Homeજાણવા જેવુંGanesh Chaturthi 2022,Muhurat,Puja Vidhi,Wishes

Ganesh Chaturthi 2022,Muhurat,Puja Vidhi,Wishes

* Advertisement *
** Advertisement **

Ganesh Chaturthi 2022, ganesh sthapana vidhi in gujarati 2022 muhurat time, Happy Ganesh Chaturthi 2022 Puja vidhi, Wishes

હિંદુ ધર્મમાં ગણપતિ પૂજન નું ખૂબ જ મહત્વ છે. આખા ભારત દેશમાં ગણેશ ચતુર્થીને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આખા ભારત દેશમાં ગણેશ પૂજાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઘણી બધી જગ્યાએ પંડાલ બનાવવામાં આવી રહ્યા છે.ગયા વર્ષે કોરોના ના લીધે લોકોએ પોતાના ઘરમાં જ સાદાઈથી ગણપતિ પૂજા ની ઉજવણી કરી હતી.આ વર્ષે લોકો કોરોનાના નિયમનું પાલન કરતા કરતા ગણેશોત્સવના કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છે અને સાથે પોતાના ઘરમાં પણ ગણપતિ પૂજા ની તૈયારી કરી રહ્યા છે.

  • હિન્દું પંચાગ મુજબ ભાદરવા સુદ ચોથ ના દિવસે ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે. આ વર્ષે આ તિથિ 31 ઓગસ્ટ ને બુધવાર ના રોજ આવે છે. આ પર્વ દસ દિવસ સુધી ચાલે છે. દસ દિવસ પછી ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે.
  • આ વખતે 2022માં ગણેશ ચતુર્થી / વિનાયક ચતુર્થી પર લગભગ 10 વર્ષ બાદ રવિયોગ બની રહ્યો છે, કે જેને આપણા શાસ્ત્રોમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે.
  • રવિયોગને અશુભ યોગના પ્રભાવને નષ્ટ કરવા વાળો માનવામાં આવે છે. ગણેશ ચતુર્થીની પૂજા વિધિ અહીં વિગતવાર જાણો.
Happy Ganesh Chaturthi
Happy Ganesh Chaturthi

Ganesh Chaturthi 2022

ભાદરવા સુદ ચોથ, 31 ઓગસ્ટ, બુધવાર,2022 – વાંચો બધી માહિતી.

ગણપતિજીની સ્થાપના માટે શુભ મુહૂર્ત, Ganesh sthapana vidhi in gujarati 2022

આ વર્ષે ગણેશ ચતુર્થી મંગળવાર, 30 ઓગસ્ટ, 2022ના રોજ બપોરે 3.34 PM વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે બુધવાર, 31 ઓગસ્ટ, 2022ના બપોરે 3.23 PM વાગ્યે સમાપ્ત થશે. પૂજાના સમયે ગણપતિ મંત્ર નો જાપ કરતા ગણપતિજીને ગંગાજળ, ફૂલ, ચંદન, ધૂપ, દીપ, ફળ અને મોદકનો પ્રસાદ ચડાવવું જોઈએ.

  • સવારે 11.05 am – 1.38 pm (31, ઓગસ્ટ 2022)
  • વિજય મુહૂર્ત – બપોરે 2.34 PM થી 3.25 PM (31, ઓગસ્ટ 2022)
  • અમૃત કાલ મુહૂર્ત – સાંજે 5.42 PM થી 7.20 PM (31, ઓગસ્ટ 2022)
  • સંધિકાળ મુહૂર્ત – સાંજે 6.36 PM થી 7.00 PM (31, ઓગસ્ટ 2022)
  • રવિ યોગ – 31 ઓગસ્ટ 2022, સવારે 06.06 AM થી 1 સપ્ટેમ્બર 2022, સવારે 12.12 કલાક સુધી
  • ગણેશ વિસર્જન – 9 સપ્ટેમ્બર 2022 (અનંત ચતુર્દશી)

ગણેશ ચતુર્થી પૂજા સામગ્રી યાદી

  • પૂજા માટે લાકડાની ચોકી, બાજોઠ
  • ગણેશ ભગવાનની પ્રતિમા
  • લાલ કાપડ
  • નાડાછડી
  • કલશ
  • નાળિયેર
  • પંચામૃત, પંચમેવા
  • ગંગાજલ
  • અબીલ, ગુલાલ અને કંકુ
  • ફુલ હાર, ફુલ
  • અક્ષત (ચોખા)
  • ચંદન
  • દુર્વા
  • એલચી, લવિંગ, સોપારી
  • ઘી, દીવો, અગરબત્તી
  • કપૂર
  • મોદક, મીઠાઈ, સુકામેવા

ગણપતિજીની પૂજા વિધિ – Ganesh Chaturthi Puja Vidhi

  • ગણેશ ચતુર્થી ના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરો.
  • પછી, તાંબા અથવા માટીની બનેલી ગણેશજીની મૂર્તિ લો.
  • પછી કળશમાં પાણી ભરો અને એનું મુખ નવા કપડાથી બાંધી દો. ત્યારબાદ તેના પર ગણપતિની મૂર્તિની સ્થાપના કરો.
  • ભગવાન ગણેશને સિંદૂર, ચંદન, ઘી અને મોદક અર્પણ કરો અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરો. પૂજાના સમયે ગણપતિ મંત્ર નો જાપ કરો.
  • ધૂપ, દીપ, તથા અગરબત્તી કરીને તેમની આરતી કરો.
  • ગણેશજીની આરતી કરો અને બધામાં પ્રસાદ વહેંચો.

ગણેશોત્સવ દરમિયાન નીચેના પ્રસાદનો ભોગ ચઢાવો

  • મોદક : ગણપતિ બાપાને મોદક ખૂબ જ પ્રિય છે. મોદકનો ભોગ ચઢાવવાથી ગણપતિબાપા પ્રસન્ન થાય છે.
  • મોતીચૂર લાડુ : ગણપતિ બાપાને મોતીચૂર લાડુ પણ ખૂબ જ પ્રિય છે. મોતીચુર લાડુ પ્રસાદ તરીકે વહેંચી શકાય છે.
  • કેળા : ગણેશને કેળાનો ભોગ લગાવી શકાય છે.
  • નારિયળ : નાળિયેર ને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે.નાળિયેર નો ભોગ પણ લગાવી શકાય છે.
  • બેસન લાડુ, ખીર, માવા માંથી બનાવેલ લાડુ, શ્રીખંડ પણ અર્પણ કરી શકાય છે, તે તેમને ખૂબ પ્રિય છે. તેમને અર્પણ કરવાથી ભક્તો પર બાપ્પાના આશીર્વાદ રહે છે. આ સાથે તેની કૃપા, સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ ઘરમાં આવે છે.

10 વર્ષ પછી ગણેશ ચતુર્થી પર બન્યો છે રવિયોગ

ગણેશ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે, ગણપતિનો જન્મ ભાદ્ર શુક્લ ચતુર્થી ના દિવસે બપોરના સમયે થયો હતો. જે દિવસે ગણપતિનો જન્મ થયો એ દિવસે બુધવાર હતો. 2022 માં આ વખતે કંઈક આવો જ સંયોગ બની રહ્યો છે. ભાદ્ર શુક્લ ચતુર્થી તિથિ 31 ઓગસ્ટે, બપોરના સમયે બુધવારે રહેશે.

આવો સંયોગ એટલા માટે બન્યો છે કેમકે ચતુર્થી તિથિ મંગળવારે 30 ઓગસ્ટે, દિવસે 3.34 કલાકથી શરૂ થશે અને બીજા દિવસે 31 ઓગસ્ટે 3.23 કલાક સુધી રહેશે. 31 ઓગસ્ટે ઉદયા કાલીન ચતુર્થી તિથિ અને મધ્યાહન વ્યાપિની ચતુર્થી તિથિ હોવાના કારણે આ દિવસે વિનાયક ચતુર્થીનું વ્રત પૂજન સર્વસામાન્ય થશે. ધાર્મિક દ્રષ્ટિ એ આ ખૂબ જ શુભ સંયોગ છે. આ શુભ સંયોગમાં ગણેશજીની પૂજા અર્ચના કરવી ભક્તો માટે ધાર્મિક દ્રષ્ટિએકલ્યાણકારી રહેશે.

ગણેશજી સાથે જોડાયેલી વાર્તા

પૌરાણિક માન્યતાઓ અનુસાર, એકવાર પાર્વતી માતા સ્નાન કરવા જઈ રહ્યા હતા. તેણે તેના શરીરના મેલ માંથી એક પૂતળું બનાવ્યું અને તેમાં જીવ પૂરીયો.

માતા પાર્વતીએ તેમને ઘરની સુરક્ષા માટે દ્વારપાળ તરીકે નિયુક્ત કર્યા. ગણેશજીને આ સમય સુધી કંઈ ખબર નહોતી, માતા પાર્વતીના આદેશનું પાલન કરીને, તેમણે ભગવાન શિવને પણ ઘરમાં પ્રવેશતા અટકાવ્યા.

ગુસ્સામાં શંકરજીએ તેનું માથું કાપી નાખ્યું. જ્યારે માતા પાર્વતીએ પોતાના પુત્રની આ હાલત જોઈ ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગયા અને ગુસ્સે થઈ ગયા.પછી શિવજીએ ગણેશના ધડ પર હાથીનું માથું જોડી દીધું. જેના કારણે તેને ગજાનન નામ મળ્યું.

જમણી અને ડાબી સૂંઢ વાળા ગણપતિનું મહત્ત્વ

જમણી તરફ સૂંઢવાળા ગણપતિ સિદ્ધિવિનાયક કહેવાય છે અને ડાબી તરફ સૂંઢવાળા ગણપતિ વિઘ્નવિનાશક કહેવાય છે. સિદ્ધિવિનાયક ગણપતિને ઘરની અંદર સ્થાપિત કરવાની પરંપરા છે, જ્યારે વિઘ્નવિનાશક ગણપતિને ઘરની બહાર દ્વાર પાસે સ્થાપિત કરવાની પરંપરા છે. જેથી કરીને ઘરમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન કે મુશ્કેલી ના આવે. ઓફિસમાં ડાબી તરફ સૂંઢવાળા વિઘ્નવિનાશક ગણપતિને અને ઘરમાં જમણી તરફ સૂંઢવાળા સિદ્ધિવિનાયક ગણેશજીને સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

પાર્વતીના ખોળામાં બેસેલા ગણેશજીની મૂર્તિ સ્થાપિત ન કરો.


ભગવાન શિવ અને માતા પાર્વતીના ખોળામાં બેઠેલા ગણેશજીની મૂર્તિ પણ ન લાવો. શાસ્ત્રોમાં તેનું વિસર્જન કરવું પ્રતિબંધિત છે.

ગણેશજીની આવી મૂર્તિ સ્થાપિત કરો, તે શુભ છે

માટીની બનેલી ગણેશ મૂર્તિ સૌથી શુભ માનવામાં આવે છે કેમ કે માટીમાં સ્વાભાવિક પવિત્રતા હોય છે. જાણકારોના જણાવ્યા મુજબ માટીની ગણપતિની મૂર્તિ પંચતત્ત્વથી બનેલી હોય છે. તે મૂર્તિમાં જળ, જમીન, વાયુ, અગ્નિ અને આકાશના અંશ રહેલા હોય છે. એટલે તેમાં ભગવાનનું આવાહન અને તેની પ્રતિષ્ઠા કરવાથી કાર્ય જરૂરથી સિદ્ધ થાય છે.

સોના, ચાંદી કે અન્ય કોઇ ધાતુથી બનેલી મૂર્તિની પણ પૂજા કરી શકાય છે.પરંતુ પીઓપી અથવા પ્લાસ્ટિક જેવી સામગ્રીથી બનેલી મૂર્તિની પૂજા ન કરો. એનાથી નદીઓ અપવિત્ર થાય છે, પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે નદીઓને ગંદી કરવાથી દોષ લાગે છે. બને ત્યાં સુધી માટીની બનેલી ગણપતિની મૂર્તિ ની પૂજા કરવી જોઈએ.

ભગવાન ગણેશના આ મંત્રનો જાપ કરો, આત્મવિશ્વાસ વધશે


જો આત્મવિશ્વાસનો અભાવ હોય અથવા જો તમારું કામ પૂર્ણ થતાં જ બગડી જાય, તો ‘ॐ ગણ ગણપતેય નમો નમઃ’ મંત્ર સાથે ગણેશજીની પૂજા કરો.એવું માનવામાં આવે છે કે તે ગુમાવેલો આત્મવિશ્વાસ પાછો લાવે છે. અને ખરાબ વસ્તુઓ દૂર થવા લાગે છે.

ગણેશજીને પ્રિય પ્રસાદ

  • ચુરમાના મોદક
  • મોતીચૂર લાડુ અને વિવિધ પ્રકારના મોદક
  • ગોળ

ગણેશજીને પ્રિય ફૂલ

  • લાલ-પીળા જાસુદના ફૂલ
  • લાલ ગુલાબના ફૂલ
  • પીળા-કેસરી ગલગોટાના ફૂલ

ગણેશજીને પ્રિય ફળ

  • કેળા
  • ચીકુ
  • સીતાફળ
  • સફરજન
  • પપૈયુ

[ggWhatsappButton]


[ggTelegramButton]


ગણેશજીની આરતી


જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા|
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા||

એકદંત દયાવંત ચાર ભુજાધારી|
મસ્તક પર સિંદૂર સોહે મૂસે કી સવારી||

પાન ચઢે ફૂલ ચઢે ઔર ચઢે મેવા|
લડુઅન કા ભોગ લાગે સંત કરે સેવા||


જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા||

અંધન કો આંખ દેત કોઢિન કો કાયા |
બાંઝન કો પુત્ર દેત નિર્ધન કો માયા ||


સુબહ શામ શરણ આએ સફળ કીજે સેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા||

જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા |
માતા જાકી પાર્વતી પિતા મહાદેવા||

Ganesh Chaturthi Wishes


આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામના,
તમારા મનની સર્વ મનોકામના પૂર્ણ થાય,
બધાને ઐશ્વર્ય, સુખ-શાંતિ અને આરોગ્ય મળે,
એવી ગણપતિ બાપ્પાનાં ચરણોમાં પ્રાર્થના.


ૐ ગં ગણપતેય નમો નમઃ
શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ
અષ્ટવિનાયક નમો નમઃ
ગણપતિ બાપ મોરિયા.
શ્રી ગણેશ ચતુર્થીની સર્વેને શુભકામના


ગણપતિ બાપ્પા મોર્યા મંગલમૂર્તિ મોર્યા ! ! !
ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામના


ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ.
શ્રી ગણેશજી આપણા સૌના સર્વ દુખ દર્દ
દુર કરી નવી આશાની અને ખુશીની
લહેર પ્રસરાવે તેવી શુભેચ્છા.


વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ,
નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા

FAQ – Ganesh Chaturthi 2022

Q. જમણી અને ડાબી સૂંઢ વાળા ગણપતિનું મહત્ત્વ શું છે?

Ans: જમણી તરફ સૂંઢવાળા ગણપતિ સિદ્ધિવિનાયક કહેવાય છે અને ડાબી તરફ સૂંઢવાળા ગણપતિ વિઘ્નવિનાશક કહેવાય છે. સિદ્ધિવિનાયક ગણપતિને ઘરની અંદર સ્થાપિત કરવાની પરંપરા છે, જ્યારે વિઘ્નવિનાશક ગણપતિને ઘરની બહાર દ્વાર પાસે સ્થાપિત કરવાની પરંપરા છે. જેથી કરીને ઘરમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન કે મુશ્કેલી ના આવે.

Q. ગણપતિજીની પૂજા વિધિ કેવી રીતે કરવી?

Ans: ગણેશ ચતુર્થી ના દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરો.પછી, તાંબા અથવા માટીની બનેલી ગણેશજીની મૂર્તિ લો.પછી કળશમાં પાણી ભરો અને એનું મુખ નવા કપડાથી બાંધી દો. ત્યારબાદ તેના પર ગણપતિની મૂર્તિની સ્થાપના કરો.

ભગવાન ગણેશને સિંદૂર, ચંદન, ઘી અને મોદક અર્પણ કરો અને વિધિ પ્રમાણે તેમની પૂજા કરો. પૂજાના સમયે ગણપતિ મંત્ર નો જાપ કરો.ધૂપ, દીપ, તથા અગરબત્તી કરીને તેમની આરતી કરો.ગણેશજીની આરતી કરો અને બધામાં પ્રસાદ વહેંચો.

મિત્રો "Ganesh Chaturthi" આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. 

તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. 

ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે. વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.
 **** આ પણ વાંચો ****
*** Advertisement ***

*** નીચે ના બટન પર થી ફેસબુક વોટ્સેપ વગેરે માં શેર કરો.***

Asha
Asha
BLOGGER/INFLUENCER. WORKING ON MY DREAMS.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular