Homeરાશિફળમેષ રાશિ ભવિષ્ય 2022 | મેષ રાશિફળ 2022 |મેષ વાર્ષિક રાશિફળ 2022

મેષ રાશિ ભવિષ્ય 2022 | મેષ રાશિફળ 2022 |મેષ વાર્ષિક રાશિફળ 2022

* Advertisement *
** Advertisement **

મેષ રાશિ ભવિષ્ય 2022, મેષ રાશિફળ 2022, મેષ વાર્ષિક રાશિફળ 2022, Mesh Rashi Varshik Rashifal 2022 in Gujarati, મેષ રાશિ 2022 નું રાશિફળ, Aries Yearly Horoscope 2022

મેષ રાશિ ભવિષ્ય 2022 પ્રમાણે, મેષ રાશિના જાતક જીવનના ઘણા બધા મહત્વના મુદ્દાઓમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. કારણ કે 2022 નવી શક્યતાઓ અને તકોથી ભરેલું વર્ષ છે તથા જીવનમાં નવા તબક્કાઓની શરૂઆત પણ દર્શાવે છે.

2022 નું રાશિફળ – મેષ રાશિના જાતક પોતાના સ્વાભિમાન અને સાહસ દ્વારા માન,સન્માન તથા પરિણામ મેળવવાની ક્ષમતા રાખે છે. મેષ રાશિના લોકો બીજાની હેઠળ રહીને જીવનમાં વિકાસ કરી શકતાં નથી. તેમને હંમેશા સ્વતંત્ર રહેવું ગમે છે.મેષ રાશિના જાતક એ પોતાના મનની ભાવનાઓ અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે.

મેષ રાશિફળ 2022 – મેષ રાશિના જાતક 2022 ની શરૂઆતમાં પોતાના ભવિષ્ય વિશે મહત્વના નિર્ણય લઈ શકે છે. આ સમય દરમિયાન આ રાશિના લોકો સમજદાર બનશે અને વસ્તુઓને જુદી જુદી વિવિધ રીતે જોવામાં પણ ખુબજ સફળ થશે. મેષ રાશિના લોકોના ભાવનાત્મક સ્વભાવને કારણે 2022 વર્ષની શરૂઆત ખૂબ જ શુભ અને મહત્ત્વપૂર્ણ બનવાની પૂરી શક્યતા છે.



મેષ રાશિ ભવિષ્ય 2022

અનુક્રમણિકા માટે અહીં ક્લિક કરો. (Table of Contents)

મેષ રાશિઅગત્યની માહિતી
મેષ રાશિ સ્વામીમંગળ | Mars
મેષ રાશિ ના અક્ષરઅ, લ, ઇ | A, L, E
આરાધ્ય દેવહનુમાન દાદા | Hanuman Dada
અનુકૂળ કલરલાલ | Red
મેષ રાશિ લકી નંબર1, 8, 9
અનુકૂળ દિશાપૂર્વ | East
રાશિ ધાતુસોનું, તાંબું | Gold, Copper
રાશિ રત્નકોરલ | Red Coral
રાશિ અનુકૂળ રત્નકોરલ, માણેક, પોખરાજ
Red Coral, Ruby, Yellow Sapphire
અનુકૂળ દિવસમંગળવાર, ગુરુવાર, રવિવાર
Tuesday, Thursday, Sunday
રાશિ સ્વભાવચલ | Movable
રાશિ તત્વઅગ્નિ | Fire
રાશિ પ્રકૃતિપિત્ત | Bile
મેષ વાર્ષિક રાશિફળ 2022 | Mesh Rashi 2022 in Gujarati

મેષ રાશિ ભવિષ્ય 2022 – જ્યોતિષીય ઉપાય – સમાધાન

  • દર મંગળવારે હનુમાન દાદા ને તેલ અને સિંદૂર ચઢાવો.
  • લાલ રંગ તમારા માટે શુભ છે, માટે લાલ રંગની ટાઈ, લાલ રૂમાલ કે અન્ય કોઈ લાલ વસ્તુ નો ઉપયોગ કરો કેમકે એ તમારા ભાગ્ય અથવા કિસ્મત માટે લાભકારી સાબિત થઈ શકે છે.
  • તમારા ઘરે દર મહિને સત્યનારાયણ કથા કરો તથા હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરો.
  • કોરલ, માણેક, પોખરાજ રત્નની રિંગ બનાવી પહેરવી.
  • ઘરમાં મહામૃત્યુંજય યંત્ર ની સ્થાપના કરો અને ડેઇલી તેની પૂજા કરો.
  • ગુરુવારે દાન કરો અને જો થઈ શકે તો દર ગુરુવારે ઉપવાસ કરો.

મેષ રાશિ ભવિષ્ય 2022 – પોઝિટિવ

આ વર્ષ તમારા માટે ખૂબ જ સારા પરિવર્તનો લાવી રહ્યું છે. આ વર્ષે તમારી બધી મનોકામના પૂર્ણ થવાની શક્યતાઓ છે. સરકારી કાર્યોમાં સફળતા મળશે, પ્રોપર્ટી માં વધારો થશે,નવા લોકો સાથે સંપર્ક વધશે જે તમારા માટે ખૂબ જ પોઝિટિવ સાબિત થશે.

મેષ રાશિફળ 2022 – નેગેટિવ

મેષ રાશિના લોકો ખૂબ જ ઉત્સાહ વાળા હોવાથી મેષ રાશિના જાતક એ પોતાના મનની ભાવનાઓ અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે તેઓ ઘણીવાર પોતાના બનેલાં કાર્યો બગાડી નાખે છે. સંબંધોમાં થોડા સજાગ રહેવાની જરૂર છે. લાગણીમાં આવીને કોઈ નિર્ણય ન લેવા એ તમારા માટે નુકસાનકારક બની શકે છે.


[ggWhatsappButton]


[ggTelegramButton]


વાર્ષિક રાશિફળ 2022 - Varshik Rashifal 2022 in Gujarati
વાર્ષિક રાશિફળ 2022 – Varshik Rashifal 2022 in Gujarati

***** આ પણ વાંચો *****

12 રાશિનું વાર્ષિક રાશિફળ 2022

મેષ રાશિ ભવિષ્ય 2022તુલા રાશિ ભવિષ્ય 2022
વૃષભ રાશિ ભવિષ્ય 2022વૃશ્ચિક રાશિ ભવિષ્ય 2022
મિથુન રાશિ ભવિષ્ય 2022ધન રાશિ ભવિષ્ય 2022
કર્ક રાશિ ભવિષ્ય 2022મકર રાશિ ભવિષ્ય 2022
સિંહ રાશિ ભવિષ્ય 2022કુંભ રાશિ ભવિષ્ય 2022
કન્યા રાશિ ભવિષ્ય 2022મીન રાશિ ભવિષ્ય 2022
રાશિ પ્રમાણે વાર્ષિક રાશિફળ વાંચવા ઉપર ની લીંક પર ક્લિક કરો

મેષ રાશિ ભવિષ્ય 2022 – આર્થિક સંપત્તિ

આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. 12 એપ્રિલે રાહુ તમારી રાશિમાં ગોચર કરશે અને આ તમારી બચતમાં વધારો કરશે. તમને તમારા વ્યવસાયમાંથી સારી કમાણી થશે. તમે શેર માર્કેટમાં મોટું રોકાણ કરી શકો છો અને તમારા રોકાણ પર સારું વળતર પણ મેળવી શકો છો. માર્ચમાં, તમે ઉધાર લેનારાઓ પાસેથી પૈસા વસૂલ કરી શકો છો. એકંદરે આખું વર્ષ તમારા માટે અનુકૂળ રહેશે.

મેષ રાશિફળ 2022 – કરિયર, કારકિર્દી

આ વર્ષે મેષ રાશિના લોકોને સારી તકો મળશે. કરિયર બાબતે મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટેનો સૌથી શુભ સમય મે થી ઓક્ટોબર સુધીનો રહેશે.વર્ષના અંતમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કારકિર્દી બાબતે મેષ રાશિના લોકો માટે થોડો સમય રોકવું અને ભવિષ્યની યોજનાઓ વિશે ફરીથી વિચારવું વધુ સારું રહેશે.

Mesh Rashi 2022 in Gujarati – લવ, પ્રેમ જીવન

જેઓ લવ સંબંધમાં છે તેઓ તેમના જીવનસાથી સાથે લગ્ન કરી શકે છે. 2022 નું વર્ષ પ્રેમ જીવન માટે સારું રહેશે. સાથી સાથે તમારા રોમેન્ટિક સંબંધો મજબૂત રહેશે. જીવનસાથી સાથે તકરાર થવાની સંભાવના છે પરંતુ પરસ્પર સમજણ સાથે તેનો ઉકેલ લાવી શકો છો.

મેષ રાશિફળ 2022 – પારિવારિક જીવન, કૌટુંબિક અને સામાજિક જીવન

તમે તમારા પરિવાર પર ભરપૂર ખર્ચ કરશો. શરૂઆતના થોડા મહિના તમારા નજીકના અને પ્રિયજનો માટે મુશ્કેલીભર્યા રહેશે. તમારા વિચારો બીજા પર લાદવાની તમારી આદત વિવાદનું કારણ બની શકે છે. તમારા બાળકો તમારું પાલન કરશે. નાના બાળકોની ચંચળતા પર નિયંત્રણ રાખો. તમારા માતા-પિતાનું સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા પરિવારના વૃદ્ધ સભ્યોની અવગણના ન કરો. તમારા ઘરમાં નિયમિત રીતે ધાર્મિક વિધિઓ કરો. તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે.

મેષ વાર્ષિક રાશિફળ 2022 – સ્વાસ્થ્ય,આરોગ્ય

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડી પરેશાની રહેશે, ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના દર્દીઓ ખાસ ધ્યાન રાખવું. જેઓ તમાકુનું (પાન,માવા,બીડી,મસાલા, સિગરેટ) સેવન કરે છે તેઓએ તરત જ તેનો ઉપયોગ બંધ કરવો જોઈએ. પ્રાણાયામ અને યોગના નિયમિત અભ્યાસને તમારી દિનચર્યામાં સામેલ કરો.

મેષ રાશિ ભવિષ્ય 2022 – શિક્ષા, વિદ્યાર્થી જીવન

ટેકનિકલ શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓ માટે વર્ષ ખૂબ જ અનુકૂળ છે. શૈક્ષણિક અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાની પ્રબળ તકો છે. કલા, ફેશન અને ઉત્પાદન સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો માટે વર્ષ અનુકૂળ છે. જુલાઈ થી નવેમ્બર સુધી વિદ્યાર્થીઓને જીવનમાં ધાર્યા પરિણામ મળશે.

મેષ રાશિ ભવિષ્ય 2022 – બાળક 

તમારા બાળકો માટે વર્ષની શરૂઆત ખુબજ અનુકૂળ રહેશે. તમારા બાળકો આ સમયગાળા દરમિયાન કારણે પ્રગતિ કરશે.નવદંપતી માટે સારા સમાચાર મળવાની શક્યતા છે. લગ્ન કરવા યોગ્ય સંતાન ના લગ્ન થવાની શક્યતા છે.

મેષ રાશિ ભવિષ્ય 2022 – લગ્ન જીવન, વૈવાહિક જીવન

લગ્ન જીવનમાં પ્રેમ ભાવના જળવાઈ રહેશે. એકબીજા સાથે તાલમેલ જળવાઈ રહેશે. વર્ષની શરૂઆત તમારા લગ્ન જીવન માટે અનુકૂળ રહેશે.લગ્ન યોગ્ય લોકો માટે આ વર્ષ સારા સમાચાર લઇને આવશે. તમારો પ્રેમ લગ્ન તરફ આગળ વધશે, વિવાહિત લોકોનું લગ્ન જીવન ખૂબ સારું રહેવાની અપેક્ષા છે.

મેષ વાર્ષિક રાશિફળ 2022 – વ્યાપાર, વેપાર 

વ્યવસાયિક દૃષ્ટિએ આ વર્ષ સારું રહેશે. શેરબજાર, ક્રિપ્ટોકરન્સી જેવા રોકાણમાં પૈસા ખૂબ જ સમજી-વિચારીને રોકવા. પાર્ટનરશીપમાં ખાસ ધ્યાન રાખવું. વર્ષનો વચ્ચેનો સમય થોડો પડકાર જનક રહેશે પણ તમે સફળ થશો. નવા ક્ષેત્રોમાં રોકાણ કરવાથી આ વર્ષે ફાયદો થઈ શકે છે. છેતરપિંડી અને મુશ્કેલીઓ થી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે.

મેષ રાશિ ભવિષ્ય 2022 – ભાગ્યશાળી અંક, શુભ અંક, લકી નંબર

મેષ રાશિ માટે લકી નંબર 1, 8, 9 રહેશે.

FAQ : વારંવાર પૂછાતા પ્રશ્નો – મેષ રાશિ ભવિષ્ય 2022

Q. મેષ રાશિના લોકો માટે 2022 નું વર્ષ કેવું રહેશે?

Ans. મેષ રાશિના જાતક 2022 ની શરૂઆતમાં પોતાના ભવિષ્ય વિશે મહત્વના નિર્ણય લઈ શકે છે. આ સમય દરમિયાન આ રાશિના લોકો સમજદાર બનશે અને વસ્તુઓને જુદી જુદી વિવિધ રીતે જોવામાં પણ ખુબજ સફળ થશે. મેષ રાશિના લોકોના ભાવનાત્મક સ્વભાવને કારણે 2022 વર્ષની શરૂઆત ખૂબ જ શુભ અને મહત્ત્વપૂર્ણ બનવાની પૂરી શક્યતા છે.

Q. મેષ રાશિ ભવિષ્ય 2022 – જ્યોતિષીય ઉપાય, સમાધાન ક્યાં છે?

Ans.
1) દર મંગળવારે હનુમાન દાદા ને તેલ અને સિંદૂર ચઢાવો. 2)લાલ રંગ તમારા માટે શુભ છે, માટે લાલ રંગની ટાઈ, લાલ રૂમાલ કે અન્ય કોઈ લાલ વસ્તુ નો ઉપયોગ કરો. 3) તમારા ઘરે દર મહિને સત્યનારાયણ કથા કરો. હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરો. 4) કોરલ, માણેક, પોખરાજ રત્નની રિંગ બનાવી પહેરવી.

Q. મેષ રાશિ ભવિષ્ય 2022 – લવ, પ્રેમ જીવન કેવું રહેશે?

Ans. જેઓ લવ સંબંધમાં છે તેઓ તેમના જીવનસાથી સાથે લગ્ન કરી શકે છે. 2022 નું વર્ષ પ્રેમ જીવન માટે સારું રહેશે. સાથી સાથે તમારા રોમેન્ટિક સંબંધો મજબૂત રહેશે. જીવનસાથી સાથે તકરાર થવાની સંભાવના છે પરંતુ પરસ્પર સમજણ સાથે તેનો ઉકેલ લાવી શકો છો.

મિત્રો "મેષ વાર્ષિક રાશિફળ 2022" આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. 

તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. 

ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Imported Government website

For Pensionbhavishya Website
Pradhan Mantri Jan Dhan Yojana (PMJDY)PMJDY Website
Imported Government website
*** Advertisement ***

*** નીચે ના બટન પર થી ફેસબુક વોટ્સેપ વગેરે માં શેર કરો.***

Green Gujarati
Green Gujarati
www.greengujarati.com એક ગુજરાતી બ્લોગિંગ વેબસાઇટ છે જે વિવિધ વિષયો પર માહિતી પ્રદાન કરે છે. વિવિધ વિષયો પર માહિતી એકઠી કરવી અને તેને વાચકો સુધી પહોંચાડવાનું કામ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular