How To Speed Up Android Phone 2022, મોબાઈલ ની સ્પીડ કઈ રીતે વધારવી, 10 ways to speed up your Android Smartphone,Smartphone Tips and Tricks
સ્માર્ટફોન આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગયો છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોન હાલના દિવસોમાં ખૂબ જ ફાસ્ટ થઈ ગયા છે. જેમાં પ્રોસેસર્સ, રેમ અને સ્ટોરેજ સાથે મળીને કામ કરે છે.જો કે, રોજિંદા વપરાશ સાથે, મોબાઇલ ફોન સમય સાથે ધીમો પડી જાય છે. તેમાં ઘણા વધુ ‘ જંક ‘ ડેટા, કેશ કરેલા ડેટા, ન વપરાયેલી ફાઇલો અને ફોલ્ડર્સના રૂપમાં સંગ્રહિત થતી રહે છે.
ઉકેલ તરીકે, આપણામાંના મોટાભાગના લોકો એક એન્ડ્રોઇડ એન્ટી-વાયરસ એપ ડાઉનલોડ કરે છે જે એક જ વારમાં વગર કામનો બધો ડેટા ડિલીટ કરી દે છે. આ કરવા છતાં પણ ઘણીવાર ફોન ખૂબ જ ધીમો ચાલી રહ્યો છે. તમારા ફોનની સ્પીડ ને ઝડપથી વધારવા માટે અહીં 10 ટીપ્સની યાદી છે.
1. ફોન રીસ્ટાર્ટ કરો (Smartphone Tips and Tricks)
જો ફોન વારંવાર હેન્ગ થઈ રહ્યો હોય અને કોઇપણ એપ્લિકેશન બરાબર કામ કરી રહી ના હોય તો સૌપ્રથમ ફોન એકવાર રિસ્ટાર્ટ કરી લેવો જોઈએ. ઘણીવાર ફક્ત ફોન રીસ્ટાર્ટ કરવાથી બરાબર ચાલવા લાગે છે. ફોન રીસ્ટાર્ટ કરવાથી ફોનની મેમરી અને રેમ ફ્રી થઈને બરાબર કામ કરવા લાગે છે.
2. હોમ સ્ક્રીન સાફ કરો
હોમ સ્ક્રીનને સાફ કરવાથી ફોનની સ્પીડ વધારવામાં મદદ મળશે. હવામાન, સમાચાર અને આવી સતત અપડેટ થતી અન્ય એપ્લિકેશનો હોમ સ્ક્રીન પર રાખવાથી ફોન ધીમો પડી જાય છે. લાઇવ વોલપેપર રાખવાથી પણ ફોન ધીમો પડી જાય છે. તો આવા બિનજરૂરી વિજેટ અને લાઈવ વોલપેપર હોમ સ્ક્રીન પર થી રીમુવ કરી દેવા જોઈએ. જો ફોન એનિમેશન એક્ટિવ હોય તો એ પણ તમે ડિસેબલ કરી શકો છો જેનાથી ફોનની સ્પીડ માં ઘણો ફરક પડશે.
3. બિનજરૂરી એપ અનઇન્સ્ટોલ કરો (મોબાઈલ ની સ્પીડ વધી જશે)
તમારા એન્ડ્રોઇડ ફોન પરની દરેક એપ અમુક માત્રામાં મેમરી વાપરે છે. દરેક ફોનમાં મર્યાદિત મેમરી સ્પેસ હોવાથી, તમે ઉપયોગ કરો છો તે જ એપ્લિકેશન્સ રાખવાની સલાહ આપવામાં આવે છે. બાકીની નકામી એપ અનઇન્સ્ટોલ કરી દેવી જોઈએ.તમારા ફોન પર એપ નું લીસ્ટ જોવા માટે નીચે પ્રમાણેનું કરો.
સેટિંગ્સ > એપ્લિકેશન્સ – પર જાઓ અને બધા ટેબ પર સ્વાઇપ કરો અને નકામી એપ અનઇન્સ્ટોલ કરી નાખો.
4. ઇન્ટર્નલ મેમરી ફ્રી કરો (How To Speed Up Android Phone)
થોડા થોડા સમયે ઇન્ટર્નલ મેમરી ફ્રી કરો. તે મેમરીનો ઉપયોગ તમારા ફોન પર કેટલીક અન્ય એપ્લિકેશન દ્વારા થઈ શકે છે અને તમારા ફોન નું પ્રદર્શન વધારવામાં પણ મદદ કરે છે. નકામા ફોટો વિડીયોઝ ડીલીટ કરી દેવા જોઈએ. કામ ના ફોટો અને વિડીયો નું બેકઅપ લઇ લેવું જોઈએ. આનાથી તમારી ફોનની સ્પીડ માં ઘણો ફરક પડશે. એપ ની કેચે મેમરી પણ ડીલીટ કરતા રહેવું જોઈએ તમારા ફોન પર કેચે મેમરી ફ્રી કરવા માટે નીચે પ્રમાણેનું કરો.
સેટિંગ્સ > એપ્લિકેશન્સ – પર જાઓ અને બધા ટેબ પર સ્વાઇપ કરો અને એપ ની કેચે મેમરી ડીલીટ કરો – Smartphone Tips and Tricks
5. ફોન માં હંમેશા લેટેસ્ટ અપડેટ ઇન્સ્ટોલ કરો
તમારા ફોન માં હંમેશા લેટેસ્ટ અપડેટ ઇન્સ્ટોલ કરો, કારણ કે મોટાભાગના ઉત્પાદકો બગ ફિક્સેસ અને સ્થિરતા સુધારણાવાળા નિયમિત અપડેટ્સ બહાર પાડે છે. જ્યારે અપડેટ ઇન્સ્ટોલ કરતી વખતે તમે અનુભવમાં મોટો તફાવત જોશો નહીં પણ તમારા ફોનની કામગીરીમાં નોંધપાત્ર સુધારો કરે છે. માટે ઓપરેટિંગ સિસ્ટમ અને બધી એપ માટે હંમેશા લેટેસ્ટ અપડેટ ઇન્સ્ટોલ કરતા રહો.
******* આ પણ વાંચો ********
- 15000 સુધી માં બેસ્ટ મોબાઇલ – 2021 | Best Mobile Phone Under 15000
- મોબાઇલની બેટરી લાઇફ વધારવાની 15 રીતો
- 6 Best Broadband In Ahmedabad
- આઈફોન 13 ની કિંમત | iphone 13 Price In India
[ggWhatsappButton]
[ggTelegramButton]
5-10 Tips For How To Speed Up Android Phone
6. જરૂર ન હોય ત્યારે બ્લૂટૂથ, Wi-Fi બંધ કરો
જરૂર ન હોય ત્યારે બ્લૂટૂથ, Wi-Fi બંધ કરો. કામ વગર ચાલુ રાખવાથી બેટરી પાવર પણ વપરાશે અને રેમ પણ વપરાશે. આમ કરવાથી મોબાઈલ ની સ્પીડ માં ફરક પડશે.
7. જરૂર ન હોય ત્યારે Location, Sync બંધ કરો
જરૂર ન હોય ત્યારે Location, Sync બંધ કરો. કામ વગર ચાલુ રાખવાથી બેટરી પાવર પણ વપરાશે અને રેમ પણ વપરાશે. આ નાની-નાની વસ્તુઓ કરવાથી ફોનની સ્પીડ માં ઘણો ફરક પડશે.
8. એપ્લિકેશન્સના હળવા (light weight) વર્ઝન ઇન્સ્ટોલ કરો
જો તમે મર્યાદિત મેમરી અને મર્યાદિત સ્ટોરેજવાળા ફોનનો ઉપયોગ કરી રહ્યા છો, તો નબળી ઓપ્ટિમાઇઝ કરેલ એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી ઘણી નિરાશાઓ થઈ શકે છે.ફેસબુક આનું ઉત્તમ ઉદાહરણ છે, કારણ કે એપ્લિકેશન નવા મર્યાદિત મેમરી અને મર્યાદિત સ્ટોરેજવાળા ફોન પર પણ ખૂબ જ ધીમી ચાલે છે. ફેસબુક પાસે તેની એપનું લાઇટવેઇટ વર્ઝન છે જે મર્યાદિત મેમરી અને મર્યાદિત સ્ટોરેજવાળા ફોન પર પણ બરાબર ચાલે છે.
9. જાણીતા સ્ત્રોતોમાંથી એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરો
હંમેશા જાણીતા સ્ત્રોતોમાંથી એપ્લિકેશન્સ ઇન્સ્ટોલ કરો.કોઈ APK કે કોઈ લીંક પરથી એપ્લિકેશન ઇન્સ્ટોલ ના કરો.હંમેશા પ્લે સ્ટોર પરથી જ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનો આગ્રહ રાખો.અન્ય સ્ત્રોતમાંથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરશો તો વાયરસ આવી જવાની સંભાવના રહે છે. જે તમારા ફોનને નુકસાન પહોંચાડી શકે છે અને ફોનને ધીમો પણ કરી શકે છે.
10. ફોન ફેક્ટરી રીસેટ કરો
જો ઉપર જણાવેલ કોઈ પણ ઉપાય કામ ના લાગે તો એકવાર ફોન ને ફેક્ટરી રીસેટ જરૂરથી કરો.પરંતુ એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે ફેક્ટરી રીસેટ કરતા પહેલા ફોન નું બધું જ બેકઅપ જરૂરથી લઈ લેવું. કેમ કે ફેક્ટરી રીસેટ કરવાથી તમારો બધો ડેટા ડિલીટ થઈ જશે અને બધા સેટિંગ પણ જતા રહેશે.
વધુ માહિતી માટે એન્ડ્રોઈડ ની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લો – android.com
Conclusion – How To Speed Up Android Phone (નિષ્કર્ષ)
દરેક ફોન ની લિમિટેશન હોય છે. દરેક ફોન માં હાર્ડવેર અને સોફ્ટવેર પણ અલગ અલગ હોય છે. ઉપર જણાવેલ ટિપ્સ નો ઉપયોગ કરી ને તમે તમારા ફોન ને ઝડપી બનાવી શકો છો. નવો ફોન લઇ એ તો તેના વિવિધ સેટિંગ પણ જાણી લેવા જોઈએ. આશા રાખું છું કે તમને આ અર્ટિકેલ મદદરૂપ થયો હશે.
FAQ [વારંવાર પુછાતા અગત્યના પ્રશ્નો – How To Speed Up Android Phone]
Q. મારો એન્ડ્રોઇડ ફોન ખૂબ જ ધીમો ચાલે છે, સ્પીડ વધારવા શું કરવું?
Ans.
ફોન રીસ્ટાર્ટ કરો, હોમ સ્ક્રીન સાફ કરો, બિનજરૂરી એપ અનઇન્સ્ટોલ કરો, ઇન્ટર્નલ મેમરી ફ્રી કરો, જરૂર ન હોય ત્યારે બ્લૂટૂથ, Wi-Fi, Location, Sync બંધ કરો. વગેરે જેવા ઉપાયો કરીને ફોનની સ્પીડ વધારી શકાય છે
Q. ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશન અપડેટ કરતા રહેવું જરૂરી છે?
Ans.
હા, ઓપરેટિંગ સિસ્ટમ અને એપ્લિકેશન અપડેટ કરતા રહેવું ખુબજ જરૂરી છે. તેનાથી ફોન માં કોઈ પ્રોબ્લેમ હશે તો તે ફિક્સ થઈ જશે. તેથી અવારનવાર અપડેટ કરતા રહેવું જોઈએ.
મિત્રો "How To Speed Up Android Phone" આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.
******* આ પણ વાંચો ********
- 15000 સુધી માં બેસ્ટ મોબાઇલ – 2021 | Best Mobile Phone Under 15000
- 20000 સુધી માં બેસ્ટ મોબાઇલ – 2021 | Best Mobile Phone Under 20000
- મોબાઇલની બેટરી લાઇફ વધારવાની 15 રીતો
- Top 10 બેસ્ટ સીએનજી કાર – 2021