Gujarat police constable paper 2015 PDF Download, constable paper 2015 pdf download, Gujarat police constable paper 2015 pdf download, Lok Rakshak Question Paper 2015
Gujarat police constable paper 2015 PDF Download
દરેક સ્પર્ધાત્મક પરીક્ષા GPSC – I/II, Class-3, PI, PSI, ASI, LRD Gujarat Police Constable 2021, Talati, High Court Clerk, Binsachivalay Clerk,TET, TAT, Nayab Mamlatdar etc માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી નીવડશે.
👉 Talati cum mantri bharti | તલાટી કમ મંત્રી ભરતી 2022
👉 ગુજરાત ના જિલ્લા અને તાલુકા 2021
👉 ગુજરાતની નદીઓ Map 2021
👉 ગુજરાત ના બંદરો 2021
👉 ગુજરાત RTO નું લિસ્ટ 2021
👉 Gujarat ni Bhugol (Geography) – ગુજરાતની ભૂગોળ
⭐Gujarat police constable paper PDF Download 2019⭐ MCQ Quiz
⭐Gujarat police constable old paper PDF Download 2016⭐ MCQ Quiz
⭐Gujarat police constable paper PDF Download 2015⭐ MCQ Quiz
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પેપર 2015 – MCQ Quiz
Gujarat police constable paper 2015 PDF Download (1-10)
(1) નીચેનામાંથી ક્યુ વાક્ય સાચું છે ?
(P) લખાણ એ દસ્તાવેજ છે.
(Q) મુદ્રિત લિથો કરેલ અથવા ફોટો પાડેલ શબ્દો દસ્તાવેજ છે.
(A) ફક્ત P સાચું છે.
(B) P અને Q- કોઈ સાચા નથી.
(C) ફક્ત Qસાચું છે.
(D) P અને Q- બંને સાચા છે.
Answer – D
(2) જે હકીકત “સાબિત થયેલી” ના હોય અને “નાસાબિત થયેલી પણ ના હોય તેને શું કહેવાય ?
(A) સાબિત થયેલી
(B) સાબિત ન થયેલી
(C) અડધી સાબિત
(D) ઉપરોક્ત કોઈ નહીં
Answer – B
3) સાક્ષીઓને તપાસવાનો સામાન્ય પણે ક્રમ કયો હોય છે ?
(A) સર તપાસ, ઉલટ તપાસ, ફેર તપાસ
(B) ફેર તપાસ, ઉલટ તપાસ, સર તપાસ
(C) સર તપાસ, ફેર તપાસ, ઉલટ તપાસ
(D) ઉલટ તપાસ, ફેર તપાસ, સર તપાસ
Answer – A
4) નીચે જણાવેલ સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?
(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય.
(Q) ફેર તપાસમાંન્યાયાલયની પરવાનગી સિવાયન પૂછી શકાય.
(A) ફક્ત P સાચું છે.
(B) P અને Q – બંને સાચા છે.
(C) ફક્ત Qસાચું છે.
(D) P અને Q – બંને ખોટા છે.
Answer – B
5)જયેશ એક સાયકલ રૂ. 1200 માં ખરીદે છે અને રૂ. 1104 માં વેચે છે તો તેને કેટલા ટકા નુકસાન થયું?
(A) 7%
(B) 9%
(C) 8%
(D) 10%
Answer – C
6)જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરે ?
(A) 4
(B) 6
(C) 5
(D) 7
Answer – B
7) 1,4, 9, 16,…..?
(A) 25
(B) 32
(C) 30
(D) 45
Answer – A
8) કોઈપણ બાજુથી ચાલુ કરો, તમારો ક્રમ 13મો હોય તો લાઈનમાં કુલ કેટલા માણસો હશે ?
(A) 13
(B) 22
(C) 15
(D) 25
Answer – D
9) ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી 25 દિવસે કયો વાર હશે ?
(A) મંગળવાર
(B) ગુરૂવાર
(C) બુધવાર
(D) શુક્રવાર
Answer – B
10) મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતાં કહે છે કે – આ મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે. તો આ છોકરી મહેશની શું સગી થાય ?
(A) માતા
(B) પત્ની
(C) બહેન
(D) પિતરાઈ બહેન
Answer – C
Gujarat police constable paper 2015 PDF Download (11-20)
11) CPU નું પૂરું નામ શું છે?
(A) સેન્ટ્રલ પ્રોજેક્ટ યુનિટ
(B) સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ
(C) સેન્ટ્રલ પરફેક્ટ યુનિટ
(D) સેન્ટ્રલ પબ્લિક યુનિટ
Answer – B
12) મીણબત્તી – મીણ તો કાગળ….?
(A) વૃક્ષ
(B) પસ્તી
(C) ચોપડી
(D) લખવું
Answer – A
13) A,D, H, K, 0…….
(A) Q
(B) s
(C) R
(D) T
Answer – C
14) આજે વિજયે રમેશને પરમ દિવસે ગુરૂવારે મળવાનું નક્કી કર્યું તો ગઈકાલે કયો વાર ગયો?
(A) મંગળવાર
(B) રવિવાર
(C) બુધવાર
(D) સોમવાર
Answer – D
15) X અને Y બંને Zનું ખૂન કરવા જાય છે. Xદરવાજા પાસે છરી લઈને ઉભો રહે છે. અને Y તમંચાથી ફાયર કરીને z ને મારી નાંખે છે.
(A) Y ખૂન માટે જવાબદાર છે.
(B) X ખૂન માટે જવાબદાર છે.
(C) બંને ખૂન માટે જવાબદાર છે.
(D) કોઈ ખૂન માટે જવાબદાર નથી
Answer – C
******* આ પણ વાંચો ********
- Gujarat ni Bhugol (Geography) – ગુજરાતની ભૂગોળ
- ગુજરાત ના જિલ્લા અને તાલુકા
- ગુજરાત ના બંદરો
- ગુજરાતની નદીઓ Map PDF
- LRD Gujarat police constable Official Website
16) સ્વ બચાવનો હક્ક (રાઈટ ટુ પ્રાઈવેટ ડીફેન્સ) કઈ કલમમાં સમાવાયેલ છે ?
(A) IPC94
(B) IPC-96
(C) IPC.95
(D) IPC-90
Answer – B
17) અ એ બ ના ઘરમાંથી ઘરેણાની બેગ લઈને ભાગે છે. બહાર નિકળતા ચોકીદાર તેને અટકાવે છે. તે પોતાના ચપ્પથી ચોકીદારને ઘાયલ કરીને ભાગી જાય છે. અહીં અ એ કયો ગુનો કર્યો છે ?
(A) ચોરી
(B) ધાડ
(C) લૂંટ
(D) છેતરપીંડી
Answer – C
18) ભારતીય ફોજદારી ધારો એટલે
(A) ઈન્ડિયન પોલીસ કોડ
(B) ઈન્ડિયન પીનલ કોડ
(C) ઈન્ડિયન પ્રોસિજર કોડ
(D) ક્રિમીનલ પ્રોસિજર કોડ
Answer – B
19) નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
(A) ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યક્તિ હોવી જોઈએ.
(B) ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 4 વ્યક્તિ હોવી જોઈએ.
(C) લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યક્તિ હોવી જોઈએ.
(D) ધાડના ગુના માટે ઓછામાં ઓછી 5 વ્યક્તિ હોવી જોઈએ.
Answer – D
20) IPC-498-ક મુજબ ત્રાસ એટલે
(A) પરિણીત સ્ત્રીને પતિ કે પતિના સગા દ્વારા કરવામાં આવતો ત્રાસ ‘
(B) ફક્ત માનસિક ત્રાસ
(C) ફક્ત શારીરિક ત્રાસ
(D) પરણિત પુરુષ ને પત્ની દ્વારા કરવામાં આવતો ત્રાસ
Answer – A
[ggWhatsappButton]
[ggTelegramButton]
Gujarat police constable paper 2015 pdf download (21-30)
21) IPC મુજબ
(A) ખોટી સાક્ષી આપવાથી કોઈ ગુનો બનતો નથી.
(B) ખોટી સાક્ષી આપનારને અદાલતમાં ફરીથી ક્યારેય બોલાવી શકાય નહીં.
(C) ખોટી સાક્ષી આપવા બદલ સજા થઈ શકે છે.
(D) ખોટી સાક્ષી આપવા બદલ અદાલત કોઈ કાર્યવાહી કરી શકતી નથી.
Answer – C
22) ચોરી માટે નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે ?
(A) ચોરીની વિષયવસ્તુ સ્થાવર મિલ્કત હોય છે.
(B) તેમજેદાર વ્યક્તિની સંમતિ વિના થાય છે.
(C) ચોરીની વિષયવસ્તુ જંગમ મિલ્કત હોય છે.
(D) તે કન્સેદારના કબજામાંથી લઈ લેવાના ઈરાદે થાય છે.
Answer – A
23) ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે ?
(A) 2
(B) 4
(C) 3
(D) 5
Answer – D
24) IPC મુજબ
(1) કલમ 302 – ખૂનની સજા
(2) કલમ 307 – ખૂનની કોશિષની સજા
(3) કલમ 379 – ચોરીની સજો
(4) કલમ 395 – ધાડની સજા
(A) ફક્ત 1 સાચું
(B) 1, 2, 3 સાચા
(C) 1 અને 2 સાચા
(D) 1, 2, 3 અને 4 બધા સાચા
Answer – D
25) ક્રિકેટ વર્લ્ડ કપ – 2015 ની મેચો કયા દેશમાં યોજવામાં આવેલ હતી ?
(A) ઓસ્ટ્રેલિયા
(B) ન્યુઝીલેન્ડ
(C) ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ
(D) ઉપરમાંથી કોઈ નહીં
Answer – C
26) કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધરપકડ કરી શકે છે?
(A) સી.આર.પી.સી. કલમ – 141
(B) સી.આર.પી.સી. કલમ – 151
(C) સી.આર.પી.સી. કલમ – 145
(D) સી.આર.પી.સી. કલમ – 155
Answer – B
27) વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને મુસાફરી સમય સિવાયકેટલા કલાકની અંદર જે તે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાનો રહે છે ?
(A) 12 કલાક
(B) 48 કલાક
(C) 24 કલાક
(D) 50 કલાક
Answer – C
28) ફરિયાદ (FIR)ની નકલ ફરિયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે?
(A) રૂ. 20
(B) રૂ. 100
(C) રૂ. 50 –
(D) વિનામૂલ્ય
Answer – D
29) સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે?
(A) સી.આર.પી.સી. કલમ – 151
(B) સી.આર.પી.સી. કલમ – 165
(C) સી.આર.પી.સી. કલમ – 161
(D) સી.આર.પી.સી. કલમ – 171
Answer – C
30) મહિલાની ધરપકડ માટે કયું વિધાન સાચું છે?
(A) મહિલાની ધરપકડ ફક્ત મહિલા પોલીસ અધિકારી જ કરી શકે.
(B) મહિલાની ધરપકડ માટે મહિલા પોલીસ અધિકારી પણ જેની ધરપકડ કરવાની હોય તે
મહિલાના શરીરને અડકી શકે નહીં.
(C) મહિલાની ધરપકડ કોઈપણ સમયે (દિવસે કે રાત્રે) કરવા માટે કોઈની પૂર્વ પરવાનગીની જરૂર નથી.
(D) મહિલાની ધરપકડ સૂર્યાસ્ત પછી અને સૂર્યોદય પહેલા કરવા માટે મેજીસ્ટ્રેટની પૂર્વ પરવાનગી લેવી જોઈએ.
Answer – D
Gujarat police constable paper 2015 pdf download (31-40)
31) ભારતનું બંધારણ ઘડવા માટેની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા?
(A) ડો.ભીમરાવ આંબેડકર
(B) રાજેન્દ્રપ્રસાદ
(C) સી. રાજગોપાલાચારી
(D) જવાહરલાલ નહેરૂ
Answer – A
32) જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજજો પ્રદાન કરવામાં આવેલો છે ?
(A) અનુચ્છેદ – 356
(B) અનુચ્છેદ – 370
(C) અનુચ્છેદ – 302
(D) અનુચ્છેદ – 360
Answer – B
33) રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે ?
(A) રાષ્ટ્રપતિ
(B) મુખ્યમંત્રી
(C) રાજ્યપાલ
(D) વિધાનસભા અધ્યક્ષ
Answer – C
34) માહિતી અધિકારનો કાયદો ક્યા વર્ષથી અમલમાં આવ્યો?
(A) 1947
(B) 2003
(C) 1993
(D) 2005
Answer – D
35) ‘લાફીંગ ગેસ’ (Laughing gas) એટલે કયો વાયુ?
(A) કાર્બન મોનોક્સાઈડ
(B) હાઈડ્રોજન પરોકસાઈડ
(C) સલ્ફર ડાયોકસાઈડ
(D) નાઈટ્રસ ઓકસાઈડ
Answer – D
36) કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે?
(A) રેડીયમ
(B) જિંક
(C) પારો
(D) યુરેનિયમ
Answer – C
37) કયા બ્લડગ્રુપવાળા વ્યક્તિને સાર્વજનિક દાતા’ કહે છે ?
(A) A
(B) O
(C) B
(D) A
Answer – O
38) આગ બૂઝાવવામાં કયો ગેસ વપરાય છે ?
(A) નિયોજન
(B) કાર્બન ડાયોક્સાઈડ
(C) નાઈટ્રોજન
(D) કાર્બન મોનોક્સાઈડ
Answer – B
39) “પંચ તંત્ર’ ના રચયિતા કોણ છે?
(A) કાલિદાસ
(B) પાણિની
(C) વિષ્ણુશર્મા
(D) ચાણક્ય
Answer – C
(40) ગાંધીજીએ ક્યારે “દાંડીકૂચ” કરી ?
(A) ઈ.સ. 1928.
(B) ઈ.સ. 1932
(C) ઈ.સ. 1930
(D) ઈ.સ. 1935
Answer – C
Gujarat police constable paper 2015 PDF Download (41-60)
41) સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો?
(A) બારડોલી
(B) ચંપારણ
(C) ધરાસણા
(D) દિલ્હી
Answer – C
42) ગાંધીજીના પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીયે…’ ની રચના કોણે કરી છે ?
(A) નરસિંહ મહેતા
(B) સરોજિની નાયડુ
(C) મહાત્મા ગાંધી
(D) રવિન્દ્રનાથ ટાગોર
Answer – A
43) વર્ષ 2015માં ‘આયોજન પંચ” ને બદલે કયું નવું પંચ અમલમાં આવ્યું ?
(A) નેશનલ પંચની કાર
(B) વાઈબ્રન્ટ પંચની
(C) નીતિ પંચ
(D) વિકાસ પંચ
Answer – C
44) ગુજરાતનો સ્થાપના દિન કયો છે?
(A) 1લી મે 1960
(B) 1લી જુલાઈ 1960
(C) 1લી જૂન 1960
(D) 1લી ઓગષ્ટ 1960
Answer – A
45) ગુજરાતમાં હાલમાં કુલ કેટલા જિલ્લાઓ છે?
(A) 31
(B) 33
(C) 32
(D) 34
Answer – B
46) સ્વાઈન ફ્લકયા વાયરસથી ફેલાય છે?
(A) B1N1
(B) T1N1
(C) C1D1
(D) H1N1
Answer – D
47) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની સેવા નિવૃત્તિની વય કેટલી હોય છે ?
(A) 60 વર્ષ
(B) 65 વર્ષ
(C) 62 વર્ષ
(D) 68 વર્ષ
Answer – B
48) ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ?
(A) લોકસભા અને રાજ્યસભા
(B) લોકસભા
(C) લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ
(D) રાજ્યસભા
Answer – C
49) કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલનોબેલ પુરસ્કાર મળ્યો છે?
(A) બાળમજૂરોને છોડાવવા
(B) પત્રકારિત્વના ક્ષેત્રમાં
(C) સ્વાથ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા
(D) પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા
Answer – A
50) ગોબર ગેસમાં મુખ્યત્વે કયો ગેસ હોય છે ?
(A) ઈથેન
(B) પ્રોપેન
(C) મિથેન
(D) ન્યૂટન
Answer – C
51) ભારત દેશના સૌ પ્રથમ ગુજરાતી વડાપ્રધાન કોણ હતા ?
(A) નરેન્દ્ર મોદી
(B) સરદાર પટેલ
(C) મોરારજી દેસાઈ
(D) જવાહરલાલ નહેર
Answer – C
52) ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે ?
(A) કર્ક વૃત્ત
(B) મકર વૃત્ત
(C) વિષુવવૃત્ત
(D) ઉપરમાંથી કોઈ નહીં
Answer – A
53) પાલીતાણાના જૈન મંદિરો ક્યા પર્વત પર આવેલા છે ? રાણી
(A) ગિરનાર
(B) પાવાગઢ
(C) શેત્રુજ્ય
(D) વિલ્સન હિલ
Answer – C
54) ઈસ્ટ ઈંડીયા કંપની ગુજરાતમાં સૌ પ્રથમ ક્યાં આવી ?
(A) સુરત
(B) વડોદરા
(C) ભરૂચ
(D) અમદાવાદ
Answer – A
55) અંબાજી તીર્થધામ કઈ પર્વતમાળામાં આવેલું છે ?
(A) અરવલ્લી
(B) પશ્ચિમઘાટ
(C) સહ્યાદ્રી
(D) પૂર્વઘાટ
Answer – A
56) નીચેનામાંથી ક્યા રંગો પ્રાથમિક રંગો છે?
(A) લાલ, વાદળી, પીળો
(B) લાલ, લીલો, ગુલાબી
(C) પીળો, લીલો, વાદળી
(D) લાલ, લીલો, વાદળી
Answer – D
57) ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા?
(A) યુરી ગાગરીન
(B) નીલ આર્મસ્ટ્રોંગ
(C) કલ્પના ચાવલા
(D) સુનિતા વિલીયમ્સ
Answer – B
58) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ?
(A) મુખ
(B) જઠર
(C) ખોરાકની નળી
(D) નાનું આંતરડું કરી
Answer – A
59) ગ્રીન હાઉસ કોનાથી સંબંધિત છે?
(A) ધાબા બાગકામ
(B) વૈશ્વિક તાપમાન વધારો
(C) રસોડા બાગકામ
(D) સુપોષકતકરણ
Answer – B
60) ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે?
(A) સુપ
(B) ઘાસ
(D) વૃક્ષ
(C) નીંદણ
Answer – C
Gujarat police constable paper 2015 PDF Download (61-80)
61) સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે?
(A) શુક્ર
(B) મંગળ
(C) પૃથ્વી
(D) ગુરુ
Answer – A
62) થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે?
(A) ચાંદી
(B) સોનુ
(C) તાંબુ
(D) પારો
Answer – D
63) પાણીના અણુનું રાસાયણિક સૂત્ર શું છે?
(A) CO2
(B) H2O
(C) SO2
(D) O2
Answer – B
64) પેન્સિલમાં શું વપરાય છે?
(A) ગ્રેફાઈટ
(B) ફોસ્ફરસ
(C) સિલીકોન
(D) કોલસો
Answer – A
65) પૃથ્વી ઉપરનો નીચે પૈકી સૌથી સખત પદાર્થ (substance) કયો છે ?
(A) સોનું
(B) હીરો
(C) લોખંડ
(D) પ્લેટિનમ
Answer – B
66) ‘ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો’ નું સૂત્ર કોણે આપ્યું ?
(A) રામકૃષ્ણ પરમહંસ
(B) દયાનંદ સરસ્વતી
(C) સ્વામી વિવેકાનંદ
(D) રાજા રામમોહનરાય
Answer – C
67) યોગ્ય જોડકા જોડો
(P) બ્રહ્મો સમાજ (1) દયાનંદ સરસ્વતી
(Q) આર્ય સમાજ (2) ઠક્કર બાપા
(R) વહાબી આંદોલન (3) સૈયદ અહમદ ખાન અને શરીઅતુલ્લા
(S) પંચમહાલ ભીલ સેવા મંડળ (4) રાજા રામમોહન રાય
(A) P-2, Q-3, R-1, 6-4
(B) P-4, 9-1, R-2, S-3
(C) P- 3, Q-2 , R-4, S-1
(D) P -4, Q-1, R-3, S-2
Answer – D
68). 1907 માં જર્મનીમાં યોજાયેલી ‘આંતર રાષ્ટ્રીય સમાજવાદી પરિષદ માં સૌ પ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ?
(A) વીર સાવરકર
(B) રાણા સરદારસિંહ
(C) મેડમ ભીખાજી કામા
(D) શ્યામજી કૃષ્ણ વર્મા
Answer – C
69) “હુંકાગડા-કૂતરાન મોત મરીશ, પરંતુ સ્વરાજ્ય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું?
(A) ગાંધીજી
(B) સરોજિની નાયડુ
(C) સરદાર વલ્લભભાઈ પટેલ
(D) મહાદેવભાઈ દેસાઈ
Answer – A
(70) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહ પ્રધાન કોણ હતા ?
(A) જવાહરલાલ નહેરૂ
(B) સરદાર વલ્લભભાઈ પટેલ
(C) રાજેન્દ્રપ્રસાદ
(D) ડો. ભીમરાવ આંબેડકર
Answer – B
(71) સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા’ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે?
(A) નર્મદા
(B) જામનગર
(C) અમદાવાદ
(D) કચ્છ
Answer – C
(72) સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?
(A) આત્મકુંડ
(B) દામોદર કુંડ
(C) ધીરજ કુંડ
(D) સૂરજ કુંડ
Answer – B
(73) શ્રીકૃષ્ણના બાળમિત્ર સુદામા ક્યાંના વતની હતા ?
(A) પોરબંદર
(B) ભાવનગર
(C) મથુરા
(D) રાજકોટ
Answer – A
(74) સોલંકી વંશના ક્યા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ) નામે નગર વસાવ્યું હતું?
(A) કુમારપાળ
(B) દુર્લભરાજ
(C) કર્ણદેવ
(D) ચામુંડરાજ
Answer – C
(75) મેહમૂદ “બેગડો” કેમ કહેવાય છે?
(A) તે સામાન્ય માણસ કરતાં બે ઘણો જડો હતો તેથી
(B) તે બેગણું જમતો હતો તેથી
(C) તે બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી
(D) તેણે જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી
Answer – D
(76) જોડકા જોડો
(P) પન્નાલાલ પટેલ (1) સરસ્વતીચંદ્ર
(Q) ઝવેરચંદ મેઘાણી (2) ગુજરાતનો નાથ
(R) કનૈયાલાલ મુનશી (3) માનવીની ભવાઈ
(S) ગોવર્ધનરામ ત્રિપાઠી (4) સૌરાષ્ટ્રની રસધાર
(A) P-4, R-1, S-3, Q-2
(B) Q-2, P-3, R-1, S-4
(C) P-3, Q-4, R-2, S-1
(D) S-1, R-2, Q-4, P-3
Answer – C
(77) નવો મોરબી જીલ્લો કયા જીલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે?
(A) રાજકોટ
(B) રાજકોટ, સુરેન્દ્રનગર અને ભાવનગર
(C) રાજકોટ અને સુરેન્દ્રનગર
(D) રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર
Answer – D
(78) નર્મદા નદીનું મૂળ કયું છે ?
(A) સહ્યાદ્રિ
(B) અમરકંટક
(C) મૈકલ
(D) પૂર્વઘાટ
Answer – B
(79) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી (dockyard) મળી આવેલ છે ?
(A) વલભી
(B) હડપ્પા
(C) ધોળાવીરા
(D) લોથલ
Answer – D
80) ભારતમાં પારસીઓ ગુજરાતમાં સૌ પ્રથમ કયા બંદર પર આવ્યા?
(A) સુરત
(B) ખંભાત
(C) ભરૂચ
(D) સંજાણ
Answer – D
Gujarat police constable paper 2015 PDF Download (81-100)
81) ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રીનું નામ જણાવો?
(A) કલ્પના ચાવલા
(B) લજજા ગોસ્વામી
(C) સુનિતા વિલીયમ્સ
(D) ગીત શેઠી
Answer – C
82) ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?
(A) દાહોદ
(B) ભરૂચ
(C) બનાસકાંઠા
(D) સુરત
Answer – A
83) અમદાવાદના ઝલતા મિનારા ક્યાં આવેલા છે.
(A) શાહપુર
(B) કાલુપુર
(C) દરિયાપુર
(D) લાલ દરવાજા
Answer – B
84) ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે
(A) જેસોર
(C) બરડો
(B) શેત્રુંજે
(D) ગિરનાર
Answer – D
85) રતનમહાલ રીંછ અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ?
(A) ડાંગ
(B) બનાસકાંઠા
(C) દાહોદ
(D) પંચમહાલ
Answer – C
86) ભારતના કયા રાજ્યને સૌથી લાંબો દરિયા કિનારો છે ?
(A) ગુજરાત
(B) કર્ણાટક
(C) તમિલનાડુ
(D) આંધ્રપ્રદેશ
Answer – A
87) નીચેનામાંથી કયા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે ?
(P) જમ્મુ અને કાશ્મીર
(Q) સિક્કીમ
(R) અરૂણાચલ પ્રદેશ
(S) હિમાચલ પ્રદેશ
(A) P R અને S
(B) P અને Re
(C) P, Q 247 R
(D) P Q, R અને S
Answer – D
88) નીચેનામાંથી કયું પ્રાણી ગિરના અભ્યારણમાં જોવા મળતું નથી ?
(A) સિંહ
(B) વાઘ
(C) કાળિયાર
(D) નીલગાય
Answer – B
89) નીચેના માંથી કયું લોકનૃત્ય ગુજરાતનું નથી?
(A) બિહુ
(C) મેર રાસ
(B) ટિપ્પણી
(D) હૂડો
Answer – A
90) ભારતે છોડેલું મંગળયાન કયા ગ્રહની જાણકારી મેળવવામાં મદદરૂપ થશે?
(A) મંગળ
(B) ગુરૂ
(C) બુધ
(D) શુક્ર
Answer – A
91) હાલમાં ગુજરાત વિધાનસભાના સ્પીકર કોણ છે?
(A) મંગુભાઈ પટેલ
(B) વજુભાઈ વાળા
(C) ઓ.પી. કોહલી
(D) ગણપતભાઈ વસાવા
Answer – D
92) જોડકા જોડો
(P) અરૂણાચલ પ્રદેશ (1) દિસપુર
(Q) આસામ (2) ઈટાનગર
(R) ગોવા (3) રાંચી
(S) ઝારખંડ (4) પણજી
(A) P – 1, Q-2, R-4, S-3
(B) P – 3, Q-4, R-1, S-2
(C) P-2, Q-1,R-4, S-3
(D) P-4, 9-3, R-2, s-1
Answer – C
93) દિલ્હીમાં હાલમાં કોણ મુખ્યમંત્રી છે?
(A) નરેન્દ્ર મોદી
(B) કિરણ બેદી
(C) અરવિંદ કેજરીવાલ
(D) ઉપરમાંથી કોઈ નહીં
Answer – C
94) પ્રવાસી ભારતીય દિવસ-2015 નો કાર્યક્રમ ક્યાં યોજાયો ?
(A) અમદાવાદ
(B) વડોદરા
(C) ગાંધીનગર
(D) રાજકોટ
Answer – C
95) નીચેનામાંથી કોણ ભારતના પ્રજાસત્તાક દિન -2015 ના દિલ્હી ખાતેની ઉજવણીના “ચીફ ગેસ્ટ’’ હતા ?
(A) અમેરિકાના પ્રેસીડેન્ટ
(B) જાપાનના પ્રાઈમ મિનિસ્ટર
(C) ચીનના પ્રેસીડેન્ટ
(D) ઉપરમાંથી કોઈ નહીં
Answer – A
96) ATIRA- ટેક્ષટાઈલ રિસર્ચ ઈન્સ્ટીટયૂશન ક્યાં આવેલું છે?
(A) વડોદરા
(B) અમદાવાદ
(C) સુરત
(D) રાજકોટ
Answer – B
97) નીચેનામાંથી કયા રાજ્યની સીમા ગુજરાતને અડતી નથી ?
(A) રાજસ્થાન
(B) મધ્યપ્રદેશ
(C) મહારાષ્ટ્ર
(D) છત્તીસગઢ
Answer – D
98) ભારતનું કયું નવું રાજ્ય 2014 માં બન્યું ? ‘
(A) છત્તીસગઢ
(B) ઝારખંડ
(C) તેલંગાણા
(D) ઉત્તરાખંડ
Answer – C
99) ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે ?
(A) પ્રતિભા પાટીલ
(B) રાજેન્દ્રપ્રસાદ
(C) પ્રણવ મુખરજી
(D) એ.પી.જે. અબ્દુલ કલામ
Answer – C
100) “હકીકત” અંગે કયુ વાક્ય સાચુ છે ?’
(P)ઈન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ
(Q) કોઈ વ્યક્તિને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ
(A) ફક્ત P સાચું છે.
(B) P અને Q – કોઈ સાચા નથી.
(C) ફક્ત Q સાચું છે
(D) P અને Q – બંને સાચા છે.
Answer – D
FAQ : Gujarat police constable paper 2015 PDF Download
Q. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં વિષય ગુણભાર કેટલો હોય છે?
Ans. જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષા અનુસાર ગુણભાર અલગ અલગ હોય છે. જે તે પરીક્ષા ની તૈયારી કરતા હોય તે પરીક્ષાનો ડીટેલ સિલેબસ જરૂરથી જાણી લેવો. અમે નોંધ્યું છે કે ભૂગોળ, રીઝનીંગ, કાયદો, ઈતિહાસ, વિજ્ઞાન આ વિષય પર સૌથી વધુ પ્રશ્નો પુછાય છે. ડિટેલમાં માહિતી મેળવવા માટે આર્ટિકલ વાંચો.
Q. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પુછાય છે?
Ans. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષામાં નીચેના વિષયો પર પ્રશ્નો પુછાય છે. ભૂગોળ, રીઝનીંગ, કાયદો, ઈતિહાસ, વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો, બંધારણ, કોમ્યુટર, સ્પોર્ટ્સ, સાહિત્ય, ગણિત, પુરસ્કાર, મનોવિજ્ઞાન-સમાજશાસ્ત્ર, સાંસ્કૃતિક વારસો. ડિટેલમાં માહિતી મેળવવા માટે આર્ટિકલ વાંચો.
મિત્રો "Gujarat police constable paper 2015 PDF Download" આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.
******* આ પણ વાંચો ********
- Gujarat ni Bhugol (Geography) – ગુજરાતની ભૂગોળ
- ગુજરાત ના જિલ્લા અને તાલુકા
- ગુજરાત ના બંદરો
- ગુજરાતની નદીઓ Map PDF
Ha
thank you very much dharmik 🙂