Homeક્રિપ્ટોકરન્સીક્રિપ્ટો કરન્સી શું છે? |Cryptocurrency in India 2022

ક્રિપ્ટો કરન્સી શું છે? |Cryptocurrency in India 2022

* Advertisement *
** Advertisement **

ક્રિપ્ટો કરન્સી શું છે?, budget 2022 cryptocurrency, 2022 બજેટ, Cryptocurrency news in gujarati,What is cryptocurrency in gujarati, Cryptocurrency in India, Cryptocurrency Bill, બિટકોઇન, ઇથેરિયમ, Bitcoin, Ethereum, Ripple, Dogecoin, Litecoin, CoinDCX, WazirX, Prices

What is cryptocurrency in gujarati – ક્રિપ્ટો કરન્સી: હાલના સમયમાં ટેક્નોલોજીએ લોકોની વાતચીત કરવાની, કામ કરવાની, ખરીદી(શોપિંગ) કરવાની અને માલસામાન માટે ચૂકવણી કરવાની રીતો બદલી નાખી છે. કંપનીઓ, વેપારીઓ અને કસ્ટમર હવે પહેલાની જેમ રોકડ ને મહત્વ આપતા નથી અને પેમેન્ટ માટે ડિજિટલ – કોન્ટેક્ટલેસ ચૂકવણીને માર્ગ અપનાવી રહ્યા છે. સ્માર્ટફોનની ઝડપી લોકપ્રિયતા સાથે, ગ્રાહકો ડિજિટલ પ્લેટફોર્મ પર વસ્તુઓ માટે ચૂકવણી કરતા થયા છે.ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, મોબાઈલ વોલેટ, નેટબેન્કિંગ જેવી સર્વિસનો ઉપયોગ કરીને ડિજિટલ પ્લેટફોર્મ પર ચુકવણી કરી રહ્યા છે અને હવે એક નવી ચુકવણી સિસ્ટમ ઉભરી રહી છે – “ક્રિપ્ટો કરન્સી”. આજે આપણે Cryptocurrency વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.


નીચેની લીંક પરથી જાણો 100 ક્રિપ્ટો કરન્સીની Live Price

⭐Cryptocurrency prices live india⭐


અત્યાર સુધીમાં દરેકે બિટકોઇન વિશે સાંભળ્યું હશે. બિટકોઇન સૌથી લોકપ્રિય ક્રિપ્ટો કરન્સી છે પરંતુ અન્ય ક્રિપ્ટો કરન્સીની લોકપ્રિયતા વધી રહી છે. હાલમાં 2000 થી પણ વધુ વિવિધ પ્રકારની ક્રિપ્ટો કરન્સી છે અને દરરોજ વધુ વિકસિત થઈ રહી છે.

વિશ્વના ઘણા દેશોની સાથે ભારતમાં ક્રિપ્ટો કરન્સી (Cryptocurrency in India) ને લઇને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેનું એક કારણ તે પણ છે કે ક્રિપ્ટો કરન્સીમાં રીસ્ક હોવા છતાં રોકાણ દ્વારા ઝડપથી નફો અને રીટર્ન (Return) સારુ મળે છે.

  • સર્વે મુજબ મોટાભાગના લોકોએ ક્રિપ્ટો કરન્સી વિશે સાંભળ્યું છે પરંતુ તે શું છે તે સંપૂર્ણપણે સમજી શકતા નથી.
  • 1) ક્રિપ્ટો કરન્સી શું છે ?
  • 2) ક્રિપ્ટો કરન્સી સુરક્ષિત છે ?
  • 3) ક્રિપ્ટો કરન્સી માં કેવી રીતે રોકાણ કરશો ?
  • અમે અહીં તે પ્રશ્નોના જવાબ આપીશું. તો ચાલો ક્રિપ્ટો કરન્સી અંગે બધી જ માહિતી જાણીએ.

ક્રિપ્ટો કરન્સી શું છે? (What is cryptocurrency in gujarati?)

અનુક્રમણિકા માટે અહીં ક્લિક કરો. (Table of Contents)

ક્રિપ્ટો કરન્સી એ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે જે ફંડના વ્યવહારો માટે બેંકો પર આધાર રાખતી નથી. તેના માટે કોઈ બેન્ક, એટીએમ નથી. તે એક એવી સિસ્ટમ છે જે કોઈપણ વ્યક્તિને ગમે ત્યાં ચૂકવણી મોકલવા અને પ્રાપ્ત કરવા માટે સક્ષમ છે. વિશ્વમાં અનેક દેશોમાં ક્રિપ્ટોકરન્સી નો ઉપયોગ ઓનલાઈન ખરીદી અને વેચાણમાં થઈ રહ્યો છે. સરળ ભાષામાં સમજીએ તો વિશ્વમાં દરેક દેશ પાસે પોત પોતાની કરન્સી હોય છે. જેમ કે ભારત પાસે રૂપિયો, અમેરિકા પાસે ડોલર, સાઉદી અરબ પાસે રિયાલ છે. આવી જ રીતે બધા દેશો પાસે પણ પોતાનું ચલણ હોય છે.

ક્રિપ્ટો કરન્સીને ચેક, નોટ કે સિક્કાની જેમ પ્રિન્ટ કરી શકાતી નથી. તો પણ તેની વેલ્યુ છે. ક્રિપ્ટોકરન્સી ભૌતિક નાણાંને બદલે ચોક્કસ વ્યવહારોનું વર્ણન કરતા ઓનલાઈન ડેટાબેઝમાં ડિજિટલ એન્ટ્રી તરીકે અસ્તિત્વ ધરાવે છે. જ્યારે તમે ક્રિપ્ટો કરન્સી ફંડ ટ્રાન્સફર કરો છો ત્યારે આ વ્યવહારો સાર્વજનિક ખાતાવહીમાં રેકોર્ડ કરવામાં આવે છે. ક્રિપ્ટો કરન્સી ડિજિટલ વૉલેટમાં સ્ટોર થાય છે.

ક્રિપ્ટોકરન્સી વ્યવહારોને ચકાસવા માટે એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે. આનો અર્થ એ છે કે અદ્યતન કોડિંગ ક્રિપ્ટોકરન્સી ડેટાને વૉલેટ અને સાર્વજનિક ખાતાવહી વચ્ચે સ્ટોર કરવા અને ટ્રાન્સમિટ કરવામાં સામેલ છે. એન્ક્રિપ્શનનો ઉદ્દેશ્ય સુરક્ષા અને સલામતી પ્રદાન કરવાનો છે.

ક્રિપ્ટો કરન્સી નો ઇતિહાસ અને શરૂઆત ક્યારે થઈ?

Cryptocurrency ની શરૂઆત 2009માં થઈ હતી. દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી બીટકોઈન છે અને તેની સાથે જ ક્રિપ્ટો કરન્સી નામ દુનિયાની સામે આવ્યું હતું. બીટકોઈનને જાપાનના સાતોશી નાકામોટો એ બનાવી હતી. બીટકોઈન SHA-256 એન્ક્રિપ્શન ટેક્નિકનો ઉપયોગ કરે છે. જે હેક કરવી ખૂબ જ મુશ્કેલ છે.

બિટકૉઈન છેલ્લા 10-12 વર્ષમાં કોઈ પણ દ્વારા કરેલ શ્રેષ્ઠ રોકાણ પૈકીનું એક રોકાણ રહ્યું છે. જો તમે વર્ષ 2010 માં RS 1,000 ની કિંમતના બિટકૉઇન ખરીદ્યા હોત, તો ફક્ત 11 વર્ષ પછી 2021, ડિસેમ્બર માં તેની કિંમત 10 કરોડ રૂપિયા થઈ ગઈ હોત.

ક્રિપ્ટો કરન્સી સુરક્ષિત છે?

Cryptocurrency સામાન્ય રીતે બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. બ્લોકચેન વ્યવહારોને “બ્લોક” અને સમય સ્ટેમ્પમાં કેવી રીતે રેકોર્ડ કરવામાં આવે છે તેનું વર્ણન કરે છે. તે એકદમ જટિલ, ટેકનિકલ પ્રક્રિયા છે જેની સાથે ચેડાં કરવા હેકર્સ માટે મુશ્કેલ છે.

વ્યવહારો માટે દ્વિ-પરિબળ પ્રમાણીકરણ પ્રક્રિયા જરૂરી છે. દાખલા તરીકે, તમને વ્યવહાર શરૂ કરવા માટે વપરાશકર્તા નામ અને પાસવર્ડ દાખલ કરવાનું કહેવામાં આવી શકે છે. પછી, તમારે એક પ્રમાણીકરણ કોડ દાખલ કરવો પડશે જે તમારા વ્યક્તિગત સેલ ફોન પર ટેક્સ્ટ દ્વારા મોકલવામાં આવે છે. ક્રિપ્ટોકરન્સી માટે ખૂબ જટિલ સિક્યોરિટીઝ અસ્તિત્વમાં છે, તેનો અર્થ એ નથી કે ક્રિપ્ટોકરન્સી હેક ના થાય. બસ એટલું જ કે ક્રિપ્ટોકરન્સી હેક કરવી ખૂબ જ મુશ્કેલ છે.

ક્રિપ્ટો કરન્સી કેવી રીતે કામ કરે છે?

Cryptocurrency બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. દરેક ટ્રાન્ઝેકશન નો રેકોર્ડ તેમાં રાખવામાં આવે છે. ખુબજ પાવરફુલ કમ્પ્યુટર્સ તેનું ધ્યાન રાખે છે જેને ક્રિપ્ટોકરન્સી માઇનિંગ કહેવામાં આવે છે. તેથી તેને હેક કરવું ખૂબ મુશ્કેલ છે. બ્લોકચેન ટેકનોલોજી ને કારણે ક્રિપ્ટોકરન્સી વ્યવહાર ખૂબ જ વિશ્વસનીય છે અને તેને બેંક જેવી થર્ડ પાર્ટીની જરૂર પડતી નથી. શેર માર્કેટ ની જેમ ક્રિપ્ટોકરન્સીનું ટ્રેડિંગ ક્રિપ્ટો એક્સચેંજ પર થાય છે. હાલમાં નીચે જણાવેલ મુખ્ય એક્સચેન્જ ભારતમાં કાર્યરત છે.

  1. CoinDCX
  2. WazirX
  3. Unocoin
  4. CoinSwitch Kuber
  5. ZebPay
  6. Bitbns

ક્રિપ્ટો કરન્સી એટલી લોકપ્રિય શા માટે છે?

લોકો Cryptocurrency જેમ કે બિટકોઈનને ભવિષ્યના ચલણ તરીકે જુએ છે અને હવે તે વધુ મૂલ્યવાન બને તે પહેલા તેને ખરીદવા માટે દોડી રહ્યા છે. ક્રિપ્ટોકરન્સી પાછળની ટેક્નોલોજી બ્લોકચેન છે. તેને હેક કરવું ખૂબ મુશ્કેલ છે. બ્લોકચેન ટેકનોલોજી ને કારણે ક્રિપ્ટોકરન્સી વ્યવહાર ખૂબ જ વિશ્વસનીય છે અને તેને બેંક જેવી થર્ડ પાર્ટીની જરૂર પડતી નથી. પાછલા થોડા વર્ષોમાં ક્રિપ્ટોકરન્સી જેટલું રિટર્ન કોઈએ પણ આપ્યું નથી.

બિટકૉઈન છેલ્લા 10-12 વર્ષમાં કોઈ પણ દ્વારા કરેલ શ્રેષ્ઠ રોકાણ પૈકીનું એક રોકાણ રહ્યું છે. જો તમે વર્ષ 2010 માં RS 1,000 ની કિંમતના બિટકૉઇન ખરીદ્યા હોત, તો ફક્ત 11 વર્ષ પછી 2021, ડિસેમ્બર માં તેની કિંમત 10 કરોડ રૂપિયા થઈ ગઈ હોત. આ જ કારણ છે ક્રિપ્ટોકરન્સી આટલી બધી લોકપ્રિય થઈ છે.

ક્રિપ્ટો એક્સચેન્જ શું છે?

ક્રિપ્ટો રોકાણકારોને બિટકોઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સીના વેપાર માટે પ્લેટફોર્મની જરૂર છે અને વિવિધ એક્સચેન્જો આ સેવા પૂરી પાડે છે. તેઓ વેપારીઓને Cryptocurrencyના વધઘટ થતા બજાર મૂલ્યો પર નજર રાખવામાં મદદ કરે છે અને ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગને સક્ષમ કરવા માટે ખરીદદારો અને વેચાણકર્તાઓને જોડે છે.


[ggWhatsappButton]


[ggTelegramButton]


ક્રિપ્ટો એક્સચેન્જ કેવી રીતે કામ કરે છે?

લગભગ તમામ એક્સચેન્જો સમાન મૂળભૂત લેઆઉટને અનુસરે છે. ક્રિપ્ટો એક્સચેન્જ-પ્લેટફોર્મ વેપાર કરવા ઇચ્છુક ખરીદદારો અને વેચાણકર્તાઓને જોડે છે.

  1. ક્રિપ્ટો ખરીદવા માટે, તમારે જે કિંમતે તમે ખરીદવા માંગો છો તેના પર તમારે ઓર્ડર આપવાનો હોય છે.
  2. ક્રિપ્ટો વેચવા માટે, વિક્રેતાએ તેના કોઈન વેચવા માટે ઓર્ડર આપવાનો હોય છે.
  3. જો તમારી અને વિક્રેતાની કિંમત ઓફરિંગ બંને સમાન હોય, તો એક્સચેન્જ તમને વેચનાર સાથે જોડે છે અને વેપાર વ્યવહાર સફળ થાય છે.

મુખ્ય ક્રિપ્ટો કરન્સીના નામ

હાલમાં 2000 થી વધુ વિવિધ પ્રકારની ક્રિપ્ટોકરન્સી છે અને દરરોજ વધુ વિકસિત થઈ રહી છે. મુખ્ય ક્રિપ્ટોકરન્સી(Cryptocurrency)ના નામ નીચે મુજબ છે.

1બિટકોઇન (બીટીસી)Bitcoin (BTC)
2ઇથેરિયમ (ઇટીએચ)Ethereum (ETH)
3રિપલ (એક્સ.આર.પી)Ripple Labs (XRP)
4મોનીરો (એક્સ.એમ.આર)Monero (XMR)
5કોસ્મોસ (એટીઓએમ)Cosmos (ATOM)
6બીનન્સ કોઈન (બીએનબી)Binance Coin (BNB)
7પોલકડોટ (ડીઓટી)Polkadot (DOT)
8અનઇસ્વેપ (યુ.એન.આઇ)Uniswap (UNI)
9કાર્ડાનો (એડીએ)Cardano (ADA)
10ટીથર (યુએસડીટી)Tether (USDT)
11લિટેકોઇન (એલટીસી)Litecoin (LTC)
12ડોજેકોઇનDogecoin (DOGE)
Popular Cryptocurrency

10 સૌથી વધુ લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી જાણવા માટે અહીં ક્લિક કરો 👇 👇

⭐Top 10 Cryptocurrency⭐

ક્રિપ્ટો કરન્સીના ફાયદા

  1. ક્રિપ્ટોકરન્સી એક ડિજિટલ કરન્સી છે તેથી છેતરપિંડીની શક્યતા ખૂબ ઓછી છે તેથી તેને હેક કરવું લગભગ અશક્ય છે.
  2. Cryptocurrency માં વળતર ખૂબ સારું હોવાથી રોકાણ માટે ખૂબ સારું છે. રોકાણ માટે કોઈ પણ બેંકની જરૂર પડતી નથી.
  3. ઘણા ક્રિપ્ટો એક્સચેન્જ, ક્રિપ્ટો મોબાઇલ એપ્લિકેશન અને ક્રિપ્ટોકરન્સી વોલેટ હોવાથી ક્રિપ્ટોમાં ખરીદી, વેચાણ અને રોકાણ કરવું ખૂબ જ સરળ છે.
  4. વિશ્વની કોઈ પણ જગ્યાએથી પૈસા ની લેવડ દેવડ કરી શકાય છે. ક્રિપ્ટોકરન્સી વોલેટથી પૈસા બેંક ખાતામાં આવતા ફક્ત 15-20 મિનિટનો સમય લાગે છે.

ક્રિપ્ટો કરન્સીના નુકસાન

  1. ક્રિપ્ટોકરન્સીનું સૌથી મોટું નુકસાન એ છે કે ક્રિપ્ટોકરન્સી માટે કોઈ દેશમાં હાલ કોઈ નિયમ નથી. દરેક દેશ નિયમો બનાવવા માટે મહેનત કરી રહ્યા છે.
  2. Cryptocurrency કોઈપણ દેશની સરકાર દ્વારા નિયંત્રિત નથી તેથી થોડી જોખમી તો છે.
  3. ક્રિપ્ટોકરન્સીને નિયંત્રિત કરવા માટે કોઈ સંસ્થા, દેશ, સરકાર નથી. જેથી તેની કિંમતમાં ખૂબ વધ ઘટ થતી જોવા મળે છે. આથી તેમાં રોકાણ કરવું જોખમકારક છે.
  4. ક્રિપ્ટો કરન્સીની લેવડદેવડ સિક્રેટ કોડ અને પાસવર્ડ દ્વારા કરવામાં આવે છે. જો તેને ભૂલી જાવ તો તેમાં રોકાણ કરેલી સંપૂર્ણ રકમ ડૂબી જાય છે. રકમપાછી મેળવી શકાતી નથી.
  5. Cryptocurrencyનો ઉપયોગ ગેરકાયદેસર રીતે પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે થઈ શકે છે. આ જ કારણ છે કે ઘણા દેશોમાં ક્રિપ્ટો પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.

**** આ પણ વાંચો ****

ક્રિપ્ટો કરન્સીને લઈ ભારતમાં શું કાયદા છે?

ભારતમાં ઘણાં લોકો ઘણાં વર્ષોથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહ્યા છે. ક્રિપ્ટોકરન્સી અંગે હાલ કોઈ નિયમો નથી. પરંતુ ભારતમાં તેનું નિયમન માટે પ્રયત્નો શરૂ થઈ ગયા છે. હાલ બધુ અસ્પષ્ટ છે. ભારત સરકારે ક્રિપ્ટોકરન્સી બિલને ભારતની સંસદમાં રજૂ કરવા અંગેનો નિર્ણય કર્યો હોવાના અહેવાલ આવ્યા હતા. આ Cryptocurrency બિલ ભારતમાં ક્રિપ્ટોકરન્સીના ઉપયોગને કાનૂની રીતે નિયંત્રિત કરવાનું કામ કરશે. જો કે આ બાબતે સરકાર દ્વારા હજુ જાહેરમાં નિવેદન આવ્યું નથી.

  • ભારતમાં ઘણી ક્રિપ્ટો એક્સચેન્જ અને ક્રિપ્ટો મોબાઇલ એપ્લિકેશન છે જેના દ્વારા તમે ક્રિપ્ટોની ખરીદ વેચાણ કરી શકો છો. કોઈપણ ક્રિપ્ટોની ખરીદ વેચાણ કરતા પહેલા બધા જ નિયમો જાણી લેવા જરૂરી છે.
  • 2018 માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI) એ બેન્કોને સુચના આપ્યા પછી દેશમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ બંધ હતું અને ગેરકાયદેસર હતું. આ દરમિયાન મામલો દેશની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
  • માર્ચ, 2020માં સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI)ના પરિપત્રને રદ કરી નાખ્યો હતો. જેથી ભારત દેશમાં રોકાણકારો માટે Cryptocurrency માં રોકાણ કરવા માટેના દ્વાર ફરીથી ખુલી ગયા હતા.
  • તે સમયે સુપ્રીમ કોર્ટે ભારત સરકારને ક્રિપ્ટોકરન્સી મામલે કાયદો ઘડવા માટે કહ્યું હતું. હાલમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવું કાયદેસર છે.

2022 બજેટ ક્રિપ્ટોકરન્સી ન્યુઝ

  • 2022 ના બજેટમાં નિર્મલા સીતારામન એ નીચેના મુદ્દાઓ આવરી લીધા છે.
  • ક્રિપ્ટોકરન્સી પર 30% ટેક્સ ચૂકવવો પડશે.
  • ક્રિપ્ટોકરન્સીને કોઈ સંબંધી અથવા અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરવા પર 1% TDS ચૂકવવો પડશે.
  • ભેટમાં ક્રિપ્ટોકરન્સી સ્વીકારનાર વ્યક્તિ પાસેથી પણ ટેક્સ વસૂલવામાં આવશે.
  • આ સિવાય આ ટેક્સ NFT પર પણ લાગૂ થશેે.
  • NFT બ્લોકચેન પર આધારિત છે અને તેના તમામ વ્યવહારો માત્ર ક્રિપ્ટોકરન્સીમાં જ થાય છે.

Cryptocurrency Bill News (ક્રિપ્ટોકરન્સી બિલ ન્યૂઝ)

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ​​કહ્યું હતું કે ક્રિપ્ટોકરન્સી જેવી ઉભરતી ટેક્નોલોજીનો ઉપયોગ લોકશાહીને સશક્ત બનાવવા માટે થવો જોઈએ. અહેવાલો અનુસાર, પીએમ મોદી વિરોધાભાસી મંતવ્યો વચ્ચે ક્રિપ્ટોકરન્સી માટેના નિયમનકારી માળખા પર અંતિમ નિર્ણય લેશે. સરકારે કહ્યું છે કે તે કેબિનેટની મંજૂરી પછી સંસદના ચાલુ શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી પર બિલ રજૂ કરવાની યોજના ધરાવે છે અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાથી મળેલી આવક કરપાત્ર છે.

ભારત સરકાર પોતાની ડિજિટલ કરન્સી લાવી શકે છે.

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા(RBI) અને નાણાં મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ ભારતની પોતાની ડિજિટલ કરન્સી લાવી શકે છે અને તેના ખરીદ વેચાણ માટે કાયદો પણ બનાવી શકે છે. પરંતુ આ એક ખૂબ જ જટિલ પ્રોસેસ છે. હજુ કોઇ સત્તાવાર નિવેદન સરકાર તરફથી આવેલ નથી આથી વેઈટ એન્ડ વોચ જરૂરી છે.

ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરતા પહેલા આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે

  • ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરતા પહેલા સંપૂર્ણ માહિતીની તપાસ કરવી જોઈએ.
  • ક્રિપ્ટો એક્સચેંજનું રજીસ્ટર્ડ સરનામું ક્યાં છે?
  • ક્રિપ્ટો એક્સચેંજ ભારતીય કાયદા હેઠળ આવે છે કે નહીં?
  • ક્રિપ્ટોકરન્સી કંપનીની માલિકી કોણ ધરાવે છે? ઓળખી શકાય તેવા અને જાણીતા માલિક એ સકારાત્મક સંકેત છે.
  • તેમજ કયા ક્યા રોકાણકારોએ તેમના નાણાં ક્રિપ્ટો એક્સચેંજમાં રોક્યા છે તેની પણ તપાસ કરવી જોઈએ.
  • તમે જે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માંગી રહ્યા છો તે ક્યાં હેતુ માટે બનાવવામાં આવી છે તે પણ ખૂબ જ જરૂરી છે.
  • શું તમે કંપનીમાં હિસ્સો ધરાવો છો કે માત્ર ચલણ કે ટોકન્સ? આ તફાવત મહત્વપૂર્ણ છે. હિસ્સાની માલિકીનો અર્થ એ છે કે તમે તેની કમાણી (તમે માલિક છો) માં ભાગ લેશો, જ્યારે ટોકન્સ ખરીદવાનો સીધો અર્થ એ છે કે તમે કેસિનોમાં ચિપ્સની જેમ તેનો ઉપયોગ કરવા માટે હકદાર છો.
  • શું ચલણ પહેલેથી જ વિકસિત છે અથવા કંપની તેને વિકસાવવા માટે નાણાં એકત્ર કરવા માંગે છે? જે ઓછું જોખમી હોય તેની પસંદગી કરવી જોઈએ.

ક્રિપ્ટો કરન્સીમાં કેવી રીતે શરૂઆત કરવી જોઈએ?

તમે કયા Cryptocurrency માં રોકાણ કરવા માંગો છો અને તમે કેટલા પૈસા રોકવા માંગો છો એ સૌથી પહેલા નક્કી કરવું જોઈએ. બિટકૉઇન અને એથેરિયમ જેવા લોકપ્રિય વિકલ્પોને પ્રથમ જોવા જોઈએ પરંતુ એવા ક્રિપ્ટોકરન્સી કૉઇન્સનું પણ ધ્યાન રાખવું જોઈએ જે ઓછા જાણીતા છે પરંતુ નજીકના ભવિષ્યમાં વધવાની ક્ષમતા ધરાવે છે.

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા માટે તમારે સૌપ્રથમ ભારતમાં ક્રિપ્ટો એક્સચેન્જ સેવાની સાથે એકાઉન્ટ ઓપન કરવાની જરૂર પડશે. KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. પછી તમારી ક્રિપ્ટો ખરીદવા માટે તમારી બેંકથી એક્સચેન્જમાં ફંડ ટ્રાન્સફર કરવું પડશે.

જ્યારે તમે પ્રથમ વખત ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહ્યા હોવ ત્યારે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

  • શરૂઆતમાં ઓછી રકમની ક્રિપ્ટોકરન્સી ખરીદો તમને જેટલું ગુમાવવાનું પરવડી શકે તેના કરતાં વધુ રકમનું રોકાણ કરશો નહીં.
  • તમારે હજારો રૂપિયાનું રોકાણ કરવાની જરૂર નથી તમે સો રૂપિયા જેટલી ઓછી રકમ નું પણ રોકાણ કરી શકો છો.
  • ક્રિપ્ટોકરન્સી અંગે હાલ કોઈ નિયમો નથી. સરકારના નિયમો અને સમાચાર પર ધ્યાન રાખતા રહેવું જોઈએ. હાલ ક્રિપ્ટો પર ભારતમાં પ્રતિબંધ નથી તો તેના નિયમનને લગતી ઘણી પરસ્પર વિરોધી જાણકારી હોઈ શકે છે. નવી માહિતી સાથે અપડેટ રહેવા માટે યોગ્ય ગ્રૂપ્સ, ફોરમ્સ અને ન્યૂઝ વાંચતા રહેવું જોઈએ અને જાણકાર વ્યક્તિની સલાહ લેવી જોઈએ.

ખાસ નોંધ : ક્રિપ્ટોકરન્સી અનિયમિત ડિજિટલ સંપત્તિ છે. પાછલા વર્ષો નું પ્રદર્શન એ ભવિષ્યના પરિણામોની કોઈ ગેરંટી નથી. ક્રિપ્ટોકરન્સી રોકાણ/વેપાર બજારના જોખમોને અને કાનૂની જોખમોને આધીન છે.

FAQ : ક્રિપ્ટો કરન્સી

Q. ક્રિપ્ટો કરન્સીને લઈ ભારતમાં શું કાયદા છે?

Top 10 Cryptocurrency

Ans. ક્રિપ્ટોકરન્સી અંગે હાલ કોઈ નિયમો નથી. પરંતુ ભારતમાં તેનું નિયમન માટે પ્રયત્નો શરૂ થઈ ગયા છે. હાલ બધુ અસ્પષ્ટ છે. ભારત સરકારે ક્રિપ્ટોકરન્સી બિલને ભારતની સંસદમાં રજૂ કરવા અંગેનો નિર્ણય કર્યો હોવાના અહેવાલ આવ્યા હતા.

2022 ના બજેટમાં નિર્મલા સીતારામન એ નીચેના મુદ્દાઓ આવરી લીધા છે.

1)ક્રિપ્ટોકરન્સી પર 30% ટેક્સ ચૂકવવો પડશે.
2)ક્રિપ્ટોકરન્સીને કોઈ સંબંધી અથવા અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરવા પર 1% TDS ચૂકવવો પડશે.

વધુ જાણકારી માટે આર્ટિકલ વાંચો.

Q. ક્રિપ્ટો કરન્સીમાં કેવી રીતે શરૂઆત કરવી જોઈએ?

2022 બેસ્ટ ક્રિપ્ટોકરન્સી ઈન્વેસ્ટ માટે-Best cryptocurrency for 2022

Ans. શરૂઆતમાં ઓછી રકમની ક્રિપ્ટોકરન્સી ખરીદો. તમારે હજારો રૂપિયાનું રોકાણ કરવાની જરૂર નથી તમે સો રૂપિયા જેટલી ઓછી રકમ નું પણ રોકાણ કરી શકો છો. વધુ જાણકારી માટે આર્ટિકલ વાંચો.

Q. ક્રિપ્ટો કરન્સી સુરક્ષિત છે?

Ans. ક્રિપ્ટોકરન્સી સામાન્ય રીતે બ્લોકચેન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. બ્લોકચેન વ્યવહારોને “બ્લોક” અને સમય સ્ટેમ્પમાં કેવી રીતે રેકોર્ડ કરવામાં આવે છે તેનું વર્ણન કરે છે. તે એકદમ જટિલ, ટેકનિકલ પ્રક્રિયા છે જેની સાથે ચેડાં કરવા હેકર્સ માટે મુશ્કેલ છે. વધુ જાણકારી માટે આર્ટિકલ વાંચો.

મિત્રો What is cryptocurrency in gujarati આર્ટીકલ ગમ્યો હોઈ તો લાઇક કરી અને શેર કરવાનું ભૂલતા નહિ અને જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો ફેસબુક પર અમારા પેજ “Green Gujarati” ને લાઇક કરવાનું ભૂલશો નહીં.આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. 

તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. 

ફેસબુક ઉપર જીવન પરિચય, તહેવારો, સામાન્ય જ્ઞાન, સરકારી યોજનાઓ, કવિતાઓ, વાર્તાઓ, ટેકનોલોજી, રસોઈ, ફિલ્મો, મ્યુઝિક, સ્પોર્ટ્સ, ટ્રાવેલિંગ, ફાઇનાન્સ, બિઝનેસ અને નોકરી-રોજગાર સંબંધિત વિષયોની માહિતી લખેલી છે વગેરેની માહિતી મેળવવા માટે ફેસબુક પર અમારા પેજ "Green Gujarati" ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.

Bitcoin Official Website

*** Advertisement ***

*** નીચે ના બટન પર થી ફેસબુક વોટ્સેપ વગેરે માં શેર કરો.***

Green Gujarati
Green Gujarati
www.greengujarati.com એક ગુજરાતી બ્લોગિંગ વેબસાઇટ છે જે વિવિધ વિષયો પર માહિતી પ્રદાન કરે છે. વિવિધ વિષયો પર માહિતી એકઠી કરવી અને તેને વાચકો સુધી પહોંચાડવાનું કામ અમારી ટીમ દ્વારા કરવામાં આવે છે.
RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Best cryptocurrency exchange in india – બેસ્ટ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ Top 10 Cryptocurrency – 10 સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી ક્રિપ્ટો કરન્સી શું છે? – Cryptocurrency News
Best cryptocurrency exchange in india – બેસ્ટ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ Top 10 Cryptocurrency – 10 સૌથી લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી ક્રિપ્ટો કરન્સી શું છે? – Cryptocurrency News