચ
બાંગ્લાદેશ વનડે માટે ભારતીય ટીમ
- રોહિત શર્મા (કેપ્ટન)
- કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન)
- ઋષભ પંત (વિકેટકીપર)
- ઈશાન કિશન (વિકેટકીપર)
- વિરાટ કોહલી
- શિખર ધવન
- શ્રેયસ ઐયર
- રજત પાટીદાર
- રાહુલ ત્રિપાઠી
- યશ દયાલ
- શાર્દુલ ઠાકુર
- મોહમ્મદ શમી
- મોહમ્મદ. સિરાજ
- દીપક ચાહર
- રવિન્દ્ર જાડેજા
- અક્ષર પટેલ
- વોશિંગટન સુંદર
બાંગ્લાદેશ ટેસ્ટ માટેની ભારતીય ટીમ
- રોહિત શર્મા (કેપ્ટન)
- કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન)
- ઋષભ પંત (વિકેટકીપર)
- KS ભરત (વિકેટકીપર)
- શુભમન ગિલ
- ચેતેશ્વર પૂજારા
- વિરાટ કોહલી
- શ્રેયસ ઐયર
- રવિચંદ્રન અશ્વિન
- રવિન્દ્ર જાડેજા
- અક્ષર પટેલ
- કુલદીપ યાદવ
- શાર્દુલ ઠાકુર
- મોહમ્મદ શમી
- ઉમેશ યાદવ
- મોહમ્મદ સિરાજ
ભારત અને બાંગ્લાદેશ વનડે,ટેસ્ટ સિરીઝ ટાઈમ ટેબલ
- 1લી ODI – 04 ડિસેમ્બર, બાંગ્લાદેશ vs ભારત, શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ, ઢાકા
- બીજી ODI – 07 ડિસેમ્બર, બાંગ્લાદેશ vs ભારત, શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ, ઢાકા
- ત્રીજી ODI – 10 ડિસેમ્બર, બાંગ્લાદેશ vs ભારત, શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ, ઢાકા
- 1લી ટેસ્ટ – 14 ડિસેમ્બર – 18 ડિસેમ્બર, બાંગ્લાદેશ vs ભારત, ઝહુર અહેમદ ચૌધરી સ્ટેડિયમ, ચટ્ટોગ્રામ
- 2જી ટેસ્ટ – 22 ડિસેમ્બર – 26 ડિસેમ્બર, બાંગ્લાદેશ vs ભારત, શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ, ઢાકા
યશ દયાલને પહેલી વખત ભારતીય ટીમમાં મોકો અપાયો
ઉત્તરપ્રદેશના ઑલરાઉન્ડર યશ દયાલને પહેલી વખત ભારતીય વનડે ટીમમાં મોકો આપવામાં આવ્યો છે. તે બાંગ્લાદેશમાં વનડે સીરીઝ રમશે. ઉત્તરપ્રદેશના ઑલરાઉન્ડર યશ દયાલ લેફ્ટ આર્મ પેસર, રાઇડ હેન્ડ બેટર છે. મધ્યપ્રદેશના રજત પાટીદારને પણ પહેલી વખત ભારતીય વનડે ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
અન્ય નવા ખેલાડીઓને પણ ફરી વખત મોકો આપવામાં આવ્યો છે
રાહુલ ત્રિપાઠી, ઉમરાન મલિક, શાહબાઝ અહમદ, વોશિંગટન સુંદર જેવા ખેલાડીઓની આ બંને ટુર માં મોકો આપવામાં આવ્યો છે.
Source : www.bcci.tv
*** આ પણ વાંચો ***
- કોહલીના રૂમનો વીડિયો લીક, ગુસ્સામાં વિરાટે કહ્યું- આ મારી પ્રાઈવસીમાં ઘૂસણખોરી છે
- સિનિયર ફેલ, 5 મોટી ભૂલ, દક્ષિણ આફ્રિકા સામેની કારમી હાર પર રોહિત શર્માએ શું કહ્યું? અહીં વાંચો